SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ વજ મુનિની કથા [ ૨૨૧ } કરવો ક્ષણવાર પણ યુક્ત નથી, તે જ પ્રમાણે દુઃખેથી ભરપૂર એવા ભવમાં પણ સમજુ પુરુષોએ રહેવું યોગ્ય નથી. કાક-તાલીય ન્યાયે અથવા દશ દષ્ટાન્ત દુર્લભ સધર્મપ્રાપ્તિના મહાનિદાન સમાન એવું મનુષ્ય પણું મહાપુનેગે પ્રાપ્ત કર્યું છે, જેમ કોઈક કાકિણી (કેડી) નામના તુચ્છ થનમાં લુબ્ધ બની કોડ સોનિયા હારી જાય, તેમ વિષયાસક્ત મનુષ્યો વિવેક રહિત બની આ જન્મ હારી જાય છે. વર્ગ અને સિદ્ધિગતિની સાધના કરવા માટે ધર્મને શ્રેષ્ઠ સમય પ્રાપ્ત કર્યો છે, તો તમારા સરખાએ આવો સમય વેડફી નાખ ચોગ્ય ન ગણાય. પ્રિયજન અને ધનને સંગ વિજળીના ઝબકારા જેમ ક્ષણિક છે, પવનથી લહેરાતી ધજા સમાન ચિત્તવૃત્તિ ચંચળ છે, મનુષ્યનું આયુષ્ય ઘાસના પત્ર પર રહેલ એસબિન્દુના પડવા સરખું ભરોસા વગરનું અસ્થિર છે, માટે આ ભાવવૃક્ષને બાળી નાખનાર સુન્દર ધર્મરૂપ અગ્નિને પ્રગટાવે. આ જન્મની અંદર સવંદરથી ધમનો ઉદ્યમ કરે, જેથી આ જન્મમાં અહિં પણ અનુપમ સુખની પ્રાપ્તિ અને પરલોકમાં સુખસંપત્તિ અને પરંપરાએ નિવૃતિ-સુખની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે ધર્મશ્રવણ કરી ભાલતલપર હસ્તકમલ જોડીને-મસ્તકે અંજલિ કરીને ભગવંતને નમસ્કાર કરી વિનંતિ કરી કે, “હે ભગવંત ! મારા લઘુબંધુ મહાશાલને રાજ્યાભિષેક કરીને હું આપની પાસે પ્રવજ્યા અંગીકાર કરીશ.” એમ કહીને પિતાના ભવને ગ. મહાશાલને બોલાવીને આજ્ઞા કરી કે, “હે બધુ! આ રાજ્યને સ્વીકાર કર. કારણ કે હું તે આજે જ દીક્ષા અંગીકાર કરવાને છું.” ત્યારે મહાશાલે પ્રત્યુ' તર આપ્યો કે, “અસાર રાજ્યને આપ ત્યાગ કરો છો, તેમ હું પણ તેને ત્યાગ કરીને પ્રવજયા અંગીકાર કરવાની ઈચ્છાવાળે છું.” એમ બંને વિરાગી બન્યા અને કાંપિલ્યપુરથી ભાણેજ ગાગલિને લાવીને શક્ય ઉપર બેસાડો, ગાગતિએ પણ પોતાના મામાએ અતિવાસથથી દીક્ષા મહોત્સવ કર્યો. બે હજાર મનુષ્ય વહન કરી શકે તેવી બેસવાની શ્રેષ્ઠ શિબિકાએ કરાવી. સિંહા- સન ઉપર ઉજવલ વસ્ત્રો પહેરેલા દિવ્ય ચંદનથી વિલેપન કરેલા સર્વાગવાળા ઉદયબિરિના શિખ૨૫૨ રહેલા સાક્ષાત્ જાણે સૂર્ય-ચંદ્ર હોય તેમ બંને શોભતા હતા અને પિતાની શરીર-કાંતિથી બાકીના દિu-વલાને પૂરતા હતા. અતિજોરથી ઠોકીને અને ફેંકીને વગાડાતાં શ્રેષ્ઠ વાજિત્રના શબ્દથી પૂરી દીધેલા આકાશતલવાળા સાજનમહાજનના પરિવારવાળા ભગવંતના ચરણ-કમલમાં આવી ત્રણ પ્રદક્ષિણા આપવા પૂર્વક પ્રણામ કર્યા. વિધિપૂર્વક બંનેને દીક્ષા આપી. યશોમતી શ્રેષ્ઠ શ્રાવિકા બની. શાલ અને મહાશાલ બંનેએ ૧૧ અંગને અભ્યાસ કર્યો. હવે કોઈક સમય ભગવંત રાજગૃહીથી વિહાર કરી ચંપાનગરી તરફ વિહાર કરવા લાગ્યા, ત્યારે તે સમયે બંને બંધુઓએ "Aho Shrutgyanam'
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy