SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ કૂકડે (ચિત્ર નં. ૧૪૮) મનુષ્ય-આકૃતિઓની ગોઠવણીથી બનેલાં અચેતન પદાર્થોનાં આકારચિત્રોને વિચાર કર્યો. હવે હાલતાં ચાલતાં સચેતન ચિત્રોને પરિચય કરીએ. સાત સ્ત્રીઓની સાહાથી એક કલાકારે કુકડાની આકૃતિ સિદ્ધ કરી છે. એમાં કલગી અને પીછાંનો આભાસ વસ્ત્રના ઊડતા પાલવથી બતાવવાને બદલે સંયોજકે વાસ્તવિક પીછાં જ ચીતર્યાં છે. તેને લીધે ચિત્રાભાસદારા જામેલી કુકડાની છબી ઊડી જાય છે અને અવાસ્તવિકતાને સહજ ખ્યાલ આવતાં ચિત્ર માત્ર પીછીના પ્રયોગની વસ્તુ બની જાય છે. નારીઅશ્વ (ચિત્ર ને. ૧૪૯) પ્રાણી યેજનાનો બીજો મળી આવેલા પ્રયોગ અશ્વની આકૃતિનો છે. અશ્વને સંયોજનાનો વિષય બનાવ્યાની રૂઢિ પ્રાચીન જણાય છે; કારણકે સંજનાના નિર્માણકાને અનુસરતાં તેનાં ત્રણ જુદાંજુદાં સ્વરૂપે પ્રાપ્ત થયાં છે. પહેલો નમૂનો છે. કલાયુકત છે અને પ્રમાણમાં વળી આધુનિક પણું જણાય છે. એમાં પાંચ સ્ત્રી આકૃતિની ગોઠવણ દ્વારા અશ્વનું સ્વરૂપ ધ્વનિત કર્યું છે. છતાં તે ઉપરાંત બીજી અનુપૂરક રેખાઓની મદદ પણ આલેખકને લેવી પડી છે. એટલે આ આકૃતિ કેવલ સંયોજનાની કલાથી બનેલી નથી. તેની ઉણપ રેખાંકનથી પૂરવી પડી છે. સ્ત્રીઓના તથા તે ઉપર બેઠેલા પુરુષોત્તમ (પ્રભામંડળ હોવાથી)ના આલેખનમાં જીવતા નથી. છતાં નોંધવા જેવી ખાસ વસ્તુ આમાં હોય તો તે અશ્વને પૂંછડાની ગોઠવણ છે. ચમ્મર ખભે નાખીને, ગતિમાં હોય તેમ પગ રાખી ઊભેલી સ્ત્રી, ઘેડાને લગભગ પૃષ્ઠ ભાગ ઉપજાવી આપે છે; અને ચમ્મરથી ભરાવદાર પૂંછડાનો બરાબર ખ્યાલ લાવે છે. પરંતુ સ્ત્રીઆકૃતિનો અંગભૂત ભાગ એ નથી. મુખસ્થાને ગોઠવેલી સ્ત્રીની વેણી કેશવાળીને આભાસ ઉત્પન્ન કરે છે. નારીઅશ્વ, રાજપૂત-સુગલ સમય (ચિત્ર નં. ૧૫૧). બીજે નમૂને રાજપૂત અને મુગલ કલાના સંધિકાળનો એટલે લગભગ સત્તરમા શતકના પ્રારંભકાળનો છે. વડોદરાના પુષ્ટિ સંપ્રદાયના શ્રીનાથજીના મંદિરમાં એ અસલ ત્રિરંગી ચિત્ર સચવાઈ રહેલું છે. કલાને એ સુંદર નમૂને છે. એમાં નવનારીની રચના છે. ચિત્ર સર્વાંગસુંદર છે. મુખને આભાસ કરાવનારી મુખસ્થાને ગોઠવેલી સ્ત્રીની હસ્તસંજના ખૂબ જીવંત છે. પગનો આભાસ પાયજામાથી ઠીક સાવ્યો છે. કેશવાળી તો મુખસ્થાને આવેલી ગોપીની વેણથી જ અહીં પણ બનેલી છે. ઘોડાની લંબાઈ સાધવા માટે વચ્ચેની ગોપીના હાથમાં મૃદંગ આપ્યું છે. છત્ર, ચમ્મર અને પ્રભામંડલના સાથથી ગોકુલવૃન્દાવનના શ્રીકૃષ્ણ એક રાજવી જેવા દીપે છે. ferent subjects. In a palanquin picture copied from a book containing illuminated specimens of Arabic & Persian penmanship marked Laud A, 131 in the Bodleian library, Oxford, one of the seven wonien, in ratlier a curious posture, fornis the arch over the head of dcity : which seemed to be in the style of a Mohomedan." p. 129.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy