SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ૨૨૨ ] પ્રા. ઉપદેશમાહાના ગૂર્જાનુવાદ પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે, - અમે પૃષ્ઠ'પાપુરીમાં જઇએ તે અમારા સંસારી સબંધીઓમાંથી કાઇ દીક્ષા અંગીકાર કરે, અથવા સમ્યક્ત્વ પક્ષ પામે, પ્રભુમે કેવલજ્ઞાનથી જાળેલ હોવાથી કે · પ્રતિમાષ પામશે' એમ ધારી તેને મુખ્ય તરીકે ગૌતમસ્વામીને આપ્યા. ભગવત ચયામાં ગયા અને ગૌતમસ્વામી પૃષ્ઠચ’પામાં ગયા.. આને જિનકથિત ધમ સભળાગ્યે. જે તેઓએ શ્રવણ કર્યાં. ગાગલ નામના રાજા, તેના પિતા પિઠર, તથા માતા યશેામતી સ્મૃતિદઢ વૈરાગી થયા. ગાગલિના પુત્રને રાજ્યાભિષેક કરીને સવેગ પામેલા ત્રણેએ ઉત્કૃષ્ટ ભાવથી અવિતિ 'ગીકાર કરી. ગૌતમસ્વામી તે ત્રણેને સાથે લ! જયારે માગ માં ચાલતા હતા, ત્યારે શાલ અને મહાશાલને આ પ્રકારના ઉત્કૃષ્ટ હŪલ્લામ થાકે નિમ ત એવા ભાવથી આ સર્વેને સહસારના પાર પમાડ્યા. એવી શુદ્ધ ભાવના કરતા તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ. વળી પેલા ત્રણે પશુ એવી ભાવના ભાવવા લાગ્યા કે, પ્રથમ આપણને શયપર સ્થાપન કર્યાં, વળી મહાત્રાને વિષે પણ આણુને સ્થાપન કર્યાં, આ કરતાં બીજા ચડિયાતા ઉપકારી કાણુ ગણાય ! આવી નિત્ર ભાવના સાવતા. તેમને પણ પાપાના નાશ થતાં નિષ્કલ' કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ઉત્ત્પન્ન થયેલા કૅવલજ્ઞાનવાળા તે પાંચે ગૌતમસ્વામીની પાછળ ચાલતા ચાલતા ભગવતી પાસે ચ’પાપુરી ગયા. ' ત્રણ પ્રદક્ષિણા આપી, ‘નમે તિત્યસ' કહી તેએ કેલિએની પદામાં જવા લાગ્યા, ત્યારે ગૌતમસ્વામી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી, ચરણમાં નમસ્કાર કરી ઉભા થયા અને પેલા કુવતીઓને કહેવા લાગ્યા કે, · કર્યાં ચાલ્યા ? અહિ આવે અને પ્રભુને વંદન કરી,' ત્યારે પ્રભુએ કહ્યું કે, ‘ૐ ગૌતમ ! આ કેવલીઓની આશાતના ન કર.' માશાતનાથી આકુલ મનવાળા ગૌતમસ્વામીએ તેમને ખમાવ્યા. અતિસ વેગ પામેલા ગૌતમસ્વામી ચિત્તવવા લાગ્યા કે, શું મારી આ ભવમાં સિદ્ધિ થશે કે નહિ ? આટલું તીવ્ર તપ અને ચારિત્ર પાળવા છતાં હજી મને કેવલજ્ઞાન પ્રાપ્ત. થતુ નથી. ’ આ પહેલાં કાઈક સમયે ભગવતે ધ્રુવા, અસુરા અને મનુષ્યની પ'દામાં કહેલું હતું કે, એ કોઈ પાતાના પ્રભાવ કે લધ્ધિથી અષ્ટાપદ પર્વત ઉપર આરાહણ કરી. ત્યાં રહેલાં ચૈત્યાને વાંકે તે તે મનુષ્ય તે જ ભવમાં સિદ્ધિ પામે, તેમાં સન્દેહ નથી.’ વચન સાંભળીને હપૂર્ણ હૃદયવાળા દેવા મહામાંહે એ વાતની ચર્ચા કરવા. લાગ્યા અને તેની સવત્ર પ્રસિદ્ધિ થઈ. ગૌતમસ્વામી પણ આ વચન સાંભળી ચિંતનવા લાગ્યા કે, પવિત્ર એવા અષ્ટાપદ ઉપર ને મારું' ગમન થાય, તેા જરૂર આ જ ભવમાં હું શ્રેષ્ઠ સિદ્ધિગતિ પામી શકું.' ત્યારપછી ગૌતમના મનના સતીષ માટે તથા તાપસાના પ્રતિબેધ થવાના કારણે "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy