SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ચેલણાનું હરણ [ ૩૮૯ ] તેટલામાં શ્રેષ્ઠવીરના પુત્ર વીરાંગજે વિનંતિ કરી કે, “હે દેવ શત્રુનો ઉછેર કરીને તરત જ ચલણ મારે પાછી આણવી. આખી સેના આપની સાથે ભલે જાય. એક થથી તેની પાછળ પાછળ જવા લાગ્યા. ચેલણાના ચોરને શોધે છે. અતિદુર્ધર વીર ચેટકે દુર્વ૨ બાણ વધ કરવા માટે સાધ્યું, જોડયું. તે એક જ માત્ર બાણ લાગવાથી બત્રીશ વથિકાના (તથા તેમના ઘડાઓના) જીવિતને એક સાથે નાશ કર્યો. આ સમયે શ્રેણિક રાજા સુરંગમાંથી નીકળી ગયે, ત્યારપછી વીગજના ઘgષ્યથી બાણ છૂટયું. આ સુરંગમાં એક રથ જાય તેટલું જ માર્ગ છે. એટલે પેલે સુભટ જેટલામાં પાછો હઠે છે, એટલે તે ચિકના મસ્તકને છેદ કા (૧૫) અને આ પથિક પિતાના પ્રાણ આગળ કરીને પલાયન થશે. શ્રેણિકને આગળ કર્યો. તે સમયે એકદમ અજવાળું થયું, ત્યારે ચલણાને લાવે છે કે, “હે સુચઠે ! તું સાંભળ, તને પ્રાપ્ત કરવારૂપ ફલસિદ્ધિને માટે ઘણું નિષ્ફર કાર્ય કર્યું છે. મને મોટું કષ્ટ થયું છે, છતાં તે અમૃત-સમાન સિદ્ધ થયું છે. ત્યારે તેણે કહ્યું કે, “હું સુચેષ્ઠા નથી, પણ તેની નાની બહેન ચેલો છું. ત્યારે શ્રેણિકે કહ્યું કે, “તું હાથમાં ચડી તે તું જ સુજયેષ્ઠા.” દુર્લભ વલભ પ્રાપ્ત થવાથી ચેલણા મનમાં આનંદ અનુભવવા લાગી, જયારે સુયેષ્ઠા વિયોગ-દાવાગ્નિના સંયોગથી દુઃખી થઈ. વળી ચલણારૂપ જીવન-ઓષધિ પ્રાપ્ત થવાથી શ્રેણિક રાજા સુખી થયા. પરંતુ બત્રીશ સારથી જેઓ સગાભાઈઓ હતા, તેમના મરણથી દુઃખી થયા. મરણથી જેમ જીવને, દુજનના વચનથી સજજનને જેમ સંતાપ- દુઃખ ઉત્પન્ન થાય છે, તેમ વિષય-સુખ ભોગવવાથી પારાવાર દુઃખ પ્રાપ્તિ થાય છે. ચેલણા સાથે પાણિગ્રહણ વિધિ કરીને તેની સાથે ભોગો ભોગવે છે, જ્યારે સુચેષ્ઠા બેન તે આવા સંવિધાન-પ્રસંગ થવાથી મનમાં જલદી વિરક્ત બની. આ ઘરની જંજાળ છોડીને દીક્ષા લીધી. સુલસાનું અડોલ સમ્યક્ત્વ કઈક સમયે પુત્રોને શોક અલ્પ થયે, ત્યારે શ્રેણિક નાગ સાથીને કહ્યું કે, નક્કી તમારા પુત્રો સરખા આયુષ્યવાળા હતા. આ વિષયમાં વરતુના પરમાર્થની વિચારણા કરવી. ત્યારે સુલસી શ્રાવિકાના પતિ નાગસારથી કહેવા લાગ્યા કે મને હર શ્રાવક ધર્મમાં અતિનિશ્ચલ ચિત્તવાળી, નિગ્રંથ-પ્રવચનમાં અતિશય પ્રવીણ અને લિનમનવાળી મારી ફુલસા નામની પ્રાપ્રિયા છે. માત્ર તે પુત્ર-ભાંડર વગરની હવાથી મને તે માટે મહા દુઃખ થાય છે, કુલદેવતા, ક્ષેત્રદેવતાદિકને હું આદરથી આશકતો હતો. જેમાં ચંદ્ર વગરનું આકાશ, રાત્રે દીપ વગર જેમ ભવન શોભા પામતું નથી, તે પ્રમાણે કામિનીને પુત્ર વગર વંશ શોભા પામતો નથી. મેં મારી પત્નીને કહ્યું કે, “પુત્ર વિષયમાં તું કેમ કશે પ્રયત્ન કરતી નથી, હે મૃગાલિ! તારા "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy