SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૮ ] પ્રા. ઉપદેશમાલાનો ગૂજનવાદ સંબંધી દઢ અંતરાયકમ તેણે બાંધ્યું હતું. ત્યારપછી પરાણે વેઠ કરાવવાના કારણે તે નરકમૃથ્વીમાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળીને વિચિત્ર મેદવાળી તિયચનિમાં, દેવભવમાં, મનુષ્યમાં રખડીને સુકૃત કર્મ કરવાના ચગે સૌરાષ્ટ્ર દેશના ભૂષણ સમાન દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવના ઢઢણકુમાર નામના પુત્રપણે ઉત્પન્ન થયે. પિતાના પૂર્વભવથી હકીક્ત સાંભળીને તે ઉત્તમ મુનિએ પ્રભુની પાસે અગ્રિહ ગહણ કર્યો કે, હવે હું બીજાની લબ્ધિથી મેળવેલ શિક્ષાનું કદાપિ ભજન કરીશ નહિ.' એ પ્રમાણે સુભટની જેમ અલાભ-વૈરીથી પરાભવ નહિ પામેલે હંમેશાં એક પામ્યા વગરને ધરાએલા માફક પોતાના દિવસે પસાર કરતો હતો. કોઈક દિવસે કઠગ ભગવંતને પૂછયું કે, “ આટલા સાધુ-સમદાયમાં કયા સાધ દુષ્કરારી છે ? તે મને કહો.” તે ભગવંતે કહ્યું કે, “હે કૃષ્ણ! આ સર્વ સાધુઓ દુક૨કારી છે, પરંતુ તે સર્વમાં પણ ઢઢણકુમાર સવિશેષ દુષ્ટકારી છે. ધીરતાવાળા દુસહ અલાભપરિષહ સહન કરતા ભાવની ન્યૂનતા કર્યા વગરના એવા તે મુનિને ઘણે કાળ પસાર થયા. કેવી રીતે ? જ્યારે કોઈને ત્યાં ભિક્ષા માટે પ્રવેશ કરે છે, ત્યારે રાજકુમાર ઢંઢણુ મુનિને લોકો કેવાં અપમાનજનક વચન કહે છે કે – “અહિં અમારા ઘરમાં કેમ પ્રવેશ કરે છે ? હે મલિન વસ્ત્રવાળા અપવિત્ર ! તું ત્યાં કારમાં જ ઉભા રહે, અમારા ઘરને અપવિત્ર ન કર, આ પાખંડીઓ અમારે ત્યાં દરોજ આવે છે, જેથી. અમને સુખની પ્રાપ્તિ થતી નથી.” આવાં વચન ઘરની દાસીઓ સંભળાવે છે, “અહિં સારા સારા મિષ્ટાન્ન પદાર્થો જેવા માટે આવે છે?” કોઈના ઘરમાં પ્રવેશ કરતી વખતે ખરેખર ભાગ્યશાળી આત્માઓને આવાં વચને સાંભળતાં કર્ણામૃત લાગે છે. આ સાંભળી કુષ્ણુજી વિચારે છે કે, “તે ધન્ય કૃતપુય પુરુષ છે, જેને જગતના પ્રભુ પણ સ્વયં આ પ્રમાણે. વખાણે છે.” એમ ભાવના ભાવતા કૃષ્ણ જેવા આવ્યા હતા, તેવા પામ ફર્યા. નગરમાં પ્રવેશ કરતાં દેવગે ઉચ્ચ-નીચ કુળમાં ભિક્ષા માટે બ્રમણ કરતા તે મહાત્માને દેખા, તે દરથી હાથી ઉપરથી નીચે ઉતરી અતિશય ભક્તિપૂર્વક ભૂમિ પર મસ્તક સ્પર્શ થાય, તે પ્રમાણે કુણે તે મુનિને વંદના કરી. કુષણ વડે વંદન કરાતા તે મુનિને ઘરમાં રહેલા એક શેઠે વિસ્મય પામતાં વિચાર્યું કે, ખરેખ૨ આ મહાત્મા ધનત છે કે, જેને કૃણે આવી ભક્તિથી વંદન કર્યું. દેવતાને પણ વદનીય એવા આ મુનિ સવિશેષ વંદન કરવા યોગ્ય છે. કૃષ્ણ વંદન કરીને જયારે ત્યાંથી આગળ ગયા, ત્યારે ક્રમે કરીને ભિક્ષા માટે ભ્રમણ કરતા કરતા ઢંઢણકુમાર તે શેઠને ઘરે આવી પહોંચ્યા. એટલે તે શેઠે પરમભક્તિ પૂર્વક સિંહ કેસરિયા લાડુના થાળ વડે તે મહાત્માને પ્રતિલાવ્યા, એટલે તે. નેમિનાથ ભગવંતના ચરણકમળમાં પહેચ્યા. ભગવંતને નમસ્કાર કરી કહ્યું કે, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy