SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] પ્રા. ઉપદેશમાતાનો ગૂર્જરનુવાદ કેવઢી થયા. તે વૈદ્યરાજ, રાજપુત્ર, શેઠ-પુત્ર, મંત્રિ-પુત્ર, સાર્થવાહ-પુત્ર એમ પાંચ એકઠાં થઈ ઔષધે ગ્રહણ કરીને તે ઉદ્યાનમાં ગયા કે, જ્યાં આ મુનિ પ્રતિમા અંગીકાર કરી દયાન કરી રહેલા છે. મસ્તક પર અંજલિ જેડીને, પરમ આદરથી પગમાં પ્રણામ કરીને તપવી મુનિને વિનંતિ કરી કે, “આપના શરીરને અને પીડા કરીશું, માટે રજા આપે.” ત્યાર પછી કાઉસગ-મુદ્રામાં હોવા છતાં કટીવઅ બરાબર બાંધીને તેમના અવગ્રહમાં પ્રવેશ કરીને વિષે આખા શરીર નિપુણતાથી તેલનું અત્યંચન કર્યું. જ્યારે તેલ રૂંવાડામાં છિદ્રો દ્વારા અંદર પહોંચ્યું, ત્યારે ઉતા લાગવાથી ચામડીના કૃમિઓ ક્ષોભ પામ્યા અને શરીર બહાર નીકળ્યા. તે સમયે તે મહામુનિને જે વેદના ઉત્પન્ન થઈ, તે એકતાનથી ધ્યાન કરતાં તેમણે અપૂર્વ સમતાથી સહન કરી. હવે તે રત્નકંબલથી તે તપસ્વીને દઢપણે લપેટ્યા. તે રત્નકંબલ અતિશીતલ હોવાથી તેમાં તે કુષ્ઠના કૃમિઓ સંક્રાન્ત થયા. ત્યાર પછી આગળથી લાવી ખેલ એક મરેલી ગાયના કલેવરમાં તે કંબલમાંથી જયણાપૂર્વક કૃમિને ઝાટક્યા, જેની તે કમિઓ તેમાં સંક્રમિત થઈ ગયા. (જેથી વગર કારણે તેઓ મૃત્યુ ન પામે, તેવા પૂર્વના વૈદ્યો અહિંસા-પાલક હતા.) ત્યારપછી ગોશીષચંદન ઘસીને તેઓએ પિતે જ તેના આખા અંગે વિલેપન કર્યું, એટલે તરત મુનિ પ્રસન્ન ચેતન્ય યુકત થયા. એ પ્રમાણે બીજા-ત્રીજા દિવસે તે જ વિધિ કથા, પરંતુ મુનિએ વેદના પણ દરરોજ બમણી, ત્રણ ગણી સમતાભાવે સહન કરી. (૨૫) પ્રથમ દિવસે ચામડીની અંદર રહેલા ઘણું જ કૃમિએ બહાર નીકળી પડયા, બીજા દિવસે માંસમાં રહેલા અને ત્રીજા દિવસે હાડકામાં રહેલા કૃમિએ બહાર નીકળ્યા. સંરહિણી નામની ઔષધિથી દરેક છિદ્રોની રુઝ લાવી નાખી, મુનિવર સુવર્ણ વની કાયાવાળા તદ્દન કુષ્ઠરોગ વગરના બની ગયા. તે તપદવી મહામુનિને નિરોગી કરીને જાણે નવીન પ્રાપ્તિ, કે સંગ્રામમાં જય મેળવેલ હોય તેમ પ્રમાદથી નકસિત થયા અને પિતાના આત્માને કૃતાર્થ માનતા હોય તેમ આનંદ અનુભવવા લાગ્યા. જે મનુષ્યોનું અંતઃકરણ, સતત પરોપકાર કરવામાં પ્રવીણ હોય છે, તેમની જય માટે જે સાધુ પ્રત્યે સારી ઉપકારની પ્રવૃત્તિ છે, તે પુણ્યના ઉ૫૨ તુલિકા (ચૂલિકા) જેવી છે.” ફરી ફરી પ્રણામ કરી ખમાવીને સ્વસ્થ અવસ્થાવાળા તે પાંચ મિત્રો પિતાના ઘરે ગયા. તે મુનિ પણ પૃથ્વી મંડળમાં તીવ્ર તપતું સેવન કરતા વિચારવા લાગ્યા. વૈદ્ય કંબલરત્ન વેચીને અધે લાખ દ્રવ્ય મેળવ્યું અને તે દ્રવ્યથી શ્રેષ્ઠ તેરણાવાળું, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy