SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૨૧ બનેને દુરિત્ર અરવિંદ રાજાને નિવેદન કર્યું. તે સાંભળીને રાજાએ કોટવાલને બોલાવીને આ પ્રમાણે આદેશ કર્યો કેઃ “અરે આ કમઠને તુરત નિગ્રહ કરો.' ચિત્રમાં અરવિંદ રાજા ઝાડ નીચે સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા છે, સિંહાસનની પાછળ ચામર ધરનારી સ્ત્રી ચામર વીંઝી રહી છે, રાજાની આગળ કમને પકડી આણીને તેના કે અને ખભા વચ્ચેના હાથથી પકડીને પાછળ કોટવાલ ઉભે છે. કેટવાલની કમ્મરે લટકતી તલવાર ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે. અરવિંદ રાજા બંનેના સન્મુખ જેતે કમઠનો નિગ્રહ કરીને તેના હાથમાં દેશવટાને લેખિત હુકમ આપતો દેખાય છે. આ ચિત્ર તેરમા સૈકાની રાજ્યવ્યવસ્થાનું એક અનુપમ દૃશ્ય પૂરું પાડે છે. પ્રતના પાના ૨૯ ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યું છે. ચિત્ર ૫૩ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પ્રતના પાના ૩૦ ઉપરથી; ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે. ઉપરના પ્રસંગમાં ગુમહારાજ ભદ્રાસનની ઉપર બેઠા છે અને તેમની સન્મુખ સ્થાપનાચાર્યજી છે. સામે એક શિષ્ય બે હાથે તાડપત્ર પકડીને ગુરુ મહારાજ પાસે પાઠ લેતે હોય એમ દેખાય છે, ગુરુ મહારાજના ભદ્રાસનની પાછળ ગુરુની સેવા-સુશ્રષા કરતે એક શિષ્ય હાથમાં અને છેડે પકડીને ઊભેલો છે. ચિત્રના નીચેના પ્રસંગમાં ત્રણ સાધ્વીઓ સામે બેઠેલી બે શ્રાવિકાઓને ઉપદેશ આપતી હોય તેમ દેખાય છે. ચિત્ર ૫૪-૫૫ પ્રતના પાના ૯૮ ઉપરથી. આ ચિત્રપ્રસંગ બલદેવમુનિ, મૃગ-હરણ અને રથકારક એ ત્રણ વ્યક્તિઓ (કરનાર, કરાવનાર અને અનુમોદનાર) સરખું જ ફલ પામે છે તેને લગતો છે. ઉપાધ્યાયજી શ્રીવીરવિજયજી કૃત “ચોસઠ પ્રકારી પૂજા’ના૮ કલશમાં આ પ્રસંગને નીચે પ્રમાણે વર્ણવ્યો છે – મૃગ બલદેવ મુનિ રથકારક, ત્રણ્ય હુઆ એક ઠા; કરણ, કરાવણને અનુમોદન, સરીખાં ફલ નીપજયારે. –મહાવીર જિનેશ્વર ગા. જૈન સંપ્રદાયની માન્યતા પ્રમાણે વાસુદેવ શ્રીકૃષ્ણના મેટાભાઈ બલદેવ શ્રીકૃષ્ણના મૃત્યુ પછી સંસાર પ્રત્યે વિરાગભાવ ઉપજવાને લીધે જૈન શ્રમણપણનો સ્વીકાર કરે છે, શ્રમણપણાનો સ્વીકાર કર્યા પછી પોતે દરેક ગામ તથા નગરોમાં વિચરતાં હતાં. પરંતુ પ્રસંગ એમ બન્યો કે બલદેવજી પોતે બહુ જ સ્વરૂપવાન હોવાથી નગરની સ્ત્રીઓ તેમને જોઈને પોતાને કામધંધે ભૂલી જતી અને તેમને મુનિ પ્રત્યે મોહભાવ ઉપજતે. થોડાક સમય પછી આ વસ્તુસ્થિતિ બલદેવમુનિના જાણવામાં આવી એટલે પોતે અભિગ્રહ કર્યો કે મારે હવે ગેચરી માટે શહેરમાં જવું જ નહિ. આ અભિગ્રહ કરીને જંગલમાં રહેવા લાગ્યા અને ઉગ્ર તપસ્યા કરવા લાગ્યા, તેઓના તપ:તેજથી આકરને પરસ્પર જાતિ વિરવાળાં પ્રાણીઓ પણ પોતાનું અતિવૈર ભૂલી જઇને તેઓ ૩૮ જુઓ ‘વિવિધ પૂજા સંગ્રહમાં ચેસડ પ્રકારી પૂા.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy