SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જૈન ચિત્રક૯પમ ચિત્ર નં. પ નો પુરાવો આપે છે તે ચિત્ર તો સાધુઓનું છે. પ્રાચીન ગુજરાતી ચિત્રકારોએ હમેશાં જૈન સાધુઓનાં ચિત્રોમાં એક ખભે ખુલ્લો અને સાધ્વીઓનાં ચિત્રોમાં સારું શરીર વસ્ત્રથી આચ્છાદિત રાખવાનો નિયમ પરંપરાએ સાચવ્યો છે. બીજું મિ. બ્રાઉન જણાવે છે કે બંનેના જમણા હાથમાં ફૂલ છે તે તેઓની માન્યતા તો જૈન સાધુ-સાધ્વીઓના રીતરિવાજોની અજ્ઞાનતાને આભારી છે, કારણકે ત્યાગી એવાં જૈન સાધુ-સાધ્વીઓને સચિત દ્રવ્યને ભૂલથી-અજાણ્યે પણ અડકી જવાય તો તેને માટે “નિશીથજૂoff', “સાધુસમાજાર’ વગેરે પ્રાયશ્ચિત્ત ગ્રન્થોમાં પ્રાયશ્ચિત્ત બતાવેલાં છે. જ્યારે ભૂલથી પણ સચિત દ્રવ્ય-વસ્તુને અડકી જવાય તો પ્રાયશ્ચિત આવે તે પછી વ્યાખ્યાનઉપદેશ દેવાના સમયે હાથમાં કૂલ રાખવાનું સંભવી જ કેમ શકે? બીજું ખરી રીતે બંનેના હાથ તદન ખાલી જ છે, ફક્ત જમણા હાથને અંગુઠો અને તર્જની-અંગુઠા પાસેની આંગળી–ભેગી કરીને પ્રવચન મુદ્રા'એ બંને હાથ રાખેલા છે, ૩૭ ચિત્ર પ૧ જન શ્રમણોપારિકા-શ્રાવિકાઓ. ચિત્ર ૫૦વાળી પ્રતિમાને તે જ પાના ઉપર આ બંને શ્રમણે પાસિકાઓ ચિત્ર ૫૦ વાળી પ્રતમાં ચીતરેલી સાધ્વીઓના ઉપદેશથી આ પ્રત લખાવનાર જ હશે તેમ મારું માનવું છે. આજે પણ શ્રાવિકાઓ સાધ્વીએના ઉપદેશથી કેટલાં યે ધાર્મિક કાર્યો કરે છે. બંને શ્રાવિકા કિંમતી-બહુમૂલ્ય વસ્ત્રાભૂષણોથી સુસજિત થઈને બંને હાથની અંજલિ જેડીને (ચિત્ર ૧૪ની માફક) ઉપદેશ શ્રવણ કરતી સ્વસ્થ ચિત્તે બેઠેલી છે. ચિત્ર ૫૦ના સાધ્વીઓના ચિત્રમાં નવા પ્રકારનું ચિત્રવિધાન દૃષ્ટિએ પડે છે. બે પાત્રોને ગોઠવવાની તદ્દન નવીન રીત દેખાય છે. અઘરું કામ પણ ઘણી ખુબીથી પાર પાડયું છે. ચિત્ર ૫૧ ની સ્ત્રી-પાની બેસવાની રીત, અલંકાર, વસ્ત્રો અને ખાસ કરીને માથાંની સુશોભના સંસ્કાર અને ખાનદાની દર્શાવે છે. Plate XVI ચિત્ર પર અરવિંદ રાજા અને મરૂભૂતિ. પાટણના સંપા. ભંડારની દાબડા નં. ૯૯ ની પત્ર ૨૬ ૭ તાડપત્રની “સુબાહુ કથા” આદિ નવ કથાઓની વિ.સં. ૧૩૪૫ (ઈ.સ. ૧૨૮૮)માં લખાએલી તાડપત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી ચિત્ર ૫૨ થી ૫૯ સુધીનાં આઠ ચિત્રો લેવામાં આવ્યાં છે. તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના પૂર્વના દસ ભવો પૈકીના પહેલા ભવનો આ એક પ્રસંગ છે. પહેલા ભવમાં તેઓ પોતનપુરના અરવિંદ રાજાના રાજદરબારમાં વિશ્વભૂતિ નામે એક ધર્મપરાયણ પુરોહિત હતો તેના મરૂભૂતિ નામે પુત્ર હતા. અને તેમને કમઠ નામને એક નાનો ભાઈ હતો. મરૂભૂતિને જીવપ્રકૃતિએ સરલ, સત્યવાદી અને ન્યાયપ્રવીણું હતું ત્યારે કમને જીવ દુરાચારી, લંપટી અને કપટી હતે. કમઠને અરૂણુ નામની અને મરૂભૂતિને વસુંધરા નામની પ્રાણવલભા હતી. અન્યદા ભરૂભૂતિની સ્ત્રી વસુંધરા કામાંધ થઇને કમઠની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગી. કમઠની સ્ત્રી અરૂણાએ આ બધું અનુચિત જાણુંને મરૂભૂતિને નિવેદન કર્યું. પછી એક વખત મરૂભૂતિએ તે ૩૭ જુઓ કુટનોટ ૧૨.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy