SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જેન ચિત્રક૯પકુમ ઉપર પ્રમાણેના વર્ણનવાળા અષ્ટમાંગલિક, મહામાંગલિક અને કલ્યાણની પરંપરાના હેતુભૂત હોવાથી જિનમંદિરમાં પાષાણ ઉપર કરેલા, લાકડાના પાટલાઓમાં કોતરેલા, સુખડની પેટીઓ ઉપર કોતરેલા, શ્રાવિકાઓ જિનમંદિરે લઈ જવા માટે અક્ષત અને બદામ જેમાં મૂકે છે તે ચાંદીની દાબડીઓ ઉપર, સાધુઓને પુસ્તકોની નીચે રાખવાની પાટલીઓ ઉપર ચતરેલા તથા રેશમથી કઈ કઈ દાખલાઓમાં વળી સાચા મેતીથી પણ ભરેલા મળી આવે છે. આ પ્રતનાં ચિત્રોમાં રેખાએ વધુ બારીક થાય છે. પરંપરાની જાડી ગધાર લીટીઓને સામર્થે તેમાં નથી પણ ચિત્રકાર ઝીણવટનો લાભ લેવા ઉસુક હોવાથી વિગતો વધારે ચીતરવા માંડવ્યો હોય એમ લાગે છે. રંગ પણ જામતો આવે છે. આ ચિત્રોનું રંગવિધાન સમગ્ર ચિત્રમાળામાં નવીન ભાત પાડે છે. વિવિધતા સાચવતાં એ ચિત્રકાર પત્રોમાં નવાં અભિન બહુ ચતુરાઈથી ઉતારી શમે છે અને પ્રસંગની જમાવટ કરવામાં વાતાવરણું પ્રાણીઓને ઉપયોગ વગેરે આધુનિક ચિત્રકાર જેટલું શક્ય માને તે બધું કૌશલ્ય તેમાં લાવી શકાય છે. સંવિધાનનું રેખામંડળ ઘણું રસમય છે. આ પ્રતમાં સફેદ, લાલ, પીળા, કાળ, વાદળી, ગુલાબી, લીલો વગેરે રંગેને ઉપગ કરવામાં આવે છે. Plate XVII ચિત્ર ૧૦ ચકેશ્વરી, પાટણના સં.પા. ભંડારની દાબડ નંબર ૫૩ની પાના ૨૨૧ની તાડપત્રની તારીખ વગરની ‘ત્રિવીશલાકાપુચરિત્ર'ના પહેલા પર્વે શ્રીષભદેવચરિત્રની હતલિખિત પ્રતે ઉપરથી આ ચિત્ર તથા ચિત્ર ૬૧ અત્રે રજુ કર્યા છે. પ્રતના પત્રનું કદ ૩૦૪૨ ઈંચ છે. ચિત્રનું કદ ૨૪૧ ઈચ છે. દેવી વસ્ત્રાભૂષણેથી સુસજિત થઈને ભદ્રાસનની બેઠકે બેડી છે. તેના ઉપરના બંને હાથમાં ચક્ર છે, નીચેને જમણે હાથ વરદમુદ્રામાં છે અને ડાબા હાથમાં ફળ છે. જમણા પગની નીચે ગઠનું વાહન છે. ચિત્ર ૨૦માં દેવીના ચારે હાથમાં ચક્ર છે. જ્યારે અહીં માત્ર બે હાથમાં ચક્ર છે. બાકી વાહન વગેરેમાં સભાનતા છે. શત્રુંજય ઉપરની ચકેશ્વરી દેવીના હાથમાંનાં આયુની સભાનતા આ ચિત્રમાં છે. દેવીના શરીરને વર્ણ પાળે, ઉત્તરાસંગના બંને છેડા ઊડતા બતાવીને દેવીને આકાશગામિની બતાવવાને ચિત્રકારને આશય સ્પષ્ટ જણાઈ આવે છે. ચિત્ર ૬૧ શ્રી ઋષભદેવ. ઉપરોક્ત પ્રતમાંથી શ્રીભદેવ-પ્રથમ તીર્થંકરની મૂર્તિ પરિકર સાથે. મૂર્તિને રંગ પીળા, પરિકરનો રંગ સફેદ. આ બંને ચિત્રોમાં આપણે રેખાને વધુ પ્રવાહી થતી જોઈ શકીએ છીએ, પણ ચિત્રની વસ્તુમાં (Vigour) આવેશ કમીએ જણાય છે. ચિત્ર ૧૨ દેવી અંબિકા. ખંભાતના શાં. . ની ઉત્તરાધ્યયને સૂત્રના પાના ૧૯૦ તારીખ વગરની તા પત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી ચિત્ર ૬૨-૬૩-૬૪ અને ૬૫ લેવામાં આવ્યાં છે. ચિત્રનું કદ ૨૪૧ ઈંચ છે. મસ્તક ઉપર આમ્રવૃક્ષ છે; બે હાથ; શરીરને વર્ણ પીળા. ચિત્ર ૪૩ની સ્થાપત્ય મૂર્તિને બરાબર મળતી આ ચિત્રની આકૃતિ છે. તેના ડાબા ખેળામાં બાળક છે અને જમણ હાથમાં આંબાની લુંબ છે. વાહન સિંહનું છે.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy