SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ વજ મુનિની કથા [ ૨૩૧ ] વજ મુનિ દ્રવ્યાદિકને તીવ્ર ઉપયોગ કરવા લાગ્યા. દ્રવ્યથી આ પુરણ પુષ્ય-કુષ્માંડ ફળ અર્થાત્ કોળાફળને બનાવેલ પદાર્થ છે, વળી ક્ષેત્રથી આ ઉજજયિની નગરી છે, કાળથી કૃષ્ણ પક્ષ અને વર્ષાકાળ છે, ભાવથી પૃથ્વીને સ્પર્શ કર્યા વગરનો પગ અહર છે અને નેત્રો મિંચાયાં વગરનાં છે, વળી અત્યંત ચિત્તના આનન્દવાળા આ રવો છે. એમ જાણ્યું કે, “આ તે દેવતાઓ છે. હું માનું છું કે, આમાં કંઈક છેતરાવાનો પ્રસંગ છે. તેથી તે ન વહોરું – એટલે તે દેવ પ્રસન્ન થયા અને કહ્યું કે, “અમે કૌતુકથી તમારા દર્શન માટે આવ્યા છીએ.” ત્યાર પછી અનેક દેવતાઈ અને મનુષ્યોનાં વિવિધ પ્રકારનાં રૂપે વિકર્વી શકાય તેવી વિક્રિય વિદ્યા તેમને આપી. ફરી પણ જેઠ મહિને થંડિલભૂમિ ગયા હતા, ત્યાં દેવતાઓ ઘેબરની શિક્ષા આપતા હતા, તે વખતે પણ આગળની જેમ દ્રવ્યાદિકને ઉપયોગ મૂકો, એટલે સદભાવ જાણું તે ગ્રહણ ન કર્યું. ફરી તુષ્ટ થયેલા દેવોએ નિરાબાઘપણે આકાશમાં ગમન કરી શકાય તેવી વિદ્યા આપી. તે વિદ્યાના પ્રભાવથી આનુત્તર પર્વત તરફ આકાશમાં ગમન કરી શકાય.અતિ બળવાન દેવ સમુદાય પણ તેમના મનમાં ખલના કરવા સમર્થ થઈ શકે નહિ. આવી રીતે બાલ્યકાળમાં પણ અનેક અદભુત સ્થાન પામેલા તે વજા મુનિ ગુરુની સાથે પુર, નગર અને ગામમાં વિચરતા હતા. “બાલસુર્યનાં કિરણરૂપ પગલાં મેટા પર્વતના ઉપર પડે છે, તેજના-પાકમની સાથે જન્મેલાઓને વય સાથે અંબંધ હોતે નથી.” સાધ્વીઓની વચમાં રહેતા રહેતા તેણે જે અંગે ગ્રહણ કર્યા હતાં, તેમાંથી એક પદ મરણ કરતાં જ સર્વ પદે યાદ આવી જતા હતા. વળી જ્યારે સાધુ પાસે રહેવા લાગ્યા, ત્યારે તે જ અંગો સ્પષ્ટપણે ભણી ગયા. વળી જે કોઈ સાધુ પૂર્વગત શ્રત ભણતા હતા, તે પણ કાનથી સાંભળી સાંભળીને તેણે જલ્દી ભણી લીધું. અપરિશ્રમથી પણ તે લગભગ બહુશ્રુત થઈ ગયા. તેને બીજા સાધુઓ સાથુક્રિયાનાં નાનાં નાનાં સૂત્રે જણાવતા હતા અને કહેતા હતા કે, આ સૂત્ર શેખીને તૈયાર કરે” તે વખતે ભણાવનાર સમક્ષ નાનાં નાનાં સૂત્રો જાણે આવડતાં જ નથી, તેમ તેમના દેખતાં ગેખ્યા કરે અને બીજા પૂર્વનાં સૂત્રો ભણતા ચાંભળે, તે પણ હયોગપૂર્વક કાનથી સાંભળી યાદ કરી લેતા હતા. હવે કોઈક સમયે મધ્યાહ્ન સમયે આચાર્ય મહારાજ બહાર સ્થડિલભૂમિ ગયેલા હતા અને સાધુઓ ભિક્ષા માટે ગયા હતા, તે સમયે ઉપાશ્રયના વસતિપાલક તરીકે વજને સ્થાપન કર્યા હતા, પોતાના બાલચાપથના અને કુતુહળના કારણે સાધુના વિટિયાઓ મંડલિના ક્રમે ગોઠવ્યા, જાણે સાધુઓ સામે વાચના લેવા બેઠા ન હોય, વચ્ચે પિતે બેસીને સમુદ્રના ક્ષેભ સરખાં ગંભીર શબ્દથી પૂર્વગત અગોની વાચના આપવા લાગ્યા, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy