SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ 4 ૨૭૨ ] પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ કદાચ તે કાયોત્સર્ગ કરનાર હોય, મૌન ધારણ કરનાર હોય, મરતક મુંડન કરાવનાર હોય, છાલનાં વસ્ત્ર પહેરનાર હોય, કે અનેક પ્રકારનાં વિવિધ આકરાં તપ કરનાર હોય, તો પણ જે મૈથુનની પ્રાર્થના કરનાર હોય, કદાચ તે બ્રહ્મા કે કોઈ પરમેષ્ઠી હોય, તો પણ મને તે ગમતું નથી. કારણ કે, જિનવચનને સાર મેં જાણે હોવાથી, નિરપવાદ હોવાથી. (૬૩) પાપી મિત્રોથી પ્રેરાએલે, સ્ત્રી આદિકથી પ્રાર્થના કરાએલો હોય, છતાં જે અકાર્યાચરણ કરતો નથી, તેનું ભણેલું, ગણેલું, જાણેલું અને આત્માનું શુદ્ધ વરૂપ ચિંતવેલું સફળ ગણાય. જે અકાર્ય કરવાથી ન અટકે, તો અત્યાર સુધી ભણવા-ગણવાને પરિશ્રમ નિષ્ફળ ગણાય.” તે પાછળથી તેની શુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી, તે કહે છે– ગુરુ પાસે જઈને સારી રીતે વિધિપૂર્વક આલોચના કરી તે કહે છે.– “જે કોઈ ગુરુના ચરણકમળમાં જઈને પિતાનાં સર્વ શા પ્રગટ કરતા નથી, તે સાધુપદ પામી શકતા નથી, શલ્યવાળા કલુષિત ચિત્તવાળાને જ્ઞાનાદિક ગુણશ્રેણિ પ્રાપ્ત થતી નથી. કદાચ બીજા અનુષ્ઠાને પૂર્ણપણે કરતે હોય, તે પણ શલ્યવાળાને ગુણકાણાની વૃદ્ધિ થતી નથી, પણ અપરાધ વખતે જે ગુણશ્રેણી વર્તતી હોય, તે જ અને તેટલી જ ગુણશ્રેણી રહે છે. બાકીના અનુષ્ઠાનથી રહિતને તે તે પણ દૂર થાય છે. હવે સ્થૂલભદ્રની કથા દ્વારા ગુણમાં ઈર્ષા કરનારના નિર્વિવેકને દેષ કહે છેયથાર્થ ગુણવાળા એવા સ્થૂલભદ્ર સાધુને ગુરુએ “દુષ્કરકાર દુષ્કરકાશ્ક” કહી ગુણ-બહુમાનથી આદર-પૂર્વક લાવ્યા, તે આર્ય સંભૂતના શિષ્ય સિંહગુફાવાસીથી તે બહુમાન સહન કેમ ન થયું ? તે વાત કથામાં કહેલી છે. જો કોઈ કર્મના ઉપશમવડે સર્વ પ્રકારે સારો ગણાય. તે બીજે ધમનો જાણકાર હોવા છતાં શામાટે તેના ઉપર મત્સર-ઈષ્ય વહન કરતે હો? ગુણનો મત્સર કરનારને ભવાંતરમાં કે ગેરલાભ થાય છે ? તે દૃષ્ટાંતથી કહે છે – આ ચારિત્રની આરાધનામાં અતિદઢ છે, વૈયાવચ્ચ, સમિતિ, ગુતિ, વાધ્યાય, તપ વગેરે ગુણોથી અલંકૃત છે, એ આત્મા સાધુઓની પ્રશંસા સહન ન કરે, તે પરભવમાં વર્તમાન ભાવ કરતાં ઓછા ગુણની પ્રાપ્તિવાળા થાય છે. પુરુષપણાનો ત્યાગ કરીને સ્ત્રીપણું પામે છે. જેવી રીતે પીઠ અને મહાપીઠ સાધુ હતા, તે બ્રાહ્મી સુંદરી રૂપે થયા. (૬૬-૬૭-૬૮) ગુણ-પ્રશંસા સહન ન કરનાર પીડ-મહાપીડની કથા – વસ્ત્રાવતી નામની વિજયમાં, પ્રશંકા નામની નગરીમાં અભયઘોષ નામનો એક શ્રેષ્ઠ વિધ હતો. તેને ચાર મિત્રો હતા. અનેક ગુણોથી યુક્ત એવા એક જ પુત્ર, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy