SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ { ૨૨૦ ] પ્રા. ઉપદેશમાલાને ગૂજ શgવાત આ જીવ દેવ થયા, નારકી થય, કીડ, પતંગિ થશે, ઉપલક્ષણથી અનેક પ્રકારને તિર્યંચ થયે, મનુષ્યના વેવવાળો અર્થાત્ મનુષ્ય થયે, રૂપવંત કે રૂપહિત થો, સુખ ભોગવના૨ કે દુઃખ ભેગવનાર થયો. રાજા કે દમક થયો–માગનાર ભીખારી થા, ચાંડાલ કે વેદ જાણનાર પુરહિત બ્રાહ્મણ થા, સ્વામી થયો હોય, કે સેવક, પૂજ્ય પાઠક, કે તિરસ્કારવા 5 દુર્જન થયું હોય, નિર્ધન કે ધનવાન થયા હોય, આ સંસારમાં કોઈ તે ચેકસ નિયમ નથી કે, આગળ હતો તેવો ફરી પણ તે જ રૂપે થાય. આગળ જેવાં કર્મ કર્યો હોય, તેને અનુરૂપ ચેષ્ટા કરનારા જીવે થાય છે. નટની જેમ આ જીવ કમંથી પ્રેરાએલા બીજા બીજા વેષે કરીને પોતાના રૂપનું પરાવર્તન કરે છે. આ એકલો જીવ જુદા જુદા પ્રકારની ગતિમાં જુદા જુદા વિષ-પર્યાય ધારણ કરનાર થાય છે. (૪૫-૪૬-૪૭) कोडीसएहि धण-संचयस्स, गुण-सुभरियाए कन्नाए । न वि लुद्धो वयररिसी, अलोभया एस साहूणं ॥ ४८ ॥ નિમતાને ઉપદેશ દષ્ટાંત આપવા પૂર્વક જણાવે છે કે સેંકડો અને કેડે સેનામહોરવાળા ધન પતિ શેઠની અનેક સુંદ૨ ગુણાલંકૃત ભાગ્યશાળી કન્યાની પ્રાપ્તિ થવા છતાં તેમાં વજ મુનિ ન લોભાયા. ગાથાને ભાવાર્થ કથાથી આ પ્રમાણે જાણ– હિમાવાન પર્વત સરખી ઉંચી શ્રેષ્ઠ પૃષ્ઠચંપા નામની નગરીમાં પ્રસન્નચંદ્રને પુત્ર શાલ નામને રાજા હતા. મહાશાલ નામના યુવરાજ અને તેને યશોમતી નામની બહેન હતી. તેનાં લગ્ન કા૫િથપુરમાં પિઠર જાની સાથે થયાં હતાં. તેમને મોટા અનેક ગુણયુક્ત ગાલિ નામને પુત્ર હતો. હવે કોઈક સમયે વીર ભગવંત વિહાર કરતા કરતા ચંપાપુરી નગરીએ સમવસર્યા. એટલે ઇન્દ્રાદિક દેવોએ સમગ જગતની લક્ષ્મીને ક્રીડા કરવા માટે ક્રીડાભૂમિ સમાન અર્થાત્ આશ્ચર્યકારી દુઃખથી સંતપ્ત થયેલા પ્રાણીઓને આશ્રય કરવા લાયક એવું સમવસરણ ત્યાં વિકુવ્યું. ભગવંતના આગમનની વધામણી આપનાર ઉદ્યાન પાલકના વચનથી નગરના લોકોને આશ્ચર્ય પમાડતે હાથીના ઉપર બેસીને સપરિવાર અતિ ઉ૯લસિત રોમાંચવાળે શાલ મહારાજા ભગવંતને વંદન કરવા માટે નીકળ્યા, સમવસરણુભૂમિના નજીકના ભાગમાં જયાં ત્રણ છત્રે દેખ્યાં, એટલે હાથી પરથી નીચે ઉતરી, પગે ચાલી પાંચ પ્રકારના અભિગમ આચરવા લાગ્યા. ઉત્તર તરફના દ્વારમાંથી પ્રવેશ કરી પ્રસિ આપી, ભગવંતને પ્રણામ કરી તેમના સન્મુખ ઈશાન દિશામાં બેઠો. થોજન ભૂમિ સુધી સંભળાય, તેમજ દરેક જી પિતા-પિતાની ભાષામાં સમજી શકે તે પ્રમાણે ભગવંતે બાર પર્વદા સમુખ ધર્મકથા કહેવી શરુ કરી તે આ પ્રમાણે – ભયંકર મહાજવાળાવાળા અગ્નિથી સળગી રહેલા ઘરમાં બુદ્ધિશાળી પુરુષોને વાસ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy