SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ચેડા શાની સ્માત પુત્રીઓ [ ૩૮૭ ] પૂછવાથી જાણ્યું કે, “આ સુજયેષ્ઠાનું રૂપ છે. એટલે ચેટક રાજાની પાસે માગણી કરવા માટે પુરુષ મોકલે. વૈશાલી નગરીએ પહોંચીને અતિ આદર પૂર્વક વિનંતિ કરી. ‘જો કે, સવરૂપવતી કન્યા-રમણીઓ પારકા ઘરની શોભા વધારનારી હોય છે. તે સર્વને પ્રાર્થના એગ્ય એવા શ્રેણિક રાજાને ચરણમાં મારા નમસ્કાર પૂર્વક જણાવવું કે, જાએ જણાવ્યું છે કે, અમે હૈહયવંશના છીએ તેથી વાહિય કુલમાં કન્યા આપતા નથી. તો જે તું આવ્યા છે, તે પાછો જા.” ફતે પાછા આવી જે પ્રમાણે વૃત્તાન્ત અન્ય હતો, તે પ્રમાણે એકાંતમાં આવીને જણાવ્યું. હદયમાં જળ લાલ અંગારો સ્થાપન કર્યું હોય, તેમ અંબાસાર રાજા અતિ દુઃખ અનુભવવા લાગ્યા. એક ભવનથી બીજા ભવનમાં, વનમાંથી બીજા વનમાં, એક શયનથી બીજા શયનમાં જાવ-આવ કરે છે, તપેલી શિલાના તલ પર તરફડતી માછત્રીની જેમ કાંઈ પતિ પામતા નથી, ઉજજવલ મોતીના હારને, તથા ખેદ કરનાર પાણીથી ભજવેલા પદાર્થોને દૂર કરે, શુદ્ધ ચંદ્રને નષ્ટ કરે, કલેશ કરનાર મૃણાલીને શાંત કરો. કામાગ્નિ વ્યાપેલ હોવાથી જેને પતિ નાશ પામી છે, એવા શ્રેણિક રાજ આમ તેમ અસંબંધ પ્રલાપ કરતા તેની શત્રિ લાખ પહોર જેટલી લાંબી પસાર કરવા લાગ્યા. દુખે કરીને નિવારણ કરી શકાય એવું ભયંકર દાહ કરતાં વધારે દુસહ દુઃખ પિતાનું જાણીને અભયકુમાર શ્રેણિકને ધીરજ આપી કે, “હું તમને તે મેળવી આપીશ. હે દેવા તમારે હમણાં સર્વથા વિશ્વાસપૂર્ણ થવસ્થ અતિપ્રશત ચિત્તવાળા થઈ કેટલાક દિવસે પસાર કરવા.” હવે અભય વિવિધ પ્રકારના ઉપાયની શોધ કરતા વર, વર્ણને ભેદ કરનારી ગુટિકાઓ પ્રાપ્ત કરીને મનોહર વેપારીનું રૂપ કરી વિશ કી નગરીએ પહોંચી શજ દ્વારની નજીકમાં મનોહર દુકાન રાખી, તેમાં દિવ્ય સુગંધી પદાર્થો વેચવા લાગ્યો. એક પાટિયામાં શ્રેણિકનું અદભુત રૂપ ચિત્રાવીને દુકાનમાં સ્થાપન કર્યું. ત્રણે કાળ પુષ્પ, ધૂપ, દીપ વગેરેથી ઘણા આદર પૂર્વક તેની પૂજા કરે છે. ત્યાં આગળ સુચેષ્ટાની દાસીને મનોહર દિવ્ય સુગંધી પદાથી ઘણા આપે છે. પ્રભાવિત થએલા ચિત્તવાળી દાસીએ ત્યાં દરોજ આવવા લાગી. તેઓ પૂછવા લાગી કે, “તમે ઘણા આદર અને પ્રયત્નથી પૂજા કરે છે, તે આ મૂર્તિ કોની છે ?” તેણે કહ્યું કે, “અમારા રાજા જેઓના સર્વાગો ઘણાં મનોહર છે, એવા શ્રેણિકની આ પ્રતિકૃતિ છે. અરે! મનુષ્યમાં પણ આવું દિવ્યરૂપ સંભવે ખરું?, હા, જરૂર સંભવે. અરે ! તેનું સમગ્ર રૂપ છે તેને અંશ આબેહુબ ચિતરવા કોણ સમર્થ થઈ શકે છે?” હાસીઓએ સુક્કા પાસે જઈને સર્વ હકીકત કહી, એટલે તેમને આદર પૂર્વક અહિ લાવવા જણાવ્યું. ત્યાં જઈને તેઓ તે ચિત્રની માગણી કરે છે કે, “અમારાં કુમારી મંગાવે છે. અભયે કહ્યું કે, “આ તે મરથ પૂર્ણ કરનાર ચિંતામણિ છે, તેને કેવી રીતે આપી શકું? તમારા સ્વામિનીને તેના તરફ આદર છે કે નહિં? કોણ જાણી શકે કે, માફિકની સાથે કાંકરાની રમત ન ખેલાય. વળી સુકા પાસે જઈને સર્વ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy