SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૨૩ ચિત્ર ૫૬ તીર્થકર શ્રી શાંતિનાથ. ઉપરોક્ત પ્રતના પાના ૯૯ ઉપરથી વચમાં શાંતિનાથ ભગવાનની પીળા વર્ણની મૂર્તિ છે તેના માથાના વાળ જીવંત મનુષ્યની માફક કાળા રંગથી ચિત્રકારે આ ચિત્રમાં રજુ કર્યા છે, તેઓની મૂર્તિ પદ્માસનની બેઠકે પબાસન ઉપર બિરાજમાન છે, બંને બાજુએ બે ઉભી આકૃતિઓ ચામર ધરનારની છે. ઉપરના ભાગમાં બંને બાજુ હાથી ઉપર એકેક આકૃતિ બેઠેલી છે જે ચીતરવાનો ચિત્રકારનો આશય પ્રભુના જન્મ સમયે ઇંદ્ર હાથી ઉપર બેસીને આવે છે તે બતાવવાનો હોય એમ લાગે છે. ચિત્ર પણ મેઘરથરાજની પારેવા ઉપર કણ. પ્રતના પાના ૨૪૧ ઉપરથી શાંતિનાથ ભગવાન પૂર્વના બાર ભો પૈકી દસમાં ભવમાં મેઘરથ નામે રાજા હતા તે સમયના એક પ્રસંગને લગતું આ ચિત્ર છેઃ“મેઘરથ રાજાની ઉત્કૃષ્ટ કરુણાની સભામાં ઇદ્ર એક વખતે પ્રશંસા કરતાં કહ્યું કેઃ “આ સમયમાં રાજા મેઘરથ જેવો કોઈ પરમ દયાળુ પુરુ પૃથ્વીતટ ઉપર વિદ્યમાન નથી.” તે સમયે આ સાંભળીને એક દેવ તુરત જ સભામાંથી ઉઠીરાજા મેઘરથની પરીક્ષા કરવા માટે ઉઘુક્ત થયો છતો પારેવા અને સિંચાણના બે રૂપ વિકુવીને આગળ ભયથી થરથર કંપતો પારેવો અને પાછળ સિંચાણે એવી રીતે રાજા મેઘરથ જ્યાં રાજ્યસભામાં બેઠે છે ત્યાં ગયો. પારેવો ભયથી વિવળ થઈને રાજાના ખોળામાં જઈને પડો અને મનુષ્યની ભાષાથી બાલવા લાગ્યું કેઃ “હે રાજન ! હું બહુ જ ભયભીત છું અને તમારા દયાળતા આદિ ગુણેની કીર્તિ સાંભળીને તમારા શરણે આવ્યો છું. શરણાગતનું રક્ષણ કરવું તે મનુષ્ય માત્રની ફરજ છે તેમાંએ શરણે આવેલાનું પ્રાણપતિ પત્રિએ રક્ષણ કરવાનું ચૂકતા નથી. રાજાએ તે પારેવાને ધીરજ અને આશ્વાસન આપતાં કહ્યું કે “તું ગભરા નહિ ! હું તારું પ્રાણુતિ પણ રક્ષણ કરીશ.' આ પ્રમાણે ક્યાં બોલી રહેવા આવ્યો કે તરતજ તેની પાછળ પડેલા સિંચાણ ત્યાં આવ્યો અને બોલવા લાગ્યું કે“હે રાજન ! હું બહુ જ દિવસનો સુધાથી પીડાએ છું અને આ પારે મારું ભક્ષ છે માટે અને તે સંપી દો ! તમે મને નહિ સેપે તે છેડા જ સમયમાં સુધાની પડાથી મારા પ્રાણ નીકળી જશે.' રાજાએ તેને બહુ સમજાવ્યા પરંતુ જ્યારે તે કોઈ પણ પ્રકારે ન સમયે ત્યારે તે પારેવાની ભારોભાર રાજાએ પોતાનું માંસ આપવું અને તે પણ પોતાના હાથે જ કાપીને આપવું એમ ઠરાવવામાં આવ્યું. આ પ્રમાણે નક્કી થયા પછી રાજા મંત્રી પાસે પોતાનું માંસ કાપવા માટે મેટી છરી મંગાવે છે. આ સમયે આ સઘળે વૃત્તાંત અંત:પુરમાં રહેલી રાણીઓની જાણમાં આવતાં સારાએ અંતઃપુરમાં તથા નગરમાં હાહાકાર વર્તી રહ્યો.' આ પ્રસંગને લગતું એ ચિત્ર છે. ચિત્રમાં જમણી બાજુએ મેધરથ રાજા સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા છે, અને તેના જમણા હાથમાં મોટું ખતલવાર છે તથા પોતાના ડાબા હાથથી મંત્રી તથા રાણીને શેરબકોર નહિ કરવા સમજાવતા હોય એમ લાગે છે. સિંહાસનની નીચેના ભાગમાં પારે ચીતરેલ છે, રાજાની પાસે ચિત્રની વચમાં મંત્રીના હાથમાં પોતાની તલવાર છે. ડાબી બાજુએ અંતઃપુરની રાણીઓ પૈકીની એક રાણી તદ્દન સાદા વેશમાં (માણસ જ્યારે એકદમ ગભરાઈ જાય છે ત્યારે તેને પોતાના કપડાતાનું ભાન હોતું નથી) જમણે હાથ લાંબો કરીને શોરબકોર કરતી અને
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy