SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરણ ઋષિની કથા | [ ૩૩૯ } પૂરણ ઋષિએ અતિદુષ્કર લાંબા કાળનું પહેલા જે તપ કર્યું, તે જે દયાપ્રધાન જિનશાસનમાં કર્યું હતું, તે તેનું તપ સફળતા પામતે. (૧૯) પૂરણની કથા આ પ્રમાણે આ ભરતક્ષેત્રમાં વાવડી, કૂવા, દેવકુલ આદિથી સહિત બિલક નામનું નગર હતું. ત્યાં સર્વગુણવાળા પૂર નામના ઉત્તમ જાતિના કુટુંબી રહેતા હતા. તેના ઘરમાં પુષ્કળ સુવર્ણ, ધન, ધાન્ય ભરેલાં દેખાતાં હતાં. કોઈક દિવસે તે મહાસત્ત્વવાળ સુંદર બુદ્ધિવાળો રાત્રિના છેલા પહોરે પ્રાતઃકાળમાં જાગીને વિચારવા લાગ્યો- સંસારથી ઉદ્વેગ પામેલા મનવાળો મનહર ધર્મ જગરિકા કરવા લાગ્યા કે, “જ્યાં સુધીમાં મારી આ સમૃદ્ધિ ઓચિંતી ચાલી ન જાય, ત્યાં સુધીમાં હું પોકના કલ્યાણ માટે કંઈક વ્રતનો સ્વીકાર કરું.” આ પ્રમાણે મનમાં ચિંતવન કરીને તે જા, એટલે સૂર્યોદય થશે, તેની સાથે જ અંધકારનાં મોજાઓ ફર પલાયન થઈ ગયાં, સૂર્યવિકાસી કમળવાળાં સરોવર સુગંધ બહલાવવા લાગ્યાં. ચક્રવાકી અને ચક્રવાક પક્ષીઓને રાત્રિનો વિયોગ દૂર થશે અને મેળાપ થયો. એટલે પૂરણ શેઠે સર્વ સજજને અને નેહીવને પિતાના ઘરે આમંત્રણ આપી એકઠા કર્યા, સન્માન આપી બેસારી પિતાના યેષ્ઠ પુત્રને કહ્યું, “હે વત્સ ! આ વત્સલ કુટુંબ અને ગૃહવાસ મેં લાંબા કાળ સુધી પાલન કર્યો, હવે મા સર્વ ઘરને ભાર અત્યારે તને સમર્પણ કરું છું. આ ભવનું સ્વરૂપ પરાધીન અને નશ્વર સ્વભાવવાળું છે તેથી મારે વ્રત-ગ્રહણ કરવું છે. હવે દાન આપીને પ્રણામિત દિક્ષા ગ્રહણ કરીશ. ચાર ખાનાવાળું સારા પ્રમાણયુક્ત એવું પાત્ર તૈયાર કરાવરાવ્યું. ત્યારપછી છઠ્ઠને પાર ઉપરા ઉપર છઠ્ઠ કરીને અખંડ સત્તા ધારણ કરી તુષ્ટમાન થએલો તે તપ કરવા લાગ્યો. પાત્રના પ્રથમ ખાનામાં જે ભિક્ષા પડે છે, તે દીન, અનાથ એવા લોકોને, બીજો ભાગ કાગડાદિક પક્ષીઓને, ત્રીજો ભાગ મગરમચ્છ, શંખાદિક જળચર જીવોને આપે છે અને પાત્રના ચોથા ખાનામાં પડેલી ભિક્ષાથી પિતાના પ્રાણને નિર્વાહ આ પ્રમાણે બાર વરસ સુધી છ ઉપર છઠ્ઠના ઉકૃષ્ટ તપનું પાલન કરી અંતકાલે એક માસના ઉપવાસ કરી પ્રાણોને અહિં ત્યાગ કરી તે ચંચાનિવાસી ચમરદેવ . અસુરકુમાર દેવોને સવામી નવીન પાક્રમવાળો અમરેન્દ્ર થયા. અવધિજ્ઞાનથી , તે પિતાના મરતક ઉપર ઈન્દ્રને નીરખ્યા. જે જગતમાં ઉત્તમ પ્રથમ શ્રેષ્ઠ સોયમ નામ દેવલોક તેની સુધર્મ નામની સભામાં મહાલે છે, રત્નમય સિંહાસન પર બેસી નું રાજ્ય પાલન કરે છે, સમગ્ર પોતાના પરિવારને એકઠા કરી અનેક લાગાગે ભોગવે છે, અને અપ્સરાઓ મનહર નૃત્ય કરે છે, તેને રેગ્યા કરે છે. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy