SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮૮ ]. પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાd હકીકત જણાવી. ત્યારપછી દેવ-ગુરુ અને બીજા સેશન ખાઈને (૧૨૫) તેવી રીતે વિશ્વાસ બેસાડ્યો. અને મોટા બહુમાન અને આદર-સહિત સંભાળીને લાવવા ફરી પાછી મોકલી. એ પ્રમાણે કહ્યું, ત્યારે તેઓને અભય શ્રેણિકનું ચિત્ર આપ્યું. તે ચિત્રામા દેખતાં દેખતાં અનિમેષ નયનથી એકીટસે નીરખવા લાગી. ફલકમાં જેવું ચિત્રામણ છે, તે જ પ્રકારે તે પણ ચિત્તમાં તેનું ધ્યાન કરવા લાગી, એટલે તે બંનેના એક ભાવ થયે તેમાં શું આશ્ચર્ય ત્યાર પછી તે શૂન્ય બની ગઈ. જાણે કામદેવે પિતાનાં પાંચ બાણથી રોષ કરીને પાંચ ઇન્દ્રિયોને વ્યાપાર હરી કેમ હી હોય. હવે નથી હસતી, નથી જમતી, આશ્ચર્ય–ભ પામતી નથી, ખીજાતી નથી, કોઈ કાર્ય કરવા તૈયાર થતી નથી. પિતાની અતિવિશ્વાસુ દાસીને કહે છે કે, “અરે! સખી! આને તું મેળવી આપ. (૧૩૦) દાસી અભય પાસે જઈને કહે છે કે, “અરે! ચિત્રનું દર્શન કર્યા પછી શું થઈ ગયું તે ખબર પડતી નથી, અરે તેના જીવનને સંશય થયો છે. હવે કિરૂપ સંજીવનીનો સંયોગ મેળવવાને શે ઉપાય ? વૃક્ષની છેક ટોચ પર ફળ લાગેલું છે, અત્યારે આ તે ઠીંગણું છે, તે ફળ કેવી રીતે મેળવી શકે ? આ વાત આણે જાણેલી છે, તેથી આ રહસ્ય નક્કી ખુલ્લું થશે, અભયે કહ્યું કે તે તેની સાથે જદી જાય, તો હું તેને અહિ લાવું. સુચેષ્ટાએ તે વાત સ્વીકારી, એટલે અભય તેને કહેવરાવ્યું કે, અમુક સુરંગથી અમુક રાત્રિના પ્રથમ પહોરના અંતે શ્રેણિક જાતે જ તેને લઈ જશે. આ વાત તમારે કેઈને પણ કહેવી નહિં અને સર્વ લોકોને ઠગીને તમારે નીકળી જવું. આ પ્રમાણે આ વાત ગોઠવીને નગરના દરવાજાથી માંડી છેક કન્યા-અંતઃપુરના મધ્યભાગ સુધી લાંબી સુરંગ ખોદાવી. બીજી બાજુ આદરથી શ્રેણિક રાજાને ખબર કહેવાવી, તે અતિશય આનંદ પામેલા તે બત્રીશ સુંદર રથ અને વાર-સારથી સહિત વિશાલી નગરીના દરવાજાના સ્થાનમાં રાત્રે આવી પહોંચ્યા. એકદમ સુરંગના માગે કાઈ ન જાણે તે રીતે પ્રવેશ કર્યો. અંતઃપુરના દ્વાર પાસે જ્યાં પહે, તેટલામાં દષ્ટિથી અતિશય હર્ષ પામેલી સચેષ્ટા-કન્યાને આગળ બેઠેલી દેખી. હે પ્રિયા! ચાલ, તને આલિંગન કરવાના લેજ-વાળે હું શ્રેણિક પોતે જ છું. અને અહિં આવી પહોંચે છું. કોઈ ન જાણે ત્યાં સુધીમાં આ સ્થમાં ચડી જા. (૧૪૦) તરત તેણે ચણાને કહ્યું ત્યારે તેણે કહ્યું કે, “ હું સાથે આવું છું.” ચલણા રથમાં ચડીને રાજાના મેળામાં બેસી ગઈ. મણિ મોતી, માણિકયના અલંકારને ડાભો હું જેટલામાં લઈને આવું, તેટલી ક્ષણવાર બેટી થશે. એમ કહીને જેટલામાં સુજયેષ્ઠા ભવનના ભંડારમાં પેઠી, તેટલામાં વાર લગાડતી હોવાથી માગે લાગી ગયા. એટલામાં સુચેષ્ઠા પાછી આવી, તેટલામાં ચેલનું કે શ્રેણિક ન દેખાયા, એટલે તેણે મટી રાડ નાખી કે ચેaણાતું હરણ થયું, દેડે રોડો. એટલામાં પરિવાર સહિત ચેટક તેની પાછળ પાડવા જવા તૈયાર થાય છે, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy