SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ — —— શાલિભદ્રની કથા [ ૨૯૧ } વળતી દેખીને હું મૃત્યુ પામીશ અને તે સર્વ પણ મૃત્યુ પામશે. તારું શરીર તે રસવાળા તાજા કલલ સરખું સુકુમાર છે, તેથી તું કઠોર ચારિત્ર પાલન કરી શકીશ નહિ. માટે ઉતાવળ ન કર.” આમ કહેવા છતાં પણ વતનો નિશ્ચય ફેરવતો નથી. માતા માટે નિ:શ્વાસ મૂકીને દીક્ષાની દુષ્કરતા કહે છે, તો પણ ક્રમે ક્રમે એક એક શમ્યાને ત્યાગ કરતા હતા. તે ખરબચડી કઠણ શખ્યામાં સુઈ શકાય તેવી રીતે કાયાને કેળવી. પિતાની માતાને માન્યકારથી, આંસુની ધારાઓને વરસાવતી જોઈને, જનનીએ જે કહ્યું, તે તેને સ્વીકાર્યું. માતાને તે સર્વ લક્ષણવાળે એક જ પુત્ર હતે. તે સમયે તેઓના પુ ગે કેવલજ્ઞાન-વિલાસી શ્રી વીર ભગવત ત્યાં સમવસર્યા. હવે મુષ્ટિ-ગ્રાહા કટીવાળી શાલિભદ્રની બહેન ધન્યસાર્થવાહની પત્ની અન્યને. શરીરે અયંગન કરતી હતી, ત્યારે રુદનના અજબ પડવાથી પતિએ તે સમયે પૂછયું કે, “તારું અપમાન કોણે કર્યું છે? ત્યારે પ્રત્યુત્તરમાં કહ્યું કે, “હે પ્રાણપ્રિય! તમો પતિ છે, ત્યાં સુધી કોઈ મારું અપમાન કરી શકે તેમ નથી, પરંતુ મારા ભાઈ શાલિભદ્ર દીક્ષા લેવા તૈયાર થયા છે અને દરરોજ એક એક શમ્યાને-પત્નીને ત્યાગ કરે છે. એટલે ભાગ્યશાળી ધન્નાજીએ તેને કહ્યું કે, અરે! જગતમાં તે હલકા અને કાયર પુરુષ ગણાય છે. જે એક જ સપાટામાં સનેહને કાપી નાખતા નથી, તેનું નામ પણ કોણ લે? પત્નીએ પન્નાજીને કહ્યું કે, “જે તમે ખરેખર શુરવીર જ છે, તે આજે કેમ તમે સાધુ થતા નથી?” ત્યારે તેણે કહ્યું કે, “હું આટલી જ શહ જોતો હતો કે તું કંઈક છે. હવે હમણાં જ તારે મને વ્રત લેતે દેખવો.” આમ કહેતાં તે તે ફરી હશગુણું રુદન કરવા લાગી, જાણે ઉપર જ આવીને પડયું હોય, પતિના વિરહમાં બળતી કહેવા લાગી કે, “હે સ્વામી ! આ તે મેં તમારી મશ્કરી કરી હતી. ખરેખર તમે તો તમારા બોલ સાચા ઠરાવ્યા. અરે ! હે નાથ! તમે મારા ક્ષત ઉપર ક્ષાર ન નાખશે. મને બેનો વિરહ ઘણે દુસહભારે થઈ પડશે. હે પ્રાણેશ! જે તમારે આ નિશ્ચય ખરેખર સાચો જ હશે, તે હું પણ પ્રત્રજ્યા અંગીકાર કરીશ.” ત્યામાં જિનેશ્વર ભગવંતની ઉત્તમ પ્રકારની પૂજાઓ મહત્સવ કરાવ્યા, બીજા પણ કરવા ૨૫ સારભૂત કાર્યો કર્યા, સગાં-સંબંધીઓને આમંત્રશુ આપી એકઠા કર્યા, હજાર મનુ વહન કરી શકે તેવી શિબિકામાં બેસીને દીનાદિક મgસ્થાને દાન આપતા તે શોભતા હતા. જયાં વીર ભગવંત સમવસરણમાં હતા, ત્યાં પહે અને પત્ની સહિત દેવાધિદેવે તેને દીક્ષા આપી. આ પ્રમાણે દેવતાઓની સાક્ષીએ પ્રભુએ તેને દીક્ષા આપી, તે સમાચાર શાલિ– ભદ્રના જાણવામાં આવ્યા, એટલે તે અતિચિંતાવાળા થઈ કહેવા લાગ્યા કે, “ખરેખર "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy