SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ઢંઢણકુમારની કથા ( ૨૦૭ ] કઈક સમયે સમગ્ર પ્રાણીવર્ગને પોતાની દેશનાથી શાત કરતા, તેમજ દરેક દિશામાં પિતાની દેડકાંતિથી જાણે કમળ-પ્રકર વેરતા હોય, ૧૮ હજાર શીલાંગ ધર– નાર ઉત્તમ સાધુઓના પરિવારવાળા ઉત્તમ ધર્મધારીઓના હિતકારી એવા અરિષ્ટનેમિ ભગવંત ગામ, નગર આદિકમાં ક્રમે ક્રમે વિહાર કરતાં કરતાં દ્વારવતીમાં આવી પહેચ્યા અને ગિરનાર પર્વત ઉપર સમવસર્યા. ભગવંતનું આગમન જાણુ હર્ષિત થયેલા કૃષ્ણાદિક રાજાએ ત્યાં આવ્યા અને પ્રભુને પ્રણામ કરી બેસી ગયા. ભગવતે અમૃતની નીક સરખી સમ્યકત્વ-મૂળ નિર્મલ મૂલ-ઉત્તર ગુણને પ્રકાશિત કરનાર એવી ધર્મકથા ગંભીર વાણીથી કહેવાની શરૂ કરી. તે આ પ્રમાણે– જ્યાં સુધીમાં હજુ જારૂપી કટપૂતની રાક્ષસી સીંગને ગળી નથી ગઈ, જ્યાં સુધીમાં ઉગ્ર નિર્દય રોગ-સર્ષે ડંખ નથી માર્યો, ત્યાં સુધીમાં તમારું મન ધર્મમાં સમર્પણ કરીને આત્મહિતની સાધના કરી લેવી, આજે કરીશ, કાલે કરીશ એવા વાયદા ન કરતાં પ્રમાદ છેડી ધર્મ કરવામાં ઉદ્યમવાળા બને. કારણ કે, આ જીવ હંમેશાં મૃત્યુ તરફ પ્રયાણ કરી રહેલ છે.” આ ચરાચર જગતમાં જીવની દયાવાળો જ ધર્મ સુંદર છે, વળી ઘર, સ્ત્રી, સુરતક્રીડા, સંગ વગરના જે હોય, તે ગુરુ કહેવાય. વિષય-કષાયનો ત્યાગ કરી નિષ્કામવૃત્તિથી જે દાન આપે છે, તે ચિંતિત ફળ આપનાર ત્રણ રત્ન પ્રાપ્ત કરે છે. દયા કરવી, સત્ય અને પ્રિય વચન બોલવું, કેઈનું વગર આપેલ ગ્રહણ ન કરવું, જગતમાં દુય એવા મદન-કામદેવને હણ ના, પરિગ્રહનો સંગ્રહ ન કરે, કરવા યોગ્ય સુકૃત કરો, તે જરા-મરણને જિતને તમે શિવ-સુખની પ્રાપ્ત કરશે.” આ પ્રમાણે જગત પ્રભુ નેમિનાથ ભગવંતની સુંદર ધમ દેશના આદરપૂર્વક સાંભળીને ગુણભંડાર એવા ઢંદકુમારે પ્રવજ્યા અંગીકાર કરી. હંમેશાં બાર ભાવના ભાવત, કૃતનો અભ્યાસ કરતે, વિવિધ પ્રકારના તપનું સેવન કરતા, સર્વજ્ઞ ભગવંતની સાથે વિચરતો હતે. વિચરતાં વિચરતાં ઢંઢણકુમારને પોતાના પૂર્વભવમાં ઉપાર્જન કરેલ અનિષ્ટ ફળ આપનાર એવું અંતરાયકર્મ ઉદયમાં આવ્યું. તે કર્મના દોષથી જે સાધુની સાથે તે ભિક્ષા ભ્રમણ કરતું હતું, તેની પણ લબ્ધિ હણાતી હતી. ખરેખર બાંધેલાં કર્મો કેવાં ભયંકર ફળ આપનારી છે. એક અવસરે મુનિઓએ તેના અલાભ વૃત્તાન્તને ભગવંતને જણાવ્યો, એટલે નેમિનાથ ભગવંતે મૂળથી માંડી તેને વૃત્તાન્ત કો, તે આ પ્રમાણે મગધ દેશના મુગુટ સમાન ધાન્યપૂરક નામના ગામમાં બ્રાહ્મણકુલમાં અધિકબળવાળો પારાવાર નામને ખેડૂત હતો. કોઈક વખતે ખેતરમાં રાજાના ચંભ ખેડા પછી ભોજન સમયે થાકી ગએલા ભૂખ્યા થએલા ખેત-મજૂરો અને બળદ પાસે પિતાના ખેતરમાં એક એક ચાસ-સંભ-ભૂમિ રખા હળથી કરાવતું હતું, ખેતમજૂરી તે વખતે તે કાર્ય ન કરવાની ઈચ્છાવાળા હોય, તે પણ બળાત્કારથી તરત ખેડાવતો હતો. તે "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy