SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૦ ] પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ એવા અશ્વ, વૃષભ, હાથી, ઉંટ વગેરે રમકડાં બતાવીને અતિકોમળ નેહાળ કરુણાપૂર્ણ વચન વડે અતિદયામણું મુખ કરતી કહેવા લાગી કે, “હેવજી ! આ બાજુ આવ.” આ સ્થિતિમાં લાવતી માતાને તે જેતે રહે છે. વળી મનમાં વિચારે છે કે, અહીં બેઠેલા સંઘની અવજ્ઞા કરીશ, તે લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડશે. બીજું હું પ્રવજ્યા સ્વીકારીશ, એટલે માતા પણ નક્કી દીક્ષા લેશે જ.” એમ વિચારતા બાળકને માતાએ ત્રણ વખત બેલા તે પણ આવતો નથી. ત્યારપછી પિતાએ પિતાના હાથમાં રજોહરણ ઉંચું કરી બતાવ્યું, એટલે કમલપત્ર સરખા લાંબા લચન યુગલવાળો અને ચંદ્રમંડલ સમાન આહલાદક મુખવાળા થયે. વળી પિતાએ કહ્યું કે, “હે વજ! જે પુય કાર્ય કરવાની ઈચ્છા હોય તે, કર્મ જ દૂર કરનાર આ ઉત્તમ પ્રકારના ધર્મના વજરૂપ જેહરણને જલદી ગ્રહણ કર.'' તરત જ તેણે એકદમ પિતા પાસે જઈને શહરણ રહણ કર્યું, લોકો ઉત્કૃષ્ટ સિંહનાદ કરીને બોલવા લાગ્યા કે, ધમનો જય જયકાર થયા. ત્યાર પછી માતા વિચારવા લાગી કે, “મારા ભાઈએ, ભરે અને અત્યારે પુત્રે પણ પ્રવજ્યા ગ્રહણ કરી, તે હવે મારે કોના માટે ગૃહવાસ કરે ?” એમ વિચારી તેણે પણ પ્રવજ્યા અંગીકાર કરી. હવે સ્તનપાનને પણ ત્યાગ કર્યો, તે દ્રવ્યથી સંયત થયે. હજુ પણું. સાધ્વીએ પાસે ખેલે છે, કારણ હજુ વિહાર એગ્ય થયા નથી. તેમની સમીપમાં અને સાધ્વીઓ આગિયાર અંગ ભણતી હતી, તેને સાંભળી-સાંભળીને પણ પિતે અગિયાર અંગ શીખી ગયે. એક પર માત્રથી તે સો પદેનું સ્મરણ કરી શકે તેવી તેની પદાનુસારી બુદ્ધિ હતી. જ્યારે તે આઠવર્ષની વયવાળો થયો, ત્યારે ગુરુને તેને પિતાની પાસે સ્થાપન કર્યો. વિહાર કરતાં કરતાં અવતિમાં ગયા અને બહાર ઉદ્યાનમાં નિવાસ કર્યો. કોઈક સમયે તીવ્ર ધારાવાળે સતત વરસાદ પડવા લાગ્યા. વરસાદ ચાલુ પડતા રહેવાથી ભિક્ષા માટે કે બીજા પ્રોજન માટે સાધુ બહાર જઈ શકતા નથી. તે સમયે વજન પૂર્વ ભવના ભ૪ નામના મિત્ર દેવો તે પ્રદેશમાં ફરવા નીકળેલા. તેમના જેવામાં વજા મુનિ આવ્યા એટલે તેમને તે મુનિ ઉપર ભક્તિ અને અનુકંપ પ્રગટી. મુનિના પરિણામની પરીક્ષા કરવા માટે દેવોએ વણિકના સાર્થનું, તથા બળદ ગાડી આદિના રૂપે વિતુર્થી અને સાથે એક પ્રદેશમાં નિવાસ કા. ભોજન-પાણી તૈયાર થયા એટલે વણિકોએ આવી બાળ મુનિ વજને વંદના કરી. ગોચરી પધારવાનું નિમંત્રણ કર્યું. ગુરુની આજ્ઞા પામેલા તે અન્ય વા મુનિ વહે૨વા નીકળ્યા. ધીમે ધીમે થોડો થોડે વરસાદ પડતું હતું, તે જ્યારે બંધ થશે, તે સમયે અતિઆદર પૂર્વક બોલાવવા લાગ્યા. ઘણે દૂર સુધી ગયા, ત્યારે તે પ્રદેશમાં "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy