SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ વજ મુનિની કથા [ ર૩ ] પ્રભુએ આજ્ઞા કરી કે, “હે ગૌતમ ! તું અષ્ટાપદ ઉપર જઈને ત્યાં જિનબિંબને - વંદન કર.” સુપ્રત લક્ષણવાળા, વિનયથી નમાવેલા સર્વાગવાળા તે મુનિવરોમાં સિંહ સમાન ગૌતમસ્વામી હવિત અને તુષ્ટ થયા. પ્રભુને નમસ્કાર કરી અનુક્રમે કહેલ અષ્ટાપદ પર્વતની તળેટીમાં આવ્યા. ત્યાં આગળ દિm, કૌડિન્ય અને સેવાલી એમ ત્રણ પ્રકારના પાંચ પાંચસે તાપસ આ અષ્ટાપદ ઉપર ચડવા માટે વિવિધ પ્રકા ૨નાં તપ કરતા હતા. તેમાં પ્રથમના પાંચસે તાપસે ઉપવાસ તપ કરીને પારામાં તાજા રસવાળા સચિત્ત કંદ-મૂલ અને પત્ર ભક્ષણ કરતા હતા. બીજા કૌડિન્ય નામના પાંચસે તાપસે છઠ્ઠ તપ કરીને સૂકાઈ ગયેલાં અને પાક પાંદડાંઓનું ભક્ષણ કરતા હતા, ત્રીજા પ્રકારના સેવાલી નામના પાંચસે તાપસ અમ તપ (લાગલગાટ ત્રણ ઉપવાસ) કરીને પાણીમાં પોતાની મેળે સુકાયેલી દેવાનું ભક્ષણ કરતા હતા. અનુક્રમે પ્રથમ, બીજી અને ત્રીજી મેખલાને વિષે તે તાપસે તપ કરતા હતા. તે તાપસોએ સમ કંચનવર્ણ કાયાવાળા તમામીને દેખીને વિચાર્યું કે, આવા હષ્ટપુષ્ટ શરીરવાળા આ અહિં કેવી રીતે ચડી શકશે? જ ઘાચારની લધિવાળા કરોળિયાની જાળના તાંતણાના બારીક આલંબનથી તેની નજર સમક્ષ ક્ષણવારમાં એકદમ ઉપર ચડી ગયા. “આ ચાલ્યા, આ તે ગયા” એ પહોળા નેત્રથી જોતા હતા, તેવામાં સૂર્ય જેમ અદશ્ય થાય, તેમ એકદમ દેખાતા બંધ થયા. ઉલ્લસિત થયેલા અને કુતૂહન પામેલા તે ત્રણ પ્રકારના તાપસે તેમની પ્રશંસા કરવા લાગ્યા. ફરી તેમનાં દર્શનની ઉત્કંઠાવાળા ત્યાં તેમની રાહ જોતા બેસી રહેલા હતા. વળી વિચારતા હતા કે, “જયારે તે અહિં ઉતરશે, ત્યારે આપણે તેમના શિષ્ય થઈશું.” ગૌતમસ્વામી તે અષ્ટાપદના શિખર ઉપર પહોંચી ગયા. ભારતમાં અદભૂત વિભૂતિના ભાજન રૂપ ઘણી ભક્તિથી ભરત મહારાજાએ કરાવેલા જિનભવનને જોયાં. - ઉસે આંગલવાળા એક થાજન લાંબા, ત્રણ કોશ ઉંચા, બે ગાઉ વિસ્તા૨વાળા, આકાશના અગ્રભાગમાં વજાણી લહેરાવતા, પાંચ પ્રકારના વર્ણવાળા રત્નસમૂહમાંથી ઉલ્લસિત થતા કિરણેના મિશ્રણથી મેઘધનુષને બ્રમ કરાવતા, અંધકાર - સમૂહને કાયમ દૂર કરનાર, ચા૨ દ્વારયુક્ત-એવા મોટા જિનમંદિરમાં હર્ષથી વિકસિત થયેલા નેત્રકમલવાળા ગણપર ભગવતે મણિપીઠિકાને પ્રદક્ષિણા આપી જિનપ્રતિમાઓને વંદના કરી. ચૈિત્યવંદન પૂર્ણ કર્યા પછી તે જ ચિત્યના છેડાના ભાગમાં ઉત્તર અને પૂર્વ દિશાના મધ્ય ભાગ -(ઈશાન ખૂણામાં રહેલા પૃથ્વીના શિલાપટ્ટમાં અશોકવૃક્ષની નીચે સંધ્યા-સમયે નિવાસ કેશ્વા માટે આવ્યા. આ જ સમયે શક્રેન્દ્રને શ્રમણ (એ) નામને દિશા પાલક પણ ચાના વંદન નિમિત્તે તે જ પર્વત ઉપર આવે. ચોને વાંદને પછી સ્વામીને વદી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy