SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જૈન ચિત્રક૬૫મ તાડપત્રની કરપસૂત્રની તારીખ વગરની પત્ર ૧૦૮ની કુલ ચિત્ર ૩૩ વાળી પ્રતના પાના ૨ ઉપરથી આ ચિત્ર અને રજુ કરવામાં આવ્યું છે. પત્રનું કદ ૧૩૪ર ઈચ છે. તાડપત્રની પ્રતિમાં સુવર્ણની શાહીનો ઉપયોગ પહેલવહેલો આ પ્રતના ચિત્રોમાં કર્યો હોય એમ લાગે છે, કારણકે આ પ્રત સિવાય “ગુજરાતની પ્રાચીન જૈનાશ્રિતકળાના ચિત્રો પિકીની એક પણ પ્રતમાં સુવર્ણની શાહીથી દોરેલા ચિત્ર હજુ સુધી મળી આવ્યાં નથી. આપણે ઉપર ચિત્ર ૬૮ના “મહાવીર ચ્યવનને લગતાં પ્રસંગના વર્ણનમાં જણાવી ગયા છીએ કે શ્રમણ ભગવાન મહાવીર દેવલોકમાંથી ચવીને દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિમાં ગર્ભ તરીકે આવ્યા. તે રાત્રીએ દેવાનંદા બ્રાહ્મણી ભર ઉંધમાં ન હતી તેમ પૂરી જાગૃત પણ ન હતી. એટલે કે પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે તેણીએ અતિઉદાર, કલ્યાણમય, ઉપદ્રવ હરનારા, મંગળમય અને સુંદર ચૌદ મહાઅમ જેમાં તે આ પ્રમાણે ૧ ગજ, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ લમી (અભિષેક), ૫ પુષ્પની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ પૂર્ણકુંભ-કલશ, ૧૦ પાસરોવર, ૧૧ ક્ષીરસમુદ્ર, ૧૨ દેવવિમાન, ૧૩ રત્નને ઢગલો, અને ૧૪ નિધૂમ અગ્નિ.”૪૫ ચિત્રમાં દેવાનંદાએ, ચોળી, ઉત્તરીયવસ્ત્ર–સાડી, ઉત્તરાસંગ વગેરે વસે પરિધાન કરેલાં છે, શયામાં સુગંધીદાર કુલે બિછાવેલાં છે, તે તકીઆને અઢેલીને- દઇને અર્ધ જાગૃત અને અર્ધ નિદ્રાવસ્થામાં સુતેલી દેખાય છે, તેણીએ ડાબે પગ જમણા પગના ઢીંચણ ઉપર રાખેલો છે. તેણીના માથે મુકટ, કાનમાં કંડલ, માથામાં આભૂષણ તથા તેણીના માથાની વેણી છુટી છે અને તેનો છેડે ઠેઠ પલંગની નીચે લટકતો દેખાય છે, તેણીના પગ અગાડી એક સ્ત્રી-નોકર સાદા પહેરવેશમાં તેણીના પગ દબાવતી હોય તેવી રીતે રજુ કરેલી છે, પલંગની નીચે નજીકમાં પાણીની ઝારી તથા પાદપીઠ મૂકેલાં છે. તેણીને પલંગ સુવર્ણન છે, ચિત્રનું મૂળ કદ ૨૪૨૩ ઇંચ છે. તેમાં અડધા અગર પણ ઈચની જગ્યામાં વેગવાળા ચૌદ પ્રાણીઓ વગેરેની રજુઆત કરતાં ચૌદ મહાસ્વો ચીતરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારેની કલાગીરી ઉપર જગતના કોઈપણ કલાપ્રેમીને માન ઉપજ્યા વિના રહે તેમ નથી. ચિત્ર ૭૪ પ્રભુ શ્રી મહાવીરનું સમવસર. ઈડરની પ્રતના પાના ૫૧ ઉપરથી. આ ચિત્ર અગાઉના ચિત્ર ૭૨ને આબેહુબ મળતું છે, વિશિષ્ટતા ફક્ત ત્રણ ગઢ પૈકીના પ્રથમ ગઢમાં મનુષ્ય આકૃતિઓની રજુઆત કરી તે રજુઆત કરવામાં સંપૂર્ણ સફળતા મેળવી શક્ય છે તે છે, સિવાય ગુજરાતના પ્રાચીન ચિત્રમાં કઈપણ ઠેકાણે ગઢની અંદર મનુષ્ય આકૃતિઓ દરેલી મળી આવી નથી. આખું ચિત્ર મોટે ભાગે સેનાની શાહીથી જ ચીતરેલું છે. ચિત્રનું મૂળ ૪૫ સચ-વસ–સીમિ -ફા–સી-લિવર-થે-મ 1 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ વડસન-સાર- વિમવન-યજુર--સિદ્ ૨ | -- વૈમૂત્ર 9 રે
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy