SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ સુલસાની અડાલ શ્રદ્ધા [ ૩૧ ] સાધુ દેખી અતિતુષ્ટ થએ તે ઉભી થઈ અને રોમાંચિત થએલા દેવાળી નમસ્કાર કરીને સાધુને આવવાનું પ્રયોજન પૂછ્યું. એટલે સાધુ કહે છે કે, “હે ઉત્તમ શ્રાવિકા! તારા પુત્રના પ્રવાસ માટે તે પાક કરાવ્યા છે. તેમાં ઘણા કિંમતી પકાવેલ તેલની ત્રણ બરણીએ છે. અમને વિશે કહેલું છે, તો કુષ્ઠવ્યાધિવાળા સાધુ માટે તેમાંથી એક આપે. અહે ! મારા ઉપર મહાકૃપા કરી મને લાભ આપે. તેલની બરણું જ્યાં તે ગ્રહણ કરે છે, તે તે ભાજન ભાંગી ગયું અને સર્વ તેલ ઢોળાઈ નકામું થયું. એટલે બીજે સીસે લાવી, એટલે તે પણ કુટી ગયે. ત્રીજાની પણ તેવી જ અવસ્થા થઈ, તે પણ તેને ચિત્તમાં કિંમતી બરણીઓ ફુટી ગઈ તેની લગાર ચિંતા નથી, પરંતુ આ ચિંતાતુર સાધુને કેવી રીતે સારી કર તેલ પાક તે ફરી કરી લેવાશે જયારે ઈન્દ્રના વચવાનુષાર અકપિત ચિત્તવાળી સુલસાને જાણ, એટલે તેજસ્વી સુંદર હાર પહેરેલ, જેણે મણિના કુંડલ-મંડળથી કપોલ પ્રકાશિત કરેલા છે એ દેવ બનીને તે કહે છે કે, “હે શ્રાવિકા ! તું જગતમાં જયવંતી વતે છે. તારું સમ્યફત્વ અજોડ છે, તલના ફતા જેટલું અ૯પ પણ ચલાયમાન કરી શકી નથી. અવધૂત અને સાધુનું રૂપ કરી તારી પરીક્ષા કરવા આવ્યે હતો. ઈન્દ્રની સભાનો વૃત્તાન્ત કહીને તે કરતાં પણ તમે અધિક મસ્તકે ચડાવવા એગ્ય છે. તમે ભારતમાં નિર્મળ નામના તીર્થકર થવાના છો. તેથી હું વંદના કરું છું, અસાધારણ સમ્યફરવથી પવિત્ર ચિત્તવૃત્તિવાળી ઈન્દ્રથી પ્રાપ્ત થએલ કીર્તિવાળી હે તુલસે ! હરિ-ઇન્દ્ર પણ તમારી સ્તુતિ કરે છે, તેથી તમને નમસ્કાર થાઓ. તુષ્ટમાન તે દેવે બત્રીશ પુત્ર પ્રાપ્ત કરવા સમર્થ બત્રીશ દિવ્ય ગુટિકાઓ આપી અને તે દેવલોકમાં ગયા. જતાં જતાં દેવે તેને કહ્યું કે, “હે સુલસે! હે ઉત્તમ શ્રાવિકા ! ભવિષ્યમાં પ્રવચન-શાસનના કાર્યમાં કોઈ જરૂર પડે, તે મને યાદ કરે, જેથી હું તસ્ત હાજર થઈશ.” સુલમાં વિચાશ્વા લાગી કે, આટલા ઘણા પુત્રને પાળવા, ઉછેરવા અને દરેક વર્ષે આ પંચાત કેવી રીતે કરવી, તેના કરતાં અખંડ ઉત્તમ ૩૨ લક્ષણયુક્ત એવો મને એક પુત્ર બસ છે. એટલે તે ગુટિકાઓનું ચ કરી સારા દિવસે અને મુહૂતે સાકરમાં મિશ્રણ કરી એક વખતે જ તે પાણીમાં પલાળીને પી ગઈ. તે તેના પ્રભાવથી ગર્ભમાં તેટલા બત્રીશ પુત્રો ઉત્પન થયા. દરરોજ ગર્ભમાં વૃદ્ધિ પામવા લાગ્યા. તે કારણે અલસાને પેટની અતિશય પીડા થવા લાગી. તે કોઈ એવી પીડા હતી કે, ન જમી શકાય, ન ચાલી શકાય, ન સુઈ - શકાય, સતત રુદન કરવા લાગી. વિચારવા લાગી કે, “પુત્રના લાભથી મને સયું. આમાં તો મારા પ્રાણની પણ કુશળતા ન રહી. એટલે ઈન્દ્રના સેનાપતિ હરિગમેથીનું પ્રણિધાન કરી સ્મરણ કર્યું. ત્યાં આગળ તે દેવે પ્રગટ થઈને કહ્યું કે, આ તો તે - અવળું કાર્ય કર્યું. અતિસરલ પિતાની કલ્પનાથી વિચારીને આ તે શું કર્યું? અત્રીશ ગુટિકા હોવાથી તેને બગીશ પુત્રો ગભમાં ઉપન થયા છે, ભવિષ્યમાં તેમનું "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy