SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૧૨ } પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરા વાત આ પ્રમાણે દરરોજ તેઓ ભાણામાંથી પૂરતું ભોજન અદશ્યપણે કરી જતા હતા. હવે રાજા દરરોજ ભૂખે રહતે હોવાથી શરીરે દુબલ પડી ગયે. એટલે ચાણકયે પૂછયું કે, “શા કારણથી ?' તે કે સમજી શકાતું નથી, ભાણામાંથી મારે આહાર કોઈ હરી જાય છે? મારા ભાગમાં તે ઘણે અ૮૫ આહાર બાકી રહે છે. ત્યારે ચાણકયના મનમાં વિતર્ક થયો કે, અત્યારે આ સમય સુંદર નથી. તો કોઈ અદશ્ય બની આના ભાણામાંથી ભોજન ખાઈ જાય છે. તે જાણવા માટે ભોજનશાળાના આંગણામાં ઇટોનું ચૂર્ણ પાથર્યું. બીજા દિવસે પ્રવેશ ક૨તા હતા, ત્યારે તેનાં પગલાં અને પગલાની પંક્તિઓ ખી, પણ તે બંને દેખાતા નથી. એટલે દ્વાર બંધ કરી મૂંઝવનાર ધુમાડે ઉત્પન્ન કર્યો એટલે તેમાંથી અશ્રુજળ નીકળી જવા લાગ્યું. એટલે તે બંને નાનાસાધુઓ પ્રગટ થયા. તેમને ચાણકી નેયા, એટલે તેમને શરમ આવી અને ઉપાશ્રય મોકલી આપ્યા. (૧૨૫) રાજાએ કહ્યું કે, આ સાધુઓએ મને વટલાવી નાખ્યા છે. એમ જુગુપ્સા કરવા લાગ્યો. ત્યારે ઉભટ ભૃકુટીથી ભયંકર દેખાતા ભાલતલવાળા ચાણકયે રાજાને કહ્યું કે, “તું કૃતાર્થ થયે, ખરેખર આજે તું વિશુદ્ધવંશમાં જો છે કે, બાહ્યકાળથી પાલન કરેલા વ્રતવાળા સાથે તે ભોજન કર્યું.' હવે ગુરુ પાસે જઈને શિષ્યોને ઉપાલંભ આપતા ચાણકયે કહ્યું, ત્યારે ગુરુએ પણ ચાણક્યને કહ્યું કે, “તમા ચરખા શાસન પાલકો હોવા છતાં આ સાધુએ સુધાથી પીડાઈને નિમ બને અને આવા આચારવાળા થાય, તે સર્વે તમારે જ અપરાધ છે, પણ બીજાનો નહિં. એટલે તે પગે પડીને ક્ષમા માગવા લાગ્યો કે, “મારા આ એક અપરાધની ક્ષમા આપે.” હવેથી પ્રવચનની સર્વ ચિંતા હું કરીશ.” લોકનાં મનમાં ચમત્કાર થયે કે, ચાણકય કદાપિ આ નગ્ન થઈને અપરાધની ક્ષમા માગે ખરો ?” હવે “ઘણા લોકોને વિરોધ પામેલા રાજાને રખે કોઈ ઝેર ખવરાવી દે.” તેથી ખબર ન પડે તેવી રીતે તેના શરીરમાં ઝેર ભાવિત કરવા લાગ્યા. જેથી દુર્જનો તેને ઝેરનો પ્રયોગ કરે, તે પણ તે ઝેર પરાભવ કરનાર ન થાય. દરરોજ ચાણકય પાસે હોય, ત્યારે જ રાજા ભોજન કરે, કોઈક દિવસે કોઈપણ પ્રકારે બીજા કાર્યમાં કાબેલ હોવાથી રાજાના ભેજન-સમયે તેની ગેરહાજરીમાં ગર્ભવતી રાણીઓ સાથે બેસી ભોજન કરવાની ઈચ્છા કરી. આ ભજનમાં ઝેર છે, તેને પરમાર્થ ન જાણનાર અતિપ્રેમથી પરાધીન બનેલા રાજાએ પિતાના થાળમાંથી શણીને એક કોળિયા આપ્યા. એટલામાં પાણી એ ઝેરવાળા કળિયે ખાધે કે તત ભાન ગુમાવ્યું અને રાણી પરવશ બની ગઈ. આ વાત ચાણકયને જણાવી, એટલે તે ઉતાવળે પગલે આવી પહોંચ્યા. આને વમન કરાવવું યોગ્ય નથી, કારણ કે ગર્ભવતી છે. એટલે મનમાં ચિંતવવા લાગ્યો. તે કાળે કરવા ભાગ્ય કાર્યમાં સાવધાન બની, પિતે જ શસ્ત્ર ગ્રહણ કરીને પેટ ચીરીને, પાકીને તૈયાર "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy