SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકપકુમ પ્રાપ્તિ શ્રી સારાભાઈ નવાબને ગુજરાતમાંથી થઈ છે. તે ચિત્રો આ પરંપરાને અનુસરીને હશે એમ અનુમાન થાય છે. એ એક એકલ પાનાની શેપ લાગવાથી આખાયે રતિરહસ્યની સચિત્ર પિથી કઈ દિવસ ભવિષ્યમાં હાથ લાગે એવો સંભવ છે. એકંદરે આ શેષ મહત્ત્વની છે; કારણકે અત્યાર સુધી ન તથા બ્રાહ્મણીય ધાર્મિક ગ્રંથોની જ ચિત્ર આવૃત્તિઓ ગુજરાતમાંથી પ્રાપ્ત થઈ હતી, પરંતુ “વસંતવિલાસ’ના જેવા અ-ધાર્મિક અને સામાજિક તથા શંગારવિષયક રતિરહસ્યની સચિત્ર પોથીઓની ભાળ લાગવાથી ગુજરાતી કલાકારોની વિષયમર્યાદા વિસ્તૃત હતી એની ખાત્રી થાય છે. સાથેસાથે એટલું પણ જાણી શકાય છે કે ગુજરાતના મધ્યકાલીન સમાજમાં કેવલ ભક્તિ કે વૈરાગ્યના વિપો જ કવિહૃદયને સ્પર્શ કરતા હતા એમ નહેતું. જીવનને ઉદલાસ તેમના જીવનના અનેક માને એક હશે એમ આ ઉપરથી માનવું પડે છે. લાકડાને નારીકુંજરઃ અજિતનાથનું દેરાસર અમદાવાદની ઝવેરીવાડમાં વાઘણપોળમાં આવેલા અજિતનાથના દેરાસરમાં એક લાકડાના કોતરકામવાળા હાથી છે. વૈષ્ણવ મંદિરમાં લાકડાના પૈડાવાળા ઘડા જોડી ઠારીની રથયાત્રાનો ઉત્સવ જેમ ઉજવાય છે તેમ આ દેરાસરમાં લાકડાને હાથી પહેલાં જૈનોના રથયાત્રાના વરઘોડામાં સૌથી મોખરે રહેતે હ. આ હાથીના આકારનું સૂક્ષમતાથી નિરીક્ષણ કરતાં જણાય છે કે એમાંનું કોતરકામ “નારી-કુંજરની જ સ્પષ્ટ આકૃતિઓ ઉપજાવી આપે છે (જુઓ ચિત્ર નં. ૧૫૨–૧પ૩). ધાર્મિક વાતાવરણમાં ઉપગમાં આવતા આ કોતરકામનું મૂળ ધર્મમાં ખેંળવું પડે તેમ છે, કારણકે કામશાસ્ત્ર સાથે તેનો રજ પણ સંબંધ ધટાવવાને અવિનય કોઈ પણ ન કરે.૨૦ પરથી જોઈ શકાય છે કે “નારીકુંજરની સંજના ગુજરાતમાં ત્રણ સૈકાઓથી પરિચિત છે અને તેની પરંપરા અખંતિ રહી છે. “નારીકુંજરની કલ્પના ગુજરાતી જ નહિ હોય ? વૈષ્ણવ મંદિરમાંનું નારીકુંજર ચિત્ર “નારી-કુંજર'નાં જે આલેખનોને પરિચય ઉપર કરાવ્યા તે બધાંનો સંબંધ કંઈ ને કંઈ કામશાસ્ત્ર સાથે હોય એમ કહેવું પડે છે, માત્ર લાકડાના કતરકામવાળા હાથીની આકૃતિ સિવાય. શૃંગારમાંથી ભક્તિમાં સંક્રાંતિ થઈ હોય એમ આપણે માનીએ તો તે માટે આધાર સાંપડવ્યા નથી. ગુજરાતનાં વૈષ્ણવ મંદિરમાં રાજપૂત સંપ્રદાયની અથવા નાથદ્વારા સંપ્રદાયની પીછીનાં “નારીકુંજર' ચિત્રો જોવામાં ૨૦ શ્રીયુત મનુલાલની આ કપના વાસ્તવિક અને યથાર્થ છે. આ લાકડાના નારી કુંજરમાં બે બાજુએ આડ આડ સ્ટીઓ કોતરવામાં આવી છે. તે કાતવાને આશય કેવળ ધાર્મિક જ હવે સંભવિત છે અને તે નીચે પ્રમાણે દરેક તીર્થંકરનો જન્મ મહોત્સવ કરવા ધર્મન્દ્ર જાય છે, તે વખતે તેની સાથે તેની આડ અગ્રમહિલી-પટ્ટરાણીએ પણ હોય છે, અને તે સધળએ ગીત ગાતી ગાતી જાય છે. વળી સંધર્મેન્દ્રનું વાહન (ઐરાવણ) હાથી છે, તેથી અહીં શિ૯પકારે હાથીની દરેક બાજુએ જુદાં જુદાં વાજીંત્રો વગાડતી આડ અગ્નમહિલીએાની, તથા હાથીના કુમ્ભસ્થળ ઉપર મહાવત અને આસન ઉપર ઇદ્રની જુઆત કરીને, ઇન્દ્ર તથા તેની પટ્ટરાણુંઓ જન્મ મહેસૂવ કરવા જાય છે તે પ્રસંગની કપના લઈને આ નારીકુંજર બનાખ્યો હોય એમ લાગે છે. – સંપાદક
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy