SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ રૂાન [ ૨૨ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ તેણે મને હરાવ્યું, હેંડમાં મારી આગળ નીકળી ગયા. શાલિભદે પણ નિરુપદ્રવપણે દિક્ષાની તૈયારી કરી, જિનબિંબેની, સંઘ વગેરેની પૂજા તથા પ્રભાવનાદિ કાર્યો કર્યા. નવીન નવીન અંગમર્દન, સનાન, વિલેપન વગેરે કરાવી સુધી હરિચંદન રસ વગેરેથી શબિત થયો. વળી કડાં, કંડલ, મુગુટ વગેરે આભૂષણોથી શણગારેલ શ્વેત રેશમી વસ્ત્ર પહેરી, રત્નજડિત સુવર્ણશિબિકામાં બેઠેલા, અપૂર્વ શિવસુખમાં લીન મનવાળે, સુંદર વાજિંત્રના શદાબર સહિત શાલિભદ્ર મહાવીર ભગવંતના સમવસરણમાં પહેશે. ભગવતે પણ પિતાના હસ્ત-કમળથી તેને દીક્ષિત કર્યા. ત્યારે જાણે અમૃતથી સિંચાયા હોય તેવા આનંદિત બન્યા અને ત્યારપછી શિક્ષા ગ્રહણ કરી. શાલિભદ્ર અને ધન્ય છે અને મુનિઓએ ૧૧ અગેનો અભ્યાસ કર્યો. અસંગ એવા તે બંને ભગવંતની સાથે પૃવીમાં વિચરતા હતા. સત્યમાં રમત એવા તેઓ રસના સર્વથા ત્યાગ ૨૫ મહિનાના ઉપવાસ કરીને રહેતા હતા. વળી બે, ત્રણે, ચાર, પાંચ મા સના ઉપવાસ કરવામાં પ્રીતિવાળા, પ્રશમ, સ્વાધ્યાય, સુંદર બાન, શ્રદ્ધા, વિધિ, કષ્ટકારી અનુષ્ઠાન આચરવામાં જ લીન મનવાળા, જેમના શરીરમાંથી ચ, લેહી, ચરબી, માંસ, મજજા શોષાઈ ગયાં છે, એવા તે બંને માત્ર શુષ્ક હાડકાં, નસે અને ચામડીવાળા દેખાય છે. હવે સર્વના પરમેશ્વર એવા વીર ભગવંત વિચરતા વિચરતા આનંદપૂર્વક પિતાના પરિવાર-સહિત કમાગે તે રાજગૃહી નગરીમાં પહેચ્યા. (૭૫) માસક્ષમણનું પારણું આવી પહોંચ્યું, ત્રણગુતિવાળા જ્યારે વહેરવા માટે જતા હતા, ત્યારે પ્રભુએ શાલિભદ્રને કહ્યું, આજે સુખેથી તું માતાના હાથથી વહેરીશ. ઘર ઘરે ગોચરી માટે ફરતા હતા, ત્યારે બંને ભદ્રાના ઘરના આંગણામાં પહોંચ્યા, પરંતુ આજે ભદ્રામાતા પુત્રનાં દર્શન કરવા માટે ઉત્કંઠિત થએલી હોવાથી તે વહુના ઘણા પરિવાર સાથે વંદન કરવા ચાલી. ઉતાવળા ઉતાવળા તે સર્વે ત્યાં પહોંચવા માટે બીજું કોઈ લક્ષ્ય ન આપતાં અગણામાં ઉભેલા છતાં તેમને માતાએ ઓળખ્યા પણ નહિં. પાછા વળીને જ્યારે પ્રભુ પાસે આવતા હતા, ત્યારે માર્ગમાં તેઓને મહિયારી-ગોવાલણે દેખ્યા. જેના દેહમાં પ્રીતિરામ પ્રસરે છે. તેથી રામરાજ વિકસિત બનેલી છે, ફરી ફરી પ્રણામ કરીને હર્ષાશ્રુ વહેવડાવીને દહીં ભરેલી એક મટકી ઉપાડે છે અને સ્તનમાંથી દૂધ ઝરાવતી પહેરાવે છે. તે ઉત્તમ મુનિવર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી શુદ્ધિને વિચાર કરી હિતકારી ગુણયુક્ત દહીં ગ્રહણ કરે છે. અને પ્રભુ પાસે પહોંચીને પૂછે છે કે, “ આજે મને માતાએ વહેરાવ્યું નથી. પ્રભુએ શાલિભદ્રને કહ્યું કે, “જેશે તેને દહીં વહેશવ્યું, તે નક્કી તારી ગયા ભવની માતા છે.” "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy