SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૦ ] પ્રા. ઉપદેશમાલાને ગૂજરાવાદ વાવડીના જળને ઠાલવવા લાગી, ત્યારે ઘણાં શો તેમાં ભરેલાં હતાં, તેની અંદર રહેલ આ શ્રેણિકની મુદ્રા કાળા કેલસા જેવી ઓળખાઈ આવી. આવાં ઝગમગતાં આભૂષણે ત્યાગ કરવાનું રાજાએ ભદ્રાને પૂછ્યું. ત્યારે કહ્યું કે, હંમેશાં નવાં નવાં આભૂષણે શરીર પર પહેરીને બીજા દિવસે નિમયની જેમ વાવડીમાં ફેકી દે છે, તે સાંભળી રાજા મનમાં ચમત્કાર પામ્ય અને વિચારવા લાગ્યું કે, આ ભદ્રાને પુત્ર પૂર્વભવમાં ઘણું પુણય કર્યું હશે. હવે રાજા ભદ્રાને પૂછીને પિતાના મંદિરે જઈને પવિત્ર ન્યાય-પૂર્વક જય પાલન કરવા લાગ્યો. (૫૦) હવે ઉપર આવીને શાલિભદ્ર તવ વિચારવા લાગ્યા કે, “ખરેખર હું નિર્માગી અતિ પ્રમાદી બની ગયો છું. મારી તરુણ તરુણીઓમાં ખૂબજ આસક્તિ કરીને મારું મનુષ્ય-જીવન નિષ્ફળ બનાવ્યું છે. મેં પૂર્વ જન્મમાં કંઈપણ સુકૃત-પુણ્ય કરેલું છે, તે કારણે અત્યારે દેવતાઈ ભેગ પ્રાપ્ત કર્યા છે. વળી મારા મનમાં એક વાત ખટકયા કરે છે કે, “હજુ મારા ઉપર બીજા સ્વામી પ્રાપ્ત થયા છે. અહિં તો પૂર્વભવમાં ઉપાર્જન કરેલ પુણ્ય-પાપના પ્રભાવથી ઘણે સુખનો ભેગવટે કર્યો, તે હવે આ સુંદર ભાવ પ્રાપ્ત કરીને સમગ્ર ઘર્મ કરવાની મતિ કરું, જેથી મોક્ષ અને સ્વર્ગને માર્ગ સરળ થાય. હવે તે સમયે અણચિંતવેલ-એચિંતા ઝરણા સમાન વિચરતા વિચરતા ધર્મછેષ ગુરુ પધાર્યા. સમગ્ર સેના અને પરિવાર–સહિત શ્રેણિક રાજા એ ત્યાં જઈને તે ગચ્છાધિપતિને વંદન કર્યું. શાલિભદ્ર પણ ત્યાં આવી પહોંચ્યા અને આચાર્યની ગંભી૨ અર્થવાળી દેશના સાંભળી. નવીન નવીન થતા સંવેગ-વેગથી મનના અનેક પ્રકારના મેલને દેશના-જળથી ધોઈ નાખે. શાલિભદ્ર ગુરુને પૂછ્યું, એટલે ગુરુએ કહ્યું કે, “જિનેશ્વરનાં સંયમથી સેવકભાવ થતો નથી. અર્થાત્ તારા ઉપર હજુ સ્વામીભાવરૂપે શ્રેણિક છે, તે તે સંયમથી ન થાય.” કોઇથી ન રોકી શકાય તેવો વિરાગ્ય થયા, ભાવમંગલની પ્રાપ્તિ થઈ શુહમતિવાળા શાલિભદ્ર ભાવના ભાવે છે. મનમાં પ્રત્રજ્યા અંગીકાર કરવાનો દઢ નિશ્ચય કરીને ઘરે આવીને માતાને વિનતિ કરે છે કે, “હે માતાજી! આજે સૂરિ ભગવંત પાસે અત્યંત મનોહર શમણુ-ધર્મ મેં શ્રવણ કર્યો, તે હવે નાશ પામવાના સ્વભાવવાળા ભેગોથી મારું ચિત્ત વિરક્ત થએલું છે. તે હું તે ભેગેને ત્યાગ કરીને નક્કી ચારિત્રનું પાલન કરીશ.' આ વચન સાંભળી પ્રથમ તો માતાને મૂછ આવી ગઈ, પરંતુ મૂચ્છમાંથી ભાન આવ્યું, ત્યારે માતાએ કહ્યું કે, “વિજળી જેવાં વચને તું ન બોલીશ. મને તો તું મારા મન, નેત્ર, જીવ, જીવિત સમાન છે. તારા વગર તો મારા પ્રાણ જલ્દી પલાયન થઈ જાય. તારા ઉપરના અતિશય નેહાધીન થએલી તારી પત્નીઓને ટળ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy