SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ઢઢણમુનિની કથા [ ૨૦૯ } હે ભગવંત! શું મારું અંતરાયકમ ક્ષય પામી ગયું? ભગવતે કહ્યું કે, “હજુ આજે પણ તેમાંથી બાકી રહેલું છે. આ તને જે લાડુ પ્રાપ્ત થયા છે, તે તારી વશ્વિના નથી મળ્યા, પણ કૃષ્ણની લબ્ધિના મળ્યા છે. કૃષ્ણ માર્ગમાં તને વંદન કર્યું, ત્યારે એક શેઠે તને દેખ્યો હતો અને કૃષ્ણને પૂજ્ય હોવાથી આ લાડુ તને આપ્યા.” આ પ્રમાણે ભગવંતે આ મહાત્માને કહ્યું કે, પારકી લબ્ધિથી તને મળેલા છે. ત્યારપછી પરઠવવા યોગ્ય ભૂમિએ જઈને પોતે તે લાડુને પરઠવવા લાગ્યો. પાઠવતાં પરઠવતાં કર્મના કેવા કડવા વિપાક હોય છે? એમ વિચારતાં શુદ્ધ અધ્યવસાયના જાગે તેને તે સમયે કેવલજ્ઞાન પ્રગટ થયું ત્યારપછી કેવલી પર્યાય પાલન કરી, ભવ્યાત્માઓને પ્રતિબંધ કરીને જેને માટે પ્રત્રજ્યા અંગીકાર કરી હતી, તે મોક્ષપદને પ્રાપ્ત કર્યું. ઢંઢણુમુનિની કથા પૂર્ણ થઈ. (૩) આ ઢઢણમુનિ આહારની અપેક્ષા રાખ્યા વગર કયા કારણથી વિચરતા હતા? તે કહે છે आहारेसु सुहेसु अ, रम्मावसहेसु काणणेसुं च । साहूण नाहिगारो, अहिगारो धम्मकज्जेसु ॥ ४० ॥ साहू कांतार-महाभएसु अवि जणवए वि मुइयम्मि। अवि ते सरीरपीडं, सहंति न लहंति य विरुद्धं ॥ ४१ ॥ जंतेहि पीलिया वि हु, खंदगसीसा न चेव परिकुविया । વિદ્ય-પસ્થિ–સા, વતિ પંડિવા કુંતિ છે કર છે વિશિષ્ટ રસ-વાદવાળા શુભ આહાર વિષે, ૬ શબ્દથી વસ્ત્ર, પાત્રાદિક સારાં ઉપકરણોમાં, મનોહર ઉપાશ્રયમાં, સુંદર બગીચાઓમાં સાધુને આસક્તિ-મમતામૂછ કરવી તેમાં અધિકાર નથી, અધિકાર માત્ર હોય તે તપ, સંયમ, વાધ્યાય વગેરે ધર્મકાર્યો કરવાનો અધિકાર છે. કારણ કે, સાધુને ધન ગણાતું હોય તે તે ધર્મકાયા જ ધન છે. ૨સ-સ્વાદ વગરના અંત-પ્રાન્ત એવા આહાર રહણ કરવાના અભિગ્રહ કરવા, નિર્દોષ શુદ્ધ આહાર-પાણી ગ્રહણ કરવાને અધિકાર છે. તેથી, હરિકુમાર-ઢંઢણકુમાર તે પ્રમાણે વિચર્યા હતા. (૪૦) સાધુઓ મહાજંગલમાં કે મહાભય સમયે-રાજયમાં સપડાયા હોય, તો પણ ઋતિવાળા નિરુપદ્રવ દેશમાં હોય, તેમ સુધાદિ પીડા-પરિષહ સહન કરે છે, પરંતુ, આચાર-વિરુદ્ધ અષણીય ગ્રહણ કરતા નથી, કે અભિગ્રહને ભંગ કરતા નથી. ભાગવત પણ શરીર પીડા સહે છે, માટે સાધુઓને આહારદિક ઉપર પ્રતિબંધ હોતે. ૨૭ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy