SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિકપુત્ર નદીષેણનો વેશ્યાગૃહમાં ઘેર અનિગ્રહ નદી તૃણ માફક રાજ્યભવનો ત્યાગ કર્યો. પ્રવ્રયા અંગીકાર કરીને, આગમશાસ્ત્રો ભણીને તવમાં રુચિવાળા તે એકાકી-વિહાપ્રતિમા ધારણ કરીને તે કોઈક સમયે અચાનક ગોચરી માટે વેશ્યામંદિરમાં ગયા અને મોટા અવાજથી લાભ એમ બોલ્યા. વિલાસ અને કટાક્ષયુક્ત પુષ્ટ મનોહર અંગવાળીએ ઉભા થઈને હાસ્ય અને માધુર્યથી કહ્યું કે, “દામનો લાભ” બોલે. હે મુનીન્દ્ર ! અમારે ધર્મનું શું પ્રયોજન હાયર અહિં તે દામ-ધનની જ કિંમત હોય છે. અક્ષરશાસ્ત્ર જાનાર પંડિતની તુલના ધનથી થાય છે, પણ મંથી તુલના થતી નથી. દામ-ધમે આ બંનેમાં અક્ષરના ક્રમમાં દનું અગ્રસ્થાન છે અને ધર્મના ધનું સ્થાન ૫છી છે. ગણિકામણના ઘરમાં ધનવાળા ઓનું ગૌરવ થાય છે, નિર્ધન રાજ પુત્રે અહિં આવે, તે લઘુતા મેળવે છે. એટલે અભિમાન પામેલા તે નંદીષેણ સાધુ એક છજામાંથી તણખલું હાથમાં ગ્રહણ કરીને બોલવા લાગ્યા કે, “ જલ્દી ધન પડો, ધન વસે.” એમ બોલતાં જ મરત રત્ન, મતી, માgિય, હફટિક, અંકશન, હીરા વગેરે ધનની પિતાની લબ્ધિથી મોટી વૃષ્ટિ કરી. અને દેવતાએ પણ ધનવી વૃષ્ટિ કરી. મુનિએ વેશ્યાને કહ્યું કે, “આ તે હાશ્ય કરતાં તને ધન-લાભ થયો. પરંતુ આ ધનભંડારનું સરવ કેટલું છે ? આ પ્રભાવ મને છે,” એટલે વેશ્યા વિચારવા લાગી કે, “આ કઈ મહાબુદ્ધિના ભંડાર મહાન આત્મા છે. ખરેખર મારા પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્ય પ્રભાવથી જ મને પ્રાપ્ત થયા છે. તેને ભ પમાડું અને કામદેવના સારભૂત સુખનું તત્તવ સમજાવું. લાક્ષાનો ગોળો ત્યાં સુધી જ કઠણ રહે છે કે, “જ્યાં સુધી અગ્નિ પ્રાપ્ત કરતું નથી, જયારે નંદીષેણ ઘરની બહાર નીકળવા લાગ્યા ત્યારે હાસ્ય કરતાં મધુર અને નેહપૂર્ણ વચનથી કહ્યું કે, “મૂલ્ય આપીને ચાલી જઈ શકાતું નથી, હે પ્રાણપ્રિય ! આપના ચરણમાં પડેલી દાસીના ઉપર કૃપા કરે. જે આપ ચાલ્યા જશે, તે મારા પ્રાણ પણ આપની સાથે જ પ્રયાણ કરશે. ભવિતવ્યતા-ગે, ઈર્ષાલુ અભિમાની અંતરીના કપટથી વિષયાનુરાગના માર્ગમાં લાગેલા ચિત્તવાળા તે વિચારવા લાગ્યા કે, સુમાતર કાળ વીતી જાય, તે પણ જિનેશ્વરે કહેલ વચન કદાપિ ફેરફાર થતું નથી. ખરેખર મૂઢમતિવાળા મેં તે વખતે આ ન જાણ્યું. આમ કરવાથી જે કે ગુરુકુલ અને પિતાછતું કુલ કલંક-કાદવથી ખરડાશે અને બીજી બાજુ અતિશય મદોન્મત્ત મદન હાથીની કડાને ઉત્સાહ વધતું જાય છે. તેથી કરીને આ વૃત્તાન્ત થયો છે કે- એક બાજુ પ્રિયાનો સ્નેહ અને બીજી બાજુ વાજિંત્રને શબ્દ સાંભળવાથી યુદ્ધરસ ઉત્પન્ન થયા છે. આ કારણે મારું ચિત્ત ક્રિયામાં હિંચકા ખાય છે. વળી ન કશ્વા ચગ્ય કાર્યોમાં, દુષ્ટ તૃષ્ણા લોકોને પ્રેરણા આપે છે, ત્યારે તેને જ માતા માફક લજજા સર્વ પાપથી રક્ષણ કરે છે. “ અત્યત શુદ્ધ હૃદયવાળી આર્ય માતા માફક ગુણ સમૂહને ઉત્પન્ન કરનારી લજજા હોય છે. તેમાં વર્તતા અને સત્યસ્થિતિને પકડી રાખવાના વ્યસનવાળા સ્રજજન-તપસ્વીને પોતાનાં સુખ અને પ્રાણના ભોગે પણ કદાપિ સ્વીકારેલી "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy