SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘકુમારની કથા [ ૪૨૯ ] વવામાં દક્ષ એવી દીક્ષા અંગીકાર કરી. ત્યારપછી મઘકુમારને સ્થવિર ગણવામીને સેપ્ટેિ. સંધ્યા સમયે પર્યાય-કમે સંથારાની ભૂમિએના વિભાગ કરતાં મેઘકુમાર નવદીક્ષિત સાધુ-સંથારો દ્વારભાગમાં આવે. તે ભૂમિમાં કાણું પડે ત્યારે, જતા-આવતા સાધુઓના પગનો વારંવાર સંઘટ્ટો મઘકુમારના શરીરને થવા લાગ્યા. આખી રાત્રિ પલકારા જેટલા સમય માટે તેને નિદ્રા ન આવી. ત્યારે તે રાત્રે વિચા૨વા લાગ્યા કે, “જ્યારે ગૃહસ્થપણામાં હતું, ત્યારે મને આ સાધુઓ ગૌરવથી બોલાવતા હતા અને વર્તાવ કરતા હતા. અત્યારે જાણે તૃણા ૨હિત ચિત્તવાળા આ મુનિઓ મારો પરાભવ કરે છે. તેથી કરી આ મુનિ પાછું પાલન કરવું, તે મારા માટે દુક્કર અશકય ભાસે છે. પ્રાતઃકાળે ભગવંતને પૂછીને હવે હું મારા ઘરે જઈશ. સૂર્યોદય-સમયે કેટલાક સાધુઓની સાથે તે ભગવંતની પાસે ગયે. ભક્તિપૂર્વક વંદન કરી પોતાના સ્થાને બેઠા. ભગવંતે તેને બોલાવ્યો અને કહ્યું કે, “હે મેઘ ! શત્રે તને એ ભાવ થયો કે, “હું ઘરે જાઉં” પરંતુ તેમ વિચારવું તને ગ્ય ન ગણાય. આજથી ત્રીજા ભવમાં તું હાથી હતે. આ જ ભરતક્ષેત્રમાં વૈતાઢચ પર્વતની તળેટીમાં સર્વાગે સુંદર અને વનમાં ચરનારા ભીલ લેકોએ તારું “સુમેરુપ્રમ” એવું નામ સ્થાપન કર્યું હતું. અનેક હાથણીના મોટા ટેળાથી હંમેશાં તું અનુસરતે રતિક્રીડામાં આસક્ત ચિત્તવાળો, બીજા દરેક હાથીઓને પરાભવ કરતે હતા, પર્વતોની ખામાં, વમાં, નદીઓમાં, જળના ઝરણાઓમાં અખલિત આકરા રવભાવ રાખી નિઃશંકપણે તે વિચારતો હતો. જયારે ઉનાળાનો સખત ચીમકાળ આવતું હતું, કઠેર ગરમ વાયરા-લૂ વાતા હતા, વંટોળિયાથી ધૂળ ઉંચે ઉડીને દિશાએ ધૂળથી અંધકારમય ઘૂમરીવાળી થતી હતી. તેવા સમયે વાંસના ઝુંડમાં વાંસ અને વૃક્ષે પરસ્પર ઘસાતા હતા. નજીક નજીક વૃક્ષે હતા, તેની ડાળીઓ પરસ્પર ખૂબ ઘસાતી હતી, તેના ચગે મહાદાવાનલ ઉત્પન થયો. પ્રલયકાળના અનિની જેમ તેને તે જોયે. આખું વન બની રહેલું હતું, ત્યારે શરણ વગરના ભયંકર શબ્દોની ચીચીયારીથી ભુવનતલ ભરાઈ ગયું હતું—એવા જંગલના સર્વ પ્રાણીઓ તે દાવાનળમાં બળી રહેલા હતા. જ્યારે સર્વ દિશામાં વન-દાવાનળ ફેલાયે, ઘણા ધૂમાડા અને ધૂમલી દિશાઓ થઈ, વનનાં ઘાસ, કાષ્ઠો, વાંસના ઝુંડ વગેરે ભમ્મીભૂત થયાં, તેની જવાલા અને ગરમીથી પીડાએલા દેલવાળો તું થયો, તું જાડી સૂંઢ સંકેચવા લાગ્યા, ઉત્કટ ચીસ પાડતે, હિંઠાના પિંડને ત્યાગ કરતે, વેલડીઓના મંડપોને ભાંગી-છેદી નાખતે, ભૂખ-તરશની વેદના પામેલે તું તારા હાથણીના ટોળાની ચિંતા છોડીને પલાયન થતાં થતાં એક અપજળવાળા સરોવરમાં જેમાં પુષ્કળ કાદવ હરે, વગર બાંધેલા કિનારાવાળા માર્ગમાં ઉતર્યો, ત્યાં પીવાનું પાણી ન મળ્યું અને કાદવમાં ખેંચી ગયો, એટલે ઘણું દુઃખ પામ્યા. ત્યાંથી લગીર પણ ચલાયમાન થઈ શકતો નથી. ત્યારે આગળ કોઈ વખત "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy