SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ + ૧૨૭ ચિત્ર ૧૩ લક્ષ્મીદેવી, ઉપરોક્ત પ્રતમાંથી જ. ચિત્રનું કદ ૨૪૧છું ઈચ છે. ચાર હાથ, શરીરનો વર્ણ પીળે, ઉપરના બંને હાથમાં કમળનાં ફૂલ, નીચેનો જમણે હાથ વરદમુદ્રાએ તથા ડાબા હાથમાં ફળ છે. આસન કમળ છે. ચિત્ર ૬૪ સરસ્વતીદેવી. ઉપરોક્ત પ્રતમાંથી જ. શરીરનો વર્ણ ગોર, ચાર હાથ, ચિત્રનું કદ ૧૪૨ ઈચ છે. ઉપરના જમણા હાથમાં કમળનું ફૂલ તથા ડાબા હાથમાં વીણા છે અને નીચેના જમણ હાથમાં અક્ષસૂત્ર તથા ડાબા હાથમાં પુસ્તક છે. ચિત્ર ૬૫ શ્રી પાર્શ્વનાથ. ઉપરોક્ત પ્રતમાંથી જ. ચિત્રનું કદ ૧૪૨ ઈંચ છે. પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને રંગ લીલે તથા મસ્તક ઉપરની કણનો રંગ શ્યામ છે. બીજી ચિત્રોની માફક આ ચિત્રમાં પરિકરની રજુઆત ન કરતાં પીઠના ભાગમાં ફક્ત પંડીઆની રજુઆત માત્ર કરી છે. ચિત્ર ૬૧ પાટણના ભંડારની તાડપત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી શ્રીયુત રવિશંકર રાવળે લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આ ચિત્ર અત્રે રજુ કર્યું છે. આ ચિત્રમાં ઉપરના ભાગમાં ગુમહારાજ ભદ્રાસન ઉપર બેસીને સામે બેઠેલા શિષ્યને તથા નીચે બંને હાથની અંજલિ જોડીને બેઠેલા બે ગૃહસ્થ-શ્રાવકે તથા બે શ્રાવિકાઓને ઉપદેશ આપતા બતાવવાનો ચિત્રકારને આશય છે. ચિત્ર ૬૭ મેરૂ ઉપર જન્માભિષેક, અમદાવાદની ઉ.ફો.. ના જ્ઞાનભંડારની તાડપત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી ચિત્ર ૬ થી ૭૨ અને ૭૮ થી ૮૧ સુધીનાં લેવામાં આવ્યાં છે. આ પ્રત વિ.સં. ૯૨૭ના આષાઢ સુદિ ૧૧ ને બુધવારના દિવસે લખાએલી “કલ્પસૂત્ર અને કાલકકથા’ની હસ્તલિખિત પ્રત ઉપરથી વિ.સં. ૧૪ર૭માં નકલ કરાએલી છે. પ્રભુ મહાવીરને મેરૂ પર્વત ઉપર સ્નાત્ર મહાવ. સોધનનું પર્વત સમાન, નિશ્ચલ, શક નામનું સિંહાસન કંપાયમાન થયું, એટલે ઈન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જોયું તે ચરમ જિનેશ્વરને જન્મ થએલો જણા; તુરત જ ઈ હરિણામે દેવ પાસે એક યોજન જેટલા પરિમંડીવાળા સુદ્યાપા નામના ધંટ વગડાવ્યા ૧ એ ઘંટ વગાડતાંની સાથે જ સવ વિમાનમાં ઘંટ વાગવા લાગ્યા. પોતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવ સમજી ગયા કે ઈન્દ્રને કાંઈક કર્તવ્ય આવી પડયું છે. તેઓ સર્વે એકઠા થયા એટલે હરિણગમેવીએ ઇન્દ્રને હુકમ કહી સંભળાવ્યું. તીર્થંકરનો જન્મમહોત્સવ કરવા જવાનું છે એમ જાણીને દેવોને બહુ જ આનંદ થયે. દેવાથી પરિવરે ઇન્દ્ર નન્દીશ્વર દ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપી ભગવાનના જન્મથાનકે આવ્યો. જિનેશ્વરને તથા માતાને ત્રણ પ્રદક્ષિણ દઈ, વંદન-નમસ્કાર વગેરે કરી બોલ્યા કે: કુક્ષિમાં રત ઉપજાવનારી, જગતમાં દીપિકા સમી હે માતા! હું તમને નમસ્કાર કરું છું. હું દેવને સ્વામી શકેન્દ્ર આજે તમારા પુત્ર છેલા તીર્થકરને જન્મ મહોત્સવ ઉજવવા દેવલોકથી ચાલ્યો આવું છું. માતા ! તમે કઈ રીતે ચિંતા કે વ્યગ્રતા ન ધરતાં.” તે પછી ત્રિશલા માતાને ઇન્દ્ર અવસ્થાપિની ૪૧ એ ઉલ્લેખ ઉપરથી એમ માનવાને કારણે રહે છે કે પ્રાચીન ભારતવાસીઓ આધુનિક “wireless'ની કહેવાતી શેાધથી અણન મહેતા, કારણકે એક ઘંટનાદ થી સર્વ વિમાનમાં ઘંટ વાગવા લાગ્યા તે વર્ણન જ તેને પુશ આપે છે,
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy