SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬૨ ] પ્રા. ઉપદેશમાવાન ગુર્જશાવાદ જે પ્રમાદ-રાગ-દ્વેષના કારણે સમ્યફવ મેળવી શકતા નથી, કદાચ સફવા મળી ગયું હોય, તે પણ સંવેગ પામતા નથી અને વિષય સુખમાં અનુરાગવાળા થાય છે, તે દોષ હોય તે માત્ર શાળા-દ્વેષને છે, તે ઘણા ગુણેને નાશ કરનાર, સમ્યકત્વ-ચારિત્ર ગુણને વિશેષ નાશ કરનાર એવા પાપી રાગ-દ્વેષને વશ ન બનતાં તેને આત્માએ વશ કરવા જોઈએ. તે સમર્થ શત્રુ હોય છે, જેને આપણે તિરસકાયા હાય, પરેશાન કર્યું હોય, તે તેટલું નુકશાન કરતો નથી. વધારેમાં વધારે નુકશાન કરે તે એક ભવનું મૃત્યુ પમાડે, પરંતુ આ રાગ દ્વેષને કાબુમાં લેવામાં ન આવે, તો તે ઉઠ્ઠખલ એવા બંને પારાવાર નુકશાન કરે છે. માટે અનેક જન્મ-મરણ અને બીજાં દુઃખ આપનાર એવા રાગ-દ્વેષને મૂળમાંથી પ્રથમથી જ ત્યાગ કરવા જોઈએ. વળી તે બંને આ લેકમાં શારીરિક, માનસિક દુઃખ, અપયશ કરે છે. પૂજ્યપાન, જ્ઞાનાદિક ગુણેનો વિનાશ કરે છે. વળી પરાકમાં પણ શારીરિક, માનસિક દુઃખો નરકમાં ભોગવવા પડે છે. “અહ! મહાઆશ્ચર્યકારી આ અકાય છે-' એમ જણવા છતાં પણ રાગ-દ્વેષથી ખાટી પ્રવૃત્તિ આ જીવ કરે છે, મહાઅનર્થકારી કડવાં ફલ આપનાર છે-એમ જાણવા છતાં પણ પાપકાર્ય કરવાથી જીવ અટકતો નથી અને રાગ-દ્વેષનું સેવન કર્યા કરે છે. શંકા કરી કે, “આ પ્રમાણે સંતાપ કરાવનાર રાગ-દ્વેષરૂપ રંગેની શાંતિ કરનાર કંઈક એવું ઔષધ છે કે કેમ? ત્યારે જણાવે છે કે, “તેવું અદશ્ય ઔષધ છે. જે માત્ર સ્વાનુભવથી સારી રીતે જાણી શકાય છે અને જેને આનંદ એ અપૂર્વ અનુભવાય છે કે, જે વચનથી વર્ણવી શકાતું નથી. (૧૨૪ થી ૧૨૯) સામ્ય-મહારસાયન મહાત્માએ આ પ્રમાણે ઉપદેશેલું છે. ચેતનવાળા કે ચેતન વગરના પદાર્થો જે ઈષ્ટ રૂપે કે અનિષ્ટરૂપે રહેલા હોય, તેમાં જેમનું મન મૂઝાતું નથી, તે સામ્ય-સમભાવ કહેવાય છે. મુનિવરોને કઈ ગોશીષ ચંદનનો લેપ કરે અથવા કોઈ વાંસલાથી શરીરનો છેદ કરે, તે સમયે જે ચિત્તવૃત્તિને ભેદ ન થાય, તેમના ઉપર રાગ-દ્વેષ ન થાય, તે તે અનુત્તર સાય કહેવાય. કોઈક આપણા ઉપર પ્રીતિવાળો આપણાં ગમતાં કાર્યો કરી આપે, અથવા વાવ બની શાપ આપે, તે પણ બંને ઉપર ચિત્ત એક સરખું હે, તે ગ્રામ્યસુખ સરોવરમાં નાન કરે છે. હવન કરતા નથી, તપ કરતો નથી, કોઈને કંઈપણ દાન આપતો નથી, છતાં આશ્ચર્યની વાત છે કે મૂલ્ય આપ્યા વગરની આ સામમાત્રથી નિવૃત્તિ ખરીદાય છે. કલેશ કરાવનારી ચેષ્ટા, દુષ્ટ શાળાદિકની ઉપાસના કરવાથી સયું, વગર પ્રયત્ન મેળવી શકાય, તેવા મનોહરં સામ્ય-સુખને આશરે ગ્રહણ કર. પરોક્ષ પદાર્થ ન માનનાર નાસ્તિક સ્વર્ગ અને મોક્ષને નહિ માન, 5 સ્વાનુભવજન્ય સામ્યસુખને તે અ૫લાપ નહિં કશે. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy