SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૩૦ ] પ્રા. ઉપદેશમાલાને ગૂજરાત કાઢી મૂકેલા પરાભવ પમાડેલા એક તરુ હાથી ધથી તને દેખ્યા. ખૂશળના અણીભાગથી તારી પીઠમાં તને ઘા મારી લેાહીલુહાણ કર્યું. તે સમયે અતિમુશ્કેલીથી સહન કરી શકાય તેવી આકરી વેદના સહન કરતું હતું. આવી વેદના સાત દિવસ સહન કરી. એકવીશ વર્ષ સુધી જીવીને આર્તધ્યાનમાં પરાધીન થએલે તું મૃત્યુ પામી આ જ ભારતમાં વિધ્યપર્વતની તળેટીમાં મહાવનમાં ચાર ઇંચળવાળો પ્રચંડ કુંભસ્થળથી શેલતો સાતે અંગો યથાયોગ્ય પ્રતિષ્ઠિત થયેલાં હોય તે, શરદના આકાશ અખા ઉજજવલ દેહ વર્ણવાળે શ્રેષ્ઠ હાથીપણે ઉત્પન્ન થયો. અનુક્રમે યૌવનવય પામ્યા. વળી અનેક હાથણીઓના ચૂથને માલિક થયો. જંગલના ફરનારા ભીયાએ મેરુપ્રભ” એવું તારું નામ સ્થાપન કર્યું. (૧૦૦) તું પિતાના પરિવાર સાથે તે વનમાં આમ-તેમ લીલાપૂર્વક ફરતો હતો, ત્યારે કંઈક સીમકાળના સમયમાં તે વનમાં સળગેલ મહાઅગ્નિ જે. અતિભયંકર દાવાગ્નિ જેઈને તને જાતિમણ જ્ઞાન પ્રગટ થયું. પૂર્વને હાથીને ભવ યાદ આવ્યા. તે દાવાનલથી મહાકટે તે તારા આત્માનું રક્ષણ કર્યું. ત્યારપછી તે વિચાર્યું કે, દરેક વર્ષે શ્રીમકાળમાં આ દાવાનળ ઉત્પન્ન થાય છે, તે હવે ભવિષ્યમાં આનો પ્રતિકાર થાય તેવો ઉપાય કરું. પ્રથમ વર્ષા સમયમાં તે તારા પરિવાર સાથે ગંગાનદીના દક્ષિણ કિનારા ઉપર જે કંઈ વૃક્ષ, વેલા, વનસપતિ ઉગેલાં હતાં, તેને મૂળમાંથી ઉખેડી નાખ્યાં. અને તે સ્થળ એવા પ્રકારનું તૈયાર કર્યું કે, ઉચ્ચઅગ્નિ ઉત્પન્ન થાય તે પણ તેને ઈજા ન મળવાથી આપોઆ૫ ઓલવાઈ જાય. ત્યારપછી તે જ પ્રમાણે વષકાળના મધ્ય ભાગમાં પણ તે જ સ્થળમાં તારા સમગ્ર પરિવાર સહિત ઝાડ, બીડ, વેલા વગેરે ઈન્કણાંઓ દૂર કરી સાફ કર્યું. તે જ પ્રમાણે વર્ષના અંતમાં તે જ પ્રમાણે સ્થળ સાફ કરી નાખ્યું. આ પ્રમાણે દરેક વર્ષે સ્વસ્થભાવ કરતો હતો. કોઈક સમયે વળી દાવાનળ પ્રગટ થયો, એટલે પરિવાર સહિત તે ભૂમિમાં આવી પહોંચશે. બીજા પણ અરયમાં રહેનારા અનિથી ત્રાસ પામેલા છએ ત્યાં આવીને પ્રવેશ કર્યો. જેથી કયાંય પણ અહપસ્થાન ખાલી ન રહ્યું અને કઈ ખસી શકે તેમ પડ્યું ન હતું. તને શરીરમાં ખરજ ઉત્પન્ન થઈ, તેથી તે એક પગ ઉંચો કર્યો, બીજ અધિક બળવાળાએ તેને ધક્કો માર્યો, જેથી પગના સ્થાનમાં એક સસલો ઉભું રહ્યો. ખ૨જ ખણીને પગ નીચે મૂકતાં તેની તળે સસલાને દેખવાથી તારુ મન દયાથી ઉભરાઈ ગયું. તારી વેદનાને ગયા વગર તે જ પ્રમાણે પગ અદ્ધર ધારી રાખ્યા. અતિકર એવી તેની દયાથી તે ભવ અ૯૫ કરી નાખ્યા, મનુષ્ય-આયુષ્ય બાંધ્યું અને સમ્યકત્વ-બીજ પ્રાપ્ત કર્યું, અઢી દિવસ પછી દાવાનલ ઉપશાંત થઈ માલવાઈ ગયો અને સર્વ જીવોના સમુદાયો તે પ્રદેશમાંથી બહાર નીકળી ગયા. ત્યારપછી તું પગ મૂકવા માટે જ્યાં પ્રયત્ન કરે છે, ત્યારે વૃદ્ધપણાના કારણે તારો સવ* અંગે જી અને શન્ય સરખાં બની ગયાં હતાં. પગના સાંધામાં લેાહી પૂઈ ગયું હતું "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy