SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર અને કપટી વેશ્યા-શ્રાવિકાઓ [ ૩૯૫ } અને કહ્યું કે, “તે માટે માણું તે સગવડ આપ.” તે રાજાએ માગણી પ્રમાણે મધ્યમ વયની સાત વેશ્યાઓ તેમજ સહાયક તરીકે મટીવયના પુરૂ આપ્યાં. વળી ઘણું સંબલ-ભાત આપ્યું. સાધ્વી પાસે જઈને કપટ શ્રાવિકાને અભ્યાસ કર્યો. શહેર, નગર ગામ વગેરે યાત્રાસ્થળે ભ્રમણ કરવા લાગી. દરેક સ્થળે દેવોને વંદન અને ખાસ કરીને જે જે નગરમાં મુનિઓ-શ્રાવકો હોય, ત્યાં ત્યાં જાય. ઘણી પ્રસિદ્ધિ પામી. ક્રમ કરી રાજગૃહમાં પહોંચી. બહારના ઉદ્યાનમાં ઉતરી, નગરનાં ચેત્યોની મૈત્યપરિપાટી કરવી શરૂ કરી. ઘર-ચૈત્યની પારિપાટીમાં અભયકુમારના ઘર-મંદિરમાં પ્રવેશ કરતાં “નિ સહિ” મોટા શબ્દથી બોલવાપૂર્વક વિધિથી ગૃહપ્રવેશ કરતી વખતે આભૂષણો પણ છેડી દીધા. તેમને જોઈ અભયે ઉભા થઈ આનંદ પામી કહ્યું કે, નિસીહિ કરનાર શ્રાવિકાનું સ્વાગત કરું છું.” ગૃહ-ચિ બતાવ્યાં, ત્યાં દેવવંદન કર્યું. ત્યારપછી અભયને પણ નમીને ક્રમસર આસન ઉપર બેઠી. તીર્થકર ભગવંતના. જન્માદિક કલ્યાણક ભૂમિઓને વિનયથી નમાલા શરીરવાળી, જિન પ્રતિમાને મહાવિનય પૂર્વક વંદન કરે-કાવે છે. “તમે કયાંથી આવે છે અને કોણ છો? તેના પ્રત્યુત્તરમાં કહે છે કે-અમે અવંતિમાં અમુક વણિકની ભાયીઓ છીએ. તેમનું મૃત્યુ. થવાથી અમને વૈરાગ્ય થયા છે, અમારી દીક્ષા લેવાની હોવાથી ગામે ગામ અને તીર્થે તીથે જઈ ચૈત્યોને વંદન અને યાત્રાઓ કરીએ છીએ. દીક્ષા લીધા પછી પઠનાદિ કાર્યમાં વિક્ષેપ થાય, તેથી તીર્થયાત્રા કરી શકાતી નથી.” અભયને તે શ્રાવિકાઓ પ્રત્યે અતિશય સાધર્મિક ભક્તિ-ભાવ ઉત્પન્ન થયો અને કહ્યું કે, “આજે તો તમે અમારા પરિણા થાવ. ત્યારે જવાબ આપ્યો કે, આજે તે અમારે કલ્યાણકનો ઉપવાસ છે. ત્યારપછી લાંબો સમય બેસી મધુરી વાત કરીને પિતાના સ્થાનકે ચાલી ગઈ. અભય તેમના ગુણેથી પ્રભાવિત થયો, બીજા દિવસે અભયકમાર પ્રાત:કાળે ઘોડા ઉપર આરૂઢ થઈને એકલો જ તેમની સમીપે ગયો. કહ્યું કે, મારે ઘરે આવીને પારણું કરો, ત્યારે તેઓને અભયને કબ કે, “તમે જ અહિ પાવણું કર.” અભય વિચારવા લાગ્યા કે, “જે હું અહિં નહિ વાપરીશ, તે તેઓ નક્કી મારે ત્યાં નહિં આવશે.” એમ ધારીને તેમના આગ્રહથી ત્યાં ભોજન કર્યું. તે સમયે આ ગણિકાઓએ જેનાથી ભાન ભૂલી જવાય, અનેક દ્રવ્યો જેમાં એકઠાં કરેલાં છે, એવું મદિરાપાન કરાવ્યું. ઉંઘી ગયા, એટલે અશ્વો જોડલા માં જલદી પલાયન કાજો. બીજા પણ ઘણું ૨થા થડા થોડા ગાહના અંતરે સ્થાપન કરેલા હતા. ગેમ રથ-પરંપરાથી ઉજેણમાં અભયને લાવીને ગણિકાએ સવામીને અર્પણ કર્યા. તેને અભયે કહ્યું કે, “આમાં તમારું પાંડિત્ય કયું ગણાય કે, અમને છલ-પ્રપંચ કરીને અતિશય મહામાયા કરીને મને ઠી, તેવી માયાથી તે જગત ઠગાઈ રહેલું જ છે. જે માટે કહેવાય છે કે-“જે અમાનુષી-જાનવરની જાતવાળી એવી સ્ત્રીઓને વગર શીખવે પણ ચતુરાઈ દેખાય છે, તે પછી જે ભણવેલી, કેળવેલી, પ્રતિબધ્ધતી "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy