SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ સુબુદ્ધિ મંત્રીનું વેર કેવી રીતે વાળ્યું [ ૪૧૩ ] થએલા ગર્ભને પિતાના હાથે ગ્રહણ કરી જુના ઘીથી પૂર્ણ રૂવાળા ભાજનમાં સ્થાપન કર્યો. તે બાળકના મસ્તક પર ખોરાકના ઝેરનું ટપકું લાગેલું હોવાથી બિન્દુસાર” એવું નામ સ્થાપન કર્યું. ગમે તે પ્રકારે બાળકને જીવાડયા. ક્રમે કરી દેહ વૃદ્ધિ પામ્યા. ગર્ભમાં રહેલાને જ બહાર કાઢવાથી તેને રુંવાડાં ન ઉદભવ્યાં. કાલે કરીને ચંદ્રગુપ્ત મૃત્યુ પામ્ય, એટલે બિન્દુસાર રાજા થયા. આગળ ઉથાપન કરેલા નંદ રાજાના સુબંધુ નામના એક મંત્રીએ ચાણકયનો તે એક અપરાધ ઉભું કરીને આ નવા રાજાના કાન ભંભેર્યા કે – “હે દેવ! જે કે આપ મારા પ્રત્યે કૃપાવાળી વિકસિત દષ્ટિથી જોતા નથી, છતાં પણ આપનું હિત અમારા અંતરમાં વસેલું હોવાથી આપને સત્ય હકીકત જણાવવી જ પડશે કે, “આ ચાણકય મંત્રીએ આપની માતાનું ઉદર ચીરીને તેને મરણ પમાડી, તે આનાથી બીજે કયા વેરી હોઈ શકે?” એમ સાંભળીને કેપ પામેલા રાજાએ પોતાની પાવમાતાને પૂછયું, તેણે પણ તેમ કહ્યું, પણ મૂળથી આખી બનેલી હકીકત ન કહી. સમય થયો, એટલે ચાણકય સભામાં આવ્યા, રાજાએ પણ તેને દેખીને ભાલતલની ભ્રકુટી ચડાવી, કેય મુખવાળા બની મુખ ફેરવી નાખ્યું. “રાધિ રમણીઓ, રાજા, વૃક્ષની પાણીની નીક, નજીક રહેલાઓ જે તરફ લઈ જાય તે તરફ જાય છે.” રાજા વિમુખ-વિપરીત થયો એટલે ચાય વિચારવા લાગ્યા કે, “આજે શત્રુની જેમ શાથી કેધ પામીને મારા તરફ આવો વર્તાવ કરે છે?” તરત જ પિતે પિતાના ઘરે જઈને પોતાના ઘરના સારભૂત સુવાણદિક પુત્ર, પૌત્ર, સવજનાદિકને આપીને વિચારવા લાગ્યા કે, મારા પદની સંપત્તિ મેળવવાની ઈચ્છાથી કોઈક દુજેન ચાડિયાએ રાજાના કાન ભંભેર્યા જણાય છે એવી શંકા થાય છે. તે હવે તેવું કાર્ય કરું કે, જેથી દુઃખ પામેલે દુખમાં જ પિતાનું લાંબું જીવન પસાર કર. એટલે પ્રવર સંધવાળા મનોહર પદાર્થોની મેળવણી કરી જેમાંથી ખૂબ સુગંધ ઉછળે તેવું ચૂર્ણ તૈયાર કરી એક સુમિત ડાભડીમાં ભર્યું. તેમાં લખેલું એક ભોજપત્ર પણ સાથે મૂકયું. “આ ઉત્તમ સુગંધ સૂંઘીને જેઓ ઈન્દ્રિયાને અનુકૂળ વિષયે સેવન કરશે, તે તેનું યમરાજાને ત્યાં પ્રયાણ થશે. (૧૫૦) આ ચૂર્ણ સ્થા પછી ઉત્તમ વસ્ત્રો, આભૂષણે પહેરશે, વિલેપને કરશે, તળાવમાં શયન કરશે, સુધી તેલ, અત્તર પુરપાદિક સેવન કરશે, મધ-શૃંગારાદિક કરશે, તે પિતાનો વિનાશ નોત– રશે.” આ પ્રમાણે અંદર મૂકેલ વાસચૂર્ણનું સ્વરૂપ જણાવનાર ભોજપત્ર પણ તે ડાભડીમાં મૂકીને તે ડાભડી એક પેટીમાં મૂકી. તેને પણ મોટા પટારામાં સ્થાપન કરીને ઘણા ખીલાથી મજબૂત કરી એક ઓરડામાં મૂકી. દ્વારની સાંકળે બંધ કરી ઉપર મજબૂત તાળું લગાવ્યું. ત્યારપછી સમગ્ર સ્વજમને, લોકોને ખમાવીને તેમને જિનેન્દ્રના ધર્મમાં જેડીને ગામ બહાર અરણ્યમાં "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy