SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ અભયે કરેલી વરદાનની માગણી [ ૩૯૭ ] કઈક સમયે ઉજેણીમાં રાક્ષસી અનિ ઉત્પન્ન થયે. કે જે પથર, ઈટ પણે બાળી મૂકતો હતો. આ પ્રમાણે ભયંકર નગર-દાહ ઉત્પન્ન થયો. રાજા વિચાર છે કે, અત્યારે અહિ કે અશુભ ઉપદ્રવ આવી પડી છે. અભયને પૂછયું કે, “આ ઉપદ્રવ-વિનાશને શે ઉપાય? ત્યારે અભયે કહ્યું કે, “જાણકાર લોકોનું એવું કથન છે કે, લુચ્ચા પ્રત્યે લુચ્ચાઈ, ઝેરનું ઔષધ ઝેર, ઠંડીથી પીડાએલાને જેમ અગ્નિ તેમ અગ્નિને શત્રુ અગ્નિ જાણ. બીજે જુદી જાતને અગ્નિ પ્રગટ કર્યો, એટલે તે પ્રયાગથી અગ્નિ ઓલવાઈ ગયે. આ પ્રમાણે રાજા પાસેથી ત્રીજું વરદાન પ્રાપ્ત થયું. એક વખત ઉજેણીમાં ભયંકર રોગચાળો ઉત્પન્ન થયો. જયારે અભયને ઉપાય પૂછે, ત્યારે તે પ્રત્યુત્તર આપે કે, “અંતાપુરની બેઠક સભામાં શૃંગાર પહેલા દેહવાલી અને વાભૂષણથી સજજ થએલી સર્વ શો તમારી પાસે આવે અને જે કોઈ તમને પિતાની દૃષ્ટિથી જિતે, તે મને જણાવે. તે પ્રમાણે કરતાં શિવાદેવી સિવાય સર્વ રાણીઓએ નીચું મુખ કર્યું. એટલે રાજાએ અભયને કહ્યું કે, “તારી નાની શિવાદેવી માતાએ જિત્યા એટલે અભયે કહ્યું કે, “એક આઢક પ્રમાણ બલિ ગ્રહણ કરી, વરહિતપણે રાત્રે તે કઈક ગવાક્ષ આદિ સ્થળમાં ભૂત ઉભું થાય, તેના મુખમાં બલિ-કૂર ફેંકે.” તેમ કર્યું એટલે અશિવ-ઉપદ્રવ શમી ગયા. ત્યારે ચોથું વરદાન મિળવ્યું. અભી વિચાર્યું કે, પારકા ઘરે કેટલા દિવસ સુધી રોકાઈ રહેવું? - હવે આગળ વાયદાનેની થાપણ રાખેલી તે રાજા પાસે માગે છે. તે આ પ્રમાણે– અનલગિરિ હાથી ૫૨ આ૫ મહાવત બને, અગ્નિભીરુ રથમાં લાકડાં ભરીને શિવાદેવીના ખોળામાં બેસી હું અગ્નિમાં પ્રવેશ કરું.” આવી મારી છેલ્લી ઈચ્છા છે, તો આપેલા વચનનું પાલન કરો. હવે પ્રોતે વિચાર્યું કે, અભય પિતાના સ્થાને જવા ઉત્કંઠિત થયા છે. એટલે મોટે સત્કાર કરવા પૂર્વક અને વિસર્જિત કર્યા. (૩૦૦) ત્યાર અભયકુમારે કહ્યું કે “તમે મને ધર્મના બાને કપટથી અહીં આવે છે, જે હું દિવસના સૂર્યની સાક્ષીએ બૂમ-બરાડા પાડતા તમને નગરલોક-જમક્ષ બધીને અભય નામને જાહેર ક ન હરી જાઉં', તે મારે અગ્નિમાં પ્રવેશ કરે.” આવી પ્રતિજ્ઞા કરીને રાજગૃહમાં પહોંચ્યા. કેટલાક દિવસ ત્યાં રોકાઈને પછી સમાન આકૃતિવાળી મે ગણિકાપુત્રીઓને સાથે લઈને વેપાર કરવા કેટલુંક કરિયાણું સાથે લઈને વેપારીને વેષ ધારણ કરીને ઉજેણીમાં અપૂર્વ દુર્લભ પદાર્થોનો વેપાર શરુ કર્યો. રાજમહેલના માગે રહેવાનો એક બંગલે શા. પ્રદ્યોત રાજાએ કોઈક દિવસે વિશેષ પ્રકાર વસ્ત્રાભૂષ ની સજાવટ કરેલી તે બંને સુંદરીઓને ગવાક્ષમાં રહેલી દેખી. વિશાળ ઉજજવળ પ્રસન્ન દષ્ટિથી બંનેએ રાજા તરફ દષ્ટિ કરી. તેના ચિત્તને આકર્ષવા માટે મંત્ર સમાન બે હાથ જોડી અંજલિ કરી. તેના તરફ આકર્ષામે તે રાજા પોતાના ભવન તરફ ગયો. પરસ્ત્રી-લુપતાવાળા રાજાએ તેમની પાસે દૂતી મોકલી. કોપાયમાન થએલી "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy