SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સંયોજનાચિત્રો નારી-અશ્વ ગુજરાતી ચિત્રકલા (ચિત્ર નં. ૧૪૫) ત્રીજે નમૂને અત્યાર સુધીમાં જાણમાં આવેલાં સંયોજનામાંનું એક ખૂબ પ્રાચીન આલેખન છે. “નારી-શકટ'ના પરિચય વખતે ઉલ્લેખેલા પૃષ્ઠના ડાબી બાજુના હાંસિયામાં તે આલેખેલું છે. ચિત્રકારનો પ્રધાન વિષય ધાર્મિક ગ્રંથની પ્રતિકૃતિને સુશોભિત કરવાનો છે, છતાં એના કલાપ્રેમી આત્માએ પોતાના હદયની કલ્પનાસૃષ્ટિને પ્રકટ કરવાની ઠીકઠીક તક સાધી છે. પ્રસ્તુત નારી અશ્વમાં ધ્યાન ખેંચનારી એક વિશેષ વસ્તુ છે. અહીં ઘોડાને સવાર પુરુષ નથી, પણ એક સ્ત્રી છે. તેના અનુચરો-છત્ર અને ચામર ધરનાર પણ સ્ત્રીઓ જ છે. સવાર થએલી હરી કાણું હશે તેનો વિચાર–આ આકૃતિની સામી બાજુના હાંસિયામાં ચિત્રકારે નારી-કેજરની સયાજના રજુ કરી છે—તેને પરિચય આપતી વખતે કરીશું. આમ એક જ પાનાના હાંસિયામાં સંજનાલાનાં ત્રણત્રણ સ્વરૂપે ભરી દઈ, ચિત્રકલાના વિષયમાં કલાકારે પોતાનો કપનાવૈભવ વ્યક્ત કરી પોતાનું અપૂર્વ નૈપુણ્ય સિદ્ધ કર્યું છે. તે એટલે સુધી કે આટલું એક જ પાનું ચિત્રકારની કુશળતાને યથાસ્થિત પરિચય કરાવવાને સમર્થ છે. નારી-કુંજર હિંદી કલામાં હાથીનું સ્થાન અપૂર્વ છે: શિપમાં તેમ જ ચિત્રમાં પણ. અજંતાનાં ભિત્તિચિત્રાના સમયથી માંડી મંદિર શિલ્પના ગજથરમાં તથા શમનચિત્રોમાં પણ સમૃદ્ધિસૂચક હાથીની અનેકવિધ આકૃતિઓ નજરે પડે છે. નારી-કુંજ ૨: ભાત તે ઉપરાંત “નારી-કુંજર’ની ભાત ગુજરાતનાં પટોળાંમાં આવતી ભાતમાં બહુ જાણીતી છે. વેદાન્તકવિ અખાબકતે “અનુભવબિંદુમાં એ લોકપ્રસિદ્ધ વસ્તુનું રૂપ લઈ, સગુણ અને નિર્ગુબ્રહ્મને સંબંધ સમજાવ્યો છે. પૂતળીઓના હાથીની છાપનું વસ્ત્ર એટલે નારીકુંજર-ચીરનું પાત (પટેલ)-એ નિર્ગુણ બ્રહ્મ છે; બીજી રીતે કહેતાં, પૂતળીએ (નારી) તે જીવો અને હાથી (કુંજ૨) તે સગુણ બ્રહ્મ (ઈશ્વર) છે; આમ “નારી-કુંજરને પરિચય સત્તરમા સૈકાના ગુજરાતી સમાજને હતું એમ જણાઈ આવે છે. ૧૧ જુએ, દી. બા. કે. હ. ધ્રુવ સંપાદિત વેદાન્તી કવિ અખાકૃત “અનુભવબિંદુ” (પૃ. ૮) નવ ભૂલે તું ધાટિ, નાટ સહુ જાણે છે પિડ તેનું બ્રહ્માંડ: છાંડ સહી ન્હાનું મા. સુક્ષમ તેવું લ; સ્થલ સક્ષમ નહિં અંતર: નારીકુંજર ચીરિ ધીર થઈ નુએ પરંતર, પૂતળી જતાં બહુલતા ષટતલમાં દટે પડે : વિરાટ હતી તે અખા ! દીસે બહુલતા એ વડે.-૨૭, જીવ ને ઈશ્વર દાયકાય નથી એણે ધામે; કુંજર દષ્ટાંતિ જંત ઇશ્વરને કામે.-૨૮.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy