SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૦ ] પ્રા. ઉપદેશમાલાનો ગૂજરાનુવાદ હવે તેવી સ્થિતિમાં તે સૌધર્મઇન્દ્રને દેખી પ્રચંડ મતિવાળો આવેશ લાવીને ધમધમ કરતો કેધથી પૂછવા લાગ્યો– “અરેમારા મસ્તક ઉપર બેસનાર એવો વળી ક આ દુરંત લક્ષણવાળે છે?” ત્યારે પરિવાર દેવે કહ્યું કે, “આ તે શાશ્વત ભાવથી થવાવાળા આપણા સવામી પ્રથમ ૧૯૫ના અધિપતિ શક્રેન્દ્ર કહેવાય છે. આ વિષયમાં વળી કેપ કરવાનું શું પ્રયોજન છે? એટલે અમરેન્દ્ર ચમર ચંચાધિપતિ હમટ ભકુટી ચડાવી, માલતલ ભયંકર બનાવી બરાડા પાડવા લાગ્યો કે, “મનમાં શાશ્વત ભાવ કરનાર વળી કેણ છે? જે કઈ તેમ કરશે, તે વિનાશ પામશે, ગ્રહસમુદાય, ગંધર્વાદિકમાં એ કોઈ પણ એકે ય નથી કે, જે જ્યારે હું ચાલતા હાઈ', ત્યારે મારી સન્મુખ એક ક્ષણ આવી શકે. અહંકાર કરતો તે આયુધશાલામાં ગયા અને હસ્તતલમાં ભુંગળ-દંડ લઈને તેણે ઊંચે ધારણ કર્યો, જેમ યુદ્ધ કરવા યુવરાજ જાય, તેમ શેષાયમાન થએલે તે શકઈન્દ્ર ઉપર ચાલ્યા. - હવે તે સમયે મહાવીર ભગવંતે સુંઢમાર પુરીમાં કાઉસ્સગ કરીને એકરાત્રિ પ્રતિમા બારણું કરીને પહેલા હતા. તેમના પાદપીઠામાં નમસ્કાર કર્યો. અને વિનતિ કરવા લાગ્યું કે, “હે સ્વામી! તમારા પ્રભાવથી હમણાં શક્રેન્દ્રને મારાથી હણાએલા પ્રતાપવાળ કરજો, તેની તે લક્ષમી નાશ કરવામાં આપ સહાય આપશે અને મારી તરફ કૃપા નજર રાખશે.” આ પ્રમાણે ભગવંતની નિશ્રા લઈને ચંચાધિપ અમરદેવ પિતાના પરિવાર અને સૈન્ય સાથે ચાલ્યો. પિતાનું દિવ્ય શરીર વધારીને લાખ પ્રમાણ-ગુણું કર્યું. અતિદુર્ધર એવા પાદતલથી એ પ્રહાર કર્યો છે, જેથી ઉંચા ડુંગરાનાં શિખરે ગબડવા લાગ્યા, વળી આકાશ ભેરાઈ જાય, તેવા ભવાળા શબ્દો આકાશમાં કરી હ૫૨ ઉડવાની કીડા કરવા લાગ્યા. પૃથ્વી પર કુંભારના ચક્રની જેમ ઉપર ચડીને ફરી ફરીને બ્રમણ કરવા લાગ્યા, ત્રણે ભુવનના લોકે ચિત્તમાં ચમત્કાર પામ્યા અને દિશા તરફ અવલોકન કરવા લાગ્યા. તે સમયે ત્રણે ભુવનમાં આકર સંક્ષેાભ ઉછળે, હાથીના શબ્દોને સરખે ગજ૨૧ સાંભળીને હાથીઓ પોતાના આલાનતંબને ભાંગીને નાસભાગ કરવા લાગ્યા, કેળવાએલા અશ્વો પિતાનું સ્થાન છોડીને દૂર દૂર દોડવા લાગ્યા. આકાશ બહેરું બની ગયું, નગરના સમગ્ર લોકોનાં મુખો ગભરામણથી ચિંતા-વ્યગ બની ગયાં. પર્વત-ગુફામાં કેસરિસિંહે એવા ભ પામી ગયા કે, બહાર નીકળવાને માગ મેળવી શકતા નથી. (૧૩) કનક પર્વત વિષ પર્વતના મધ્ય ભાગમાંથી અતિઉચે એવા સેંકડો શિખરાને પ્રચંડ ભુંગળ દંડથી તોડી નાખે છે, હિમપર્વત કેલાસ પર્વતના અગ્રભાગને ચરણથી ચંપાવી ઉપર ચડે છે. મહામેવ સરખે ભ્રજજડ હાથ ઠોકવાથી ઉછળેલ નાદ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy