SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સંજનાચિત્રો આવે છે. ૨૧ અહીં આપેલું ચિત્ર (નં. ૧પ૦) વડોદરાની દેસાઈ શેરીમાં આવેલા શ્રીનાથજીના મંદિરમાં છે. આ નારીકુંજર ઉપર શ્રીકૃષ્ણ બેઠેલા દેખાય છે. તેમના હાથમાં કમળફૂલ છે. “નવ નારીઅશ્વ'નો પરિચય (ચિત્ર નં. ૧૫૧) કરાવતી વખતે જે ગોપીઓની સંજનાનો ઉલ્લેખ કર્યો હતો તેવી જ સાજનાઠારા કેજરની આકૃતિ સિદ્ધ થએલી છે; પરંતુ અહીં નવની જ સંખ્યાનો મેળ રહ્યા નથી. બીજા અને ત્રીજા પગ વચ્ચેની એક સ્ત્રી હાથીના પેટની લંબાઇને પહોંચી વળવા માટે બે હાથ વડે મૃદંગ બજાવતી હોય એમ, અહીં તેમજ કલ્પસૂત્રના હાંસિયામાંના કેજરમાં, નારીઅશ્વમાં અને પ્રસ્તુત વૈષ્ણવ નારીકુંજરમાં પણ ચિત્રકારે યુક્તિ કરી છે. બાકીની સંજનાઓ તેના વગરની છે. તેથી તે કોઈ બીજા નમૂના ઉપરથી ઉતારવામાં આવી હોય એમ સંભવે છે. નવ નારીકુંજરઃ વૈકલિપક અર્થ સર વિલિયમ જેન્સર એશિયાટિક રીસચિઝના પહેલા વર્ષના પુસ્તકમાં ગ્રીક, રોમન અને હિંદુ દેવતાઓની ઉત્પત્તિ સંબંધી તુલનાત્મક લેખ લખ્યું છે. ત્યાં કૃષ્ણને ગ્રીક એપાલો સાથે સરખાવ્યા છે૨૩ અને “નવ નારી-કુંજનો અર્થ સમજાવવા પ્રયત્ન કર્યો છેઃ “નવને અર્થ ની સંખ્યા લઈને અથવા “નવ' એટલે “અભિનવ વયવાળા” એમ પણ લઈને થઇ શકે. નીચેના કમાં નવો અર્થ બંને રીતે ઘટાવી શકાય છે: तरणिजा पुलिने नव बल्लवी परिषदा सह केलिकुतूहलात् । द्रुतविलम्बित चारु विहारिणम् हरिमहं हृदयेन सदा वहे ।। નારીકુંજ૨ : બંગાળ ચિત્રપટ એક અજાયબ જેવી વાત છે કે “નવ નારીકુંજરની ગુજરાતી સંજનાનો પ્રચાર દૂરદૂર બંગાળામાં થએલે જોવામાં આવે છે. તે છુટક ચિત્રોમાં નહિ, પરંતુ લાંબા ચિત્રપટમાં. શ્રીકૃષ્ણલીલાના ત્રિરંગી ચિત્રપટો કાપડ પર ચોટાડી તેનાં લાંબાં ટીપણાં ભાવિક ભકતના ઉપયોગ માટે ચિત્રકારો તૈયાર કરતા હતા. બંગાળામાં શ્રીકૃષ્ણ ચૈતન્ય શરૂ કરેલી શ્રીકૃષ્ણ-રાધાની ભક્તિના જુવાળ એટલે મેટા ૨૧ શ્રી સારાભાઈ નવાબ મને જણાવે છે કે અમદાવાદના શ્રી સીમંધરસ્વામીના જૈન મંદિરમાં નારીકુંજરની આકૃતિ એક ભિત્તિચિત્ર તરીકે આજે પણ જોઈ શકાય છે. પ્રસ્તુત નારી કુંજરની ગુજરાતી સંજનાની લોકપ્રિયતાને એ એક વિશેષ પુરાવો છે. ૨૨ જુએ : “ Krishna in his early youth selected nine damsels as his favourite, with whom he passed his gay hours in dancing sporting and playing on his flute. For the remarkable number of his gopies I have no authority but a whimsical picture, where nine girls are grouped in the form of an elephant on wnich he sits and pipes; and unfortunately the word Nava signifies both nine and new or young." -'On the Gods of Greece, Italy and India'-Asiatic Researches Voi l. (1799) ૨૩ “ Hindu Pantheon” (864, p. 293) માં આ સામ્ય વળી આગળ લઈ જવામાં આવ્યું છે : Krishna's favourite resort is the bank of Jumna where he and the nine gopies, who are clearly the Apollo and Muses of the Greeks, usually spend the night in music and dancing.'
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy