SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯૦ ] પ્રા. ઉપદેશમાતાને પૂજશનુવાદ ચિત્તમાં પુત્ર સંબંધી કેમ કંઈ ચિંતા થતી નથી. વધારે તેને કેટલું કહેવું? ત્યારે તેણે મને પ્રત્યુત્તર આપે છે, જે પૂર્વે તેવા આપણે શુભ કર્મ કર્યું હશે, તે અવશ્ય પુત્રપ્રાપ્તિ થશે જ. દેવતાદિકો આપણા પુણ્ય વગર કેવી રીતે આપશે. તે તમે પુત્ર માટે બીજી કન્યા કેમ પરણતા નથી? ત્યારે નાગે કહ્યું કે, “મારે તે તારાથી ઉત્પન્ન થયેલા પત્રનું પ્રયોજન છે. હવે તે પુત્ર પ્રાપ્તિ અંતરાયક્રમનો પરાજય કરવા માટે જિનેશ્વરે કહેલ આયંબિલ તપકમની આરાધના કરે છે. કોઈક સમયે ઈન્દ્ર મહારાજાએ દેવપર્વદામાં સુલતાના નિષ્કપ-નિશ્ચલ સમ્યકત્વની પ્રશંસા આ પ્રમાણે કરી કે, કદાચ સમુદ્રમાં મેરુપર્વત તર, મેરુપર્વતની ચૂલા અને મૂળ ચલાયમાન થાય, સૂર્ય પશ્ચિમ દિશામાં હદય પદવી પ્રાપ્ત કરે, આ બની શકે, પરંતુ સુલસા પોતાના સમ્યકત્વથી કદાપિ ચલાયમાન ન થાય, એ સાંભળી અશ્રદ્ધા કરનાર સેનાપતિદેવ તેની પરીક્ષા કરવા આવ્યો. સુંદર શરીરવાળા અવધૂત સાધુનું રૂપ ધારણ કરી સુલયાને કહેવા લાગ્યું કે, “પુત્ર રહિત વલલભા ઉપરનો નેહ લાંબા કાળે ઘટી જાય છે, તે કારણે ડગલે-પગલે તેના તરફથી પરાભવ-અપમાન થાય છે. માટે હું કહું તેમ કર, તે માટે મૂળિયું અને રક્ષા-માદળિયું જે મંત્રીને પવિત્ર બનાવેલું છે, તેમજ મંત્રથી પવિત્ર નાનાદિક અનુષ્ઠાન કર. વધારે શું કહેવું? તેમજ કાલીદેવીની પૂજા અને તપ અર્પણ કરીને પુત્ર સંબંધી માનતા માનીને તેની અભિલાષા રાખ, જેથી તેને પુત્ર પ્રાપ્તિ થાય. આ પ્રમાણે તેનું કથન પૂર્ણ થયું, દેવેન્દ્રોના સમૂહ પણ જેને ચલાયમાન ન કરી શકે, તેવી સુસા કહે છે કે, મારા મનને લગાર પણ આની અસર થતી નથી, શામાટે આ પ્રમાણે તે છે? જેઓ જિનવચનમાં ભાવિત થએલા હોય, દુઃખવરૂપ ભવની વિડંબના જેણે જાણેલી હોય, તેવાઆને જેમ અમૃતમાં વિષ સ ક્રમ પામી શકતું નથી, તેમ તમારા સરખાનાં વચને મારા આત્મામાં અસર કરતાં નથી. (૧૫) વળી તે વિસંવાદી થઈ એમ જણાવ્યું કે, પુત્રરહિતને પતિ નેહ કરતે નથીએ વગેરે, પરંતુ ચક્રવર્તીનાં સ્ત્રીરત્નને કયા પુત્રો હોય છે ? વળી જન્માંતર પામેલા પણ પૂર્વભવના અભ્યાસવાળા પ્રૌઢ પ્રેમવાળાને એકદમ ઉલા૫ શબ્દો તેનાં નામ ગર્ભિત વચનો પ્રવર્તે છે. જો રાખડી, દોરા, માદળિયાંઓ પુત્ર જન્માવતા હોય, તે જગતમાં કોઈ પુત્ર વગરને રહેવા પામે નહિં. વગર ફેગટ મને ભરમાવ નહિં. વળી જે તે “કાળીદેવીને પૂજવી” ઈત્યાદિક કહ્યું, તો કાળીદેવી કોણ છે? શું સુરેશ (મદિશ) માંસમાં વૃદ્ધિ કરનારી એવી શાકિનીમાં દેવીપણું શી રીતે ઘટે? એક માત્ર જિનેશ્વર અને તેમની છત્રછાયામાં રહેલા સાધુ સિવાય બીજા કોઈની પૂજા કે વંદન હું કરતી નથી. શ્રેષ્ઠ હાથી પર ચડેલો મનુષ્ય કદાપિ ગધેડ ની પીઠ ૫૨ બેસવા ન જાય. પાખંડીઓના દંભથી ભરપૂર એવી તેની વાણી જ્યારે જાણવામાં આવી ગઈ, એટલે તે રૂપ બદલીને કુષ્ઠી સાધુનું રૂપ કરીને ફરી આંગણામાં આવ્યું. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy