SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જેન ચિત્રકલપકુમ શ્રીની પાસે આવીને તેઓશ્રીનો અમૃતોપમ સુધાતુલ્ય ઉપદેશ સાંભળવા લાગ્યાં (જુઓ ચિત્ર ૫૫). આ પ્રાણીઓમાં એક હરણ પણ હતું કે જે ચોવીસે કલાક બલદેવમુનિની બાજુમાં જ રહેતું હતું, અને મહાદ્વ સમયે (ગોચરી કરવાના સમયે) આમતેમ જંગલમાં મુસાફરની શોધ કરીને કોઈ મુસાફર વગલમાં આવ્યું હોય તે ઇગિતાકારથી બલદેવમુનિને પોતાની પાછળ પાછળ બોલાવીને તે મુસાફર પાસે લઈ જતો અને તે રીતે હમેશાં બલદેવમુનિ તે મુસાફરો પાસેથી ગોચરી વહોરીને આહારપાણી કરતા તે સમયે, હરણુ ઊભોજા ભાવના ભાવતે. તે પ્રસંગને લગતું એક કાવ્ય આચાર્ય શ્રીવિજયાહનસુરિશ્વરજીના શિષ્ય ઉપાધ્યાયજી શ્રીપ્રીતિવિજયજીના સંગ્રહમાંની “પ્રાસ્તવિક દ’ની એક પ્રાચીન હસ્તલિખિત પ્રતમાંથી મને તેઓશ્રીએ આપેલું, તે નીચે મુજબ છે – ‘ભાવના ભાવે (૨) હરણ લે, નયને નીર ઝરંત; મુનિ વહરાવત ફરી ફરી, જેને હું માણસ હુંત. | ૧૨ માં એક પ્રસંગે કઈ રથકારક જંગલમાં લાકડાં કાપવા આવ્યા અને ઝાડ ઉપરથી લાકડાં કાપતાં કાપનાં મધ્યાહ્ન થઈ જવાથી એક લાકડું અરધું કાપીને ઝાથી નીચે ઉતરીને ઘેરથી લાવેલું ભાથું વાપરવા નીચે ઊતર્યો તે સમયે આ રથકારક હરણિયાએ જવાથી બલદેવમુનિને ઇગિતાકાથી તે સ્થળે બોલાવી લાવ્યો, મુનિને જેને પૂર્વપૂણ્યના ઉદયે રથકારકને પણ આવા જંગલમાં મુનિનો યોગ મલવાથી અચાનક થયો ને પોતાની પાસેના ભાથામાંથી બલદેવમુનિને (માપવાસના પારણે) વહરાવ્યું. ચિત્ર પ૪ મૃગ બળદેવમુનિ અને રથકારક. ચિત્રની જમણી બાજુએ ઝાડની નીચે બલદેવમુનિ બે હાથ પ્રસારીને ભિક્ષા લેતા અને તેઓની ડાબી બાજુએ હરણ ઊભુંકાવ્યું તેમની તપસ્યાની તથા રથકારકની આહારપાણી વહોરાવવા સંબંધીની ભક્તિની અનુમોદના કરતું દેખાય છેચિત્રની ડાબી બાજુએ એક ઝાડની નીચે રથકારક બે હાથે આહારને પિંક મુનિને વહરાવવાની ઉત્સુકતા બતાવતે ચિત્રકારે બહુ ખૂબીપૂર્વક ચીતરેલો છે, રથકારની ડાબી બાજુએ તેને લાકડાં કાપીને લાકડાંથી ભરેલું ગાડું તથા ગાડાનાં બે બળદો. જેમાં એક જમીન ઉપર બેઠેલો તથા એક ઊભા એવો ચીતરીને ચિત્રકારે પિતાની કળાનો સુંદર દાખલે બેસાડે છે; કારણ કે બે ઈંચ જેટલી સંકુચિત જગ્યામાં આટલાં પ્રાણીઓની આકૃતિઓ અને તે પણ તાદશ સ્વરૂપે રજુ કરવી તે વૃત્તાંતનિરૂપણની તેની સચોટ બુદ્ધિ દાખવે છે. આ જ સમયે જે ઝાડ નીચે આ ત્રણે જણ ઊભા છે અને તેની ડાળીનો જે થોડો ભાગ કાપવાનો બાકી છે તે પવન આવવાથી ડાળી તુટી પડીને તે ત્રણેના ઉપર પડવાથી ત્રણે જણું મૃત્યુ પામે છે અને મૃત્યુ પામીને ત્રણે જણ એક જ દેવલોકમાં સમાન બદ્ધિવાળા દેવતરીકે સાથે ઉત્પન્ન થાય છે. દેવલોકને પ્રસંગ બનાવવા માટે ચિત્રકારે ચિત્રના ઉપરના વચગાળના ભાગમાં વિમાનની આકૃતિ ચીતરી છે અને એ રીતે કરનાર-થકારક કરાવનાર-બલદેવમુનિ અને અનમોદનાર–હરણ ત્રણે જણ એક જ સ્થાનકે પહોંચ્યા તે બતાવવાનો આશય ચિત્રકારે બરાબર સાચવ્યો છે. આ ચિત્રમાં પણ મુનિને એક બાજુનો ખભો ખુલ્લો છે. આખા યે આ ચિત્રવસંગ્રહમાં આ બંને ચિત્ર બહુ જ ભાવવાહી છે.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy