SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૪ ] પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ “હે ભગવંત ! દૂરથી આપનાં મંગલમય દર્શન અતિ હર્ષને ઉત્પન્ન કરાવનાર થાય છે, તેમ જ જે ભક્તિથી વંદન કરવામાં આવે તે પાપરૂપ મેશની કાળાશને. ભૂંસી નાખનાર થાય છે, પ્રસન્ન થયેલા આત્માઓ આપની સેવા અગર ધ્યાન કરે છે, તેમને પવિત્ર પુણ્યાનુબંધી પુણ્યની પરંપરાનો વિસ્તાર પામે છે. આપના વચનનું તે જે ફલ છે, તે તે વાણીથી કહેવા માટે અમને સમર્થ બની શકતા નથી.” હવે ગણધર ભગવતે ધર્મોપદેશ આપતા મુનિઓના ગુણોનું કથન કરતાં એમ જણાવ્યું કે, “મુનિઓ તો અંતપ્રાન્ત-રસકસ વગરની ભિક્ષા લાવીને ભજન કરનારા હોય છે. આ સમયે વૈશ્રમણ વિચારવા લાગ્યા કે, “આવા પ્રકારના સાધુના ગુણેનું વર્ણન પિતે કરે છે અને તેમના શરીરની મનહરતા તે એવી છે કે તેના જેવી બીજા કેઈની મનોહરતા નથી. તેના મનને અભિપ્રાય જાણીને ગૌતમ ભગવતે જ્ઞાતાધર્મ કથામાં કહેલું પુંડરીક નામનું અધ્યયન સ્પષ્ટ વર્ણવ્યું. શરીર બળવાળું કે બળ વગરનું હોય, તે કંઈ સાધુભાવનું કારણુ ગણાતું નથી. પુંડરીક સાધુ બળવાન હતા, તે પણ દેવકે ગયા અને જેના શરીરમાં માત્ર હાડકાં બાકી રહેલાં હતાં અને કઠોર તપ કરીને જેણે કાયા ગાળી નાખી હતી, તે કંડરિક રૌદ્રધ્યાનની પ્રધાનતાથી મરીને નરકે ગયા.” આ સાંભળી વૈશ્રમણ દેવ તુષ્ટ મનવાળો થયો અને રસ્તુતિ કરવા લાગ્યું કે, “એમણે મારા મનનો અભિપ્રાય જાણી, લીધે, તેથી તેમનું જ્ઞાન અતિશયવાળું છે. પછી તે દેવવંદન કરીને ગયો. પરંતુ તે વૈશ્રમણ દેવને એક વૃભક નામનો દેવ જેણે પાંચ ગ્રંથ પ્રમાણ પુંડરીક અધ્યયન શ્રવણ કર્યું હતું, તેનું અવધારણ કર્યું અને તેના ગે સમ્યકત્વ-રત્ન પ્રાપ્ત કર્યું. હવે પ્રભાત સમયે ગૌતમસ્વામી ભગવંત પર્વત પરથી નીચે ઉતરતા હતા, ત્યારે મધ્યાહ્નના સૂર્યના તેજ સમાન પ્રકાશવાળા ભગવંતને વિકસિત મુખથી જેવા લાગ્યા, પૂર્વ દિશામાં સૂર્યોદયથી જેમ કમળ તેમ દિન આદિક તાપસે એ વિકસિત મુખથી. કહ્યું કે, તમે જ અમારા ગુરુ છો અને નમાવેલા મસ્તકવાળા અમે આપના શિષ્યો છીએ. ત્યારે ગૌતમવામીએ તે તાપસેને કહ્યું કે, “તમારા અને મારા સર્વના ગુરુ તે જગતના જીવના બધુ સમાન, ભવ્ય છારૂપી કમલેને પ્રતિબોધ કરવામાં સૂર્ય સમાન, પ્રાત:કાલમાં નામ રમણ કરવા લાયક એવા વીર ભગવંત છે. ત્યાર વળી તાપસોએ કહ્યું કે, “શું તમારે વળી બીજા કોઈ ગુરુ છે?” ત્યારે પ્રસન્ન થયેલા. ગૌતમસ્વામી ભગવંતના મહાગુણને કહેવા લાગ્યા. તેઓને દીક્ષા આપી, તરત જ દેવતાઓ, તેમના માટે વેવ લાવ્યા, વેવ અંગીકાર કરીને પર્વતની મેખલાથી નીચે ઉતરીને માર્ગમાં ચાલવા લાગ્યા. તે સમયે ભિક્ષા. સમય થયો, એટલે તાપને ગૌતમ ભગવતે પૂછ્યું કે આજે તમારા માટે પારણામાં શું લાવું? ત્યારે તેઓએ પારણામાં ઉચિત ક્ષીનું ભેજન કરીશું.' ગૌતમસ્વામી. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy