SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬ ] પ્રા. ઉપદેશમાવાને ગુજરાનુવાદ હોય, તે માટે તે વધારે શું કહેવું? કાયલ એ આકાશમાં ઉડવા પહેલાં પોતાના બચ્ચાંઓને (કાગડ) બીજા પક્ષીઓની સાથે પિષવા માટે રાખે છે, જયાં તે પિવાય છે. સંકટના સમયમાં પોતાની નવી મતિને ઉચી બનાવનારી મહિલા સ્વભાવથી જ ચાણકયના વક્ર-છેતરવાના ભાવથી ચડિયાતી છે. હરિએ કામિની (હિની) નું રૂપ કરીને ગૌરીનું હરણ કરનારને હર (મહાદેવ)ની કરુણાથી બાળ હતો. તેને સરખી સ્ત્રીઓ હોય છે, તો શું કહીએ? આ પ્રમાણે કપટથી અને તે પણ ધમકપટથી લાવવામાં તમારી પંડિતાઈ ખુલ્લી થાય છે, તે વગેર અભયે કહ્યું. ત્યારપછી તેઓએ અભયને તેવા તેવા વચનથી બાંધી લીધે કે, જેથી પોતાના રાજયમાં જવા માટે એક ડગલું પણ ન ભરી શકે. શ્રેણિકની ભાણેજ અને વિદ્યાધરપુત્રી જેનાં લગ્ન પૂર્વે અભય સાથે થયાં હતાં, તે અત્યારે શિવાદેવી પાસે તેનાં વિધિ-વિધાન સાચવવા રહેતી હતી. કોઈક કાએ તેના ઉપર બેટા આળ ચડાવવાથી કાઢી મૂકેલી, જેથી ત્યાં શિવાદેવી પાસે રહેલી હતી. હવે શંકા દૂર થવાથી અભયકુમાર તેની સાથે ઘણા લાંબા સમય સુધી હેલો છે. (આ હકીકત વિસ્તારથી ઉપદેશપદના ગૂજરાનુવાદ પત્ર ૧૨૭માંથી જોઈ લેવી.) ત્યાં નિવાસ કરતા એવા અભયકુમારે આવતી રજા પાસેથી ચાર વરદાન પ્રાપ્ત કર્યા હતાં, તે હાલ રાજા પાસે થાપણુરૂપે રાખી મૂકેલાં હતાં. લેખવાહક-દૂત લોહબંધના શંબલમાં લાડવામાં એવા દ્રવ્ય મિશ્રિત કરી ગઈ નાખેલું અને તેથી દષ્ટિવિષ સર્ષ ઉત્પન્ન થાય છે, તે અક્ષયકુમારે કહી આપ્યું, જેથી પ્રથમ વપઠાન ચંડપ્રદ્યોતે આપ્યું. અનલગિરિ હાથી તેના બાંધવાના સ્તંભથી છૂટી ગ અને અતિમન્મત્ત થવાથી પાછો કબજે આવતો ન હતું. રાજાએ અજયને પૂછયું કે, “આ વિષયમાં શું કરવું? ત્યારે જણાવ્યું કે, ભદ્રાવતી હાથણી ઉપર આરૂઢ થએલ વાસવદત્તાપુત્રી સહિત વત્સરાજ ગાયન કરે, તે તે હાથી વશ કરી શકાય તે પ્રમાણે કર્યું. તે પ્રમાણે ગાતાં ગાતાં હાથથી પકડીને હાથી બાંધવાના તંબ પાસે હાથીને લાવ્યા, એટલે બીજું વરદાન મળ્યું. વાસવદત્તાને ગીત શીખવવા માટે ઉદાયનને બનાવટી હાથીના પ્રયોગથી ઉજેણીને લાવ્યા. જેવી રીતે પડદામાં રાખી સંગીત શીખવતો હતો. અંધ છે, બરાબર શીખતી કેમ નથી ? “તું કુષ્ઠી છે ” પડદો ખાલી એકબીજાની દષ્ટિઓ એકઠી થઈ, નેહવાળા થયા પછી અનલગિરિ હાથીને વશ કરી ભદ્રાવતી હાથણી ઉપર બેસીને પિતાને ઘરે ગયો. જેવી રીતે કૌશાંબી નમરીએ ગયા, તે વિશેષ અધિકાર (ઉપદેશપદ વગેરે) અન્ય ગ્રંથોથી જાણી લે. જતાં જતાં તેણે આ પ્રમાણે કહ્યું, તે જાણવું. “કાંચનમાલા, વસંતક, ઘોષવતી, અદ્ભવતી હાથણ, વાસવદત્તા અને ઉદાયનને સાથ જાય છે.” "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy