SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણીપુરુષોને મત્સર ન કરે [ ૨૭૧ ) तो पढियं तो गुणियं, तो मुणियं तो अ चेईओ अप्पा । आवडिय-पेल्लियामंतिओऽवि जइ न कुणइ अकजं ॥६४॥ पागडिय-सत्र-सल्लो, गुरु-पायमूलम्मि लहइ साहुपयं । अविसुद्धस्स न वदह, गुणसेढी तत्तिया ठाइ ॥ ६५ ।। जइ दुक्करदुक्करकारउ ति भणिओ जहडिओ साहू । तो कीस अज्जसंभूअविजय-सीसे हिनवि खमि ।। ६६॥ जइ ताव सबओ सुंदरु त्ति, कम्माण उवसमेण जई । धम्मं वियाणमाणो, इयरो कि मच्छरं वहइ ? ॥ ६७ ॥ अइसुदिओ ति गुणसमुइओ ति जो न सहइ जइपसंसं । सो परिहाइ परभवे, जहा महापीढ-पीढरिसी ॥ ६८ ॥ જગતમાં પાણીદાર પાવાળી તલવારના પાંજાથી ભય પામીને કાષ્ઠના પાંજરામાં વસે છે, તેમ વિષયરૂપ તરવારના પંજરથી ભય પામેલા મુનિવર તારૂપ પંજરમાં એટલે કે બાર પ્રકારના તપના પાંજરામાં રહી તપસ્યાની આરાધના કરે છે. પાંચ ઈન્દ્રિયોના શબ્દાદિક વિષોવાળી સ્ત્રીઓથી ભય પામેલા મુનિઓ સંસારને ત્યાગ કરી ચારિત્ર સ્વીકારી બાહ્ય-અત્યંતર ભેજવાળા તપના પાંજરામાં રહે છે. પંજર શબ્દ એટલા માટે જણાવ્યું કે, “પાંજરામાં રહેલું હોય, તે બહારના કોઈ વ્યાપાર કરી શકતો નથી, તેમ સાધુ તપના પાંજરામાં હોવાથી સાંસારિક આશપ્રવૃત્તિ કરતા નથી (૬) સ્થૂલભદ્રથી વિપરીત દષ્ટાંત આપતાં કહે છે – જે કોઈ મનુષ્ય પોતાના ગુણનું અભિમાન કરે છે અને ગુરુવચન-ઉપદેશહિતશિક્ષા માનતા નથી, તે ઉપકશાને ત્યાં ગએલા તપસ્વી સાધુની જેમ પાછળથી પરતાય છે. સ્થૂલભદ્રના દષ્ટાન્તમાં આ હકીકત જણાવી ગયા છીએ. (૬૧) અણુવ્રતની અપેક્ષાએ જયેષ્ઠ એટલે મહાવ્રતે, તે પર્વતના ભારને વહન કરે, તેની માફક મહાવ્રતના ભારને વહન કરે ઘણે કઠણ છે. કારણ કે, “આ લીધેલી પ્રતિજ્ઞા જીવનના ભોગે જિંદગી સુધી વહન કરવાની છે, તેમાં ખામી આવવા દેવાની નથી. એવી દઢ પરિણતિવાળો હોય, પરંતુ ઉપક્રશા રાખી યુવતીઓના સંસર્ગમાં રહેનાર સાધુ ન તે સાધુપણામાં કે ન તે શ્રાવકપણામાં રહેલ ગણાય. બંનેથી ભ્રષ્ટ થએલે આ પ્રમાણે ગણાય. ચારિત્રના પરિણામ ન હોવાથી તે સાધુ નથી. બહારનું શ્રમણલિંગ હોવાથી શ્રાવક પણ ગણાતું નથી. (૬૨) અબ્રતાની પ્રાર્થનામાત્રથી, યતિપણાથી કેવી રીતે તે ભ્રષ્ટ થયે? તે કહે છે "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy