SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ હાગલા ગણિકાની કથા [ ૧૭ ] પ્રહાર કરીને જતા હતા. પ્ર વરસેન હાથી ઉપર બેસી રાજા સાથે રાજાના ધવલ-મહેલે પહે, સર્વ સમાચાર પૂછયા એટલે નાદિકને સર્વ વૃત્તાન્ત કહો. પારકા-સહિત તે, રાજા પાસે આવ્યો અને જણાવ્યું કે, “પ્રત્યક્ષ ચોરી કરનાર બીજી હકીકત આ ગધેડી અહીં જાતે જ કહેશે.” તેની પાસેથી નાનાભાઈનાં ઉત્તમરત્વ, તથા પાદુકા જે હણ કર્યા હતાં, તે લઈ લીધાં અને કંઈ પણ શરીશિક્ષા કર્યા વગર એને મુક્ત કરી. તે હવે પણ તે તેવા પ્રકારની કરેલી સર્વ ચેરીમાંથી જે કોઈ એક સાચે શબ્દ જણાવે, તે તારું અસલ પૂર્વનું રૂપ પ્રાપ્ત થાય. ત્યારપછી તેમ કર્યું એટલે પ્રવાસેનકુમાર બીજી ગુટિકાથી તિલક કર્યું એટલે ગધેડી અસલરૂપવાળી લેહાગલા બની ગઈ. ત્યારથી માંડી આવા પ્રકારનો પ્રવાદ શરુ થયો કે : “અતિ ભ ન કરે, તેમ સર્વથા લોભને ત્યાગ પણ ન કર. અતિ લભાધીન બનેલી કુદિની ગધેડી બની ગઇ.” શ્રેષરત્ન અને પાદુકા સાથે રત્નાલંકારથી વિભૂષિત, ચીનાઈ- રેશમી વસ્ત્ર પહેરેલ શરીરવાળી તે માગધિકા કુમારને સમર્પષ કરી. કુમારને યુવરાજ બનાવ્યું, માગયિકા તથા બીજી રાજકન્યાઓ સાથે લગ્ન કરી વિષયસુખને અનુભવ કરવા લાગ્યો. એ પ્રમાણે પ્રિયાએ લોહાણાનું લાંબું કથાનક અતિધીઠાઈનું અવલંબન કરી કહ્યું, “તે હે પ્રિય! આ જગતમાં જે સ્વાધીન ન હોય તેવા પદાર્થને લેભ કર તે ૨૫ છે ?” લોહાગલાની જેમ તેમ કરનારને યશ ચાલ્યા જાય છે. ત્યારે જ ખૂકુમારે કહ્યું કે, “હે નાગશ્રી. કનકશ્રી, કમલવતી, તથા જયશ્રી પ્રિયા ! સર્વ સાલત એવું આ વચન કહું છું તે તમે સાંભળે.” ધર્મશાસ્ત્રોમાં સ્ત્રીઓને દોષના ભંડાર અને ગુરુઓને શુણેના ભંડાર અનુક્રમે વર્ણવેલા છે. “ઠગવાપણું, ચંચળતા, કુશીલતા વગેરે દેશે જે સ્ત્રીઓમાં સ્વાભાવિક હોય છે, તેવી સ્ત્રીઓમાં કોણ આનંદ પામે?” પાર વગરના સમુદ્રને પાર પામી શકાય છે, પણ સ્વભાવથી વાંકી-કુશિલ એવી સ્ત્રીઓનાં શિવને પાર પામી શકાતો નથી. દુત્તનવાળી નારી પતિ, પુત્ર, પિતા, ભાઈ વગેરે સ્નેહીના પ્રાણ સંશયમાં મૂકાય તેવો આરોપ ક્ષણવારમાં મૂકતાં વાર લગાડતી નથી, ભવ-પરંપરા વધારવા માટે આ બીજ સમાન છે, નરકના દ્વારમાર્ગની દીવડી, શોકનું મૂળ, કજીયા-કંકાસનું ઘર, અને દુખની ખાણ છે. જે સ્ત્રી સાથેના સંગથી કામ જવરની શાનિત અને ચિકિત્સા કરવા ઈચ્છે છે, તે ઘીની આહુતિથી અગ્નિને ઓલવવાની ઈચ્છા કરે છે. હાલ ળ તપેલા લેહ-સ્તંભનું આલિંગન કરવું સારું છે, પરંતુ નરદ્વાર સમાન મીના જવાનનું સેવન કરવું સારૂ નથી. સ્ત્રી સંતપુરુષના હાયપર પગ મૂકે છે, ત્યારે મનહર ગુ-સમુદાય નક્કી દેશવટો ભેગવે છે. તેથી કરી ધર્મશાસ્ત્રોમાં એને "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy