SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૮ ] પ્રા. ઉપરાશમાલાને ગૂજશાવાદ કંઈ પણ પડી ગયું છે? પ્રગટ બેલે, એટલે હું જાતે જઈને તમને અર્પણ કરું.' પિલાએ કહ્યું કે, વેચવા માટે એક પત્થરનો ટૂકડો હતો. કપટથી વેશ્યા ખૂણામાં શોધવા લાગી અને કહ્યું કે, “અહિં તે કંઈ નથી.” દાસીઓને પૂછ્યું. એટલે કુદણીએ કહ્યું કે, “મારા પરિવારને કલંક આપી દૂષિત ન કરો. તમે સર્વ પાંચ દિવસના પરોણા છે અને આ મારી દાસીએ તો જિંદગી સુધીની છે. એક પત્થરના ટૂંકા માટે મારા પરિવારને કલંકિત કરો છો?” એ સાંભળી કુમાર વિચાર કરવા લાગ્યું કે કુટિલ કાળી સહિણી સરખી આવી રીતે શોધવાનો દેખાવ કરતી એવી આ લોહાગલાનું જ કાર્ય છે. ઘણું ધન તેલ કરનાર ભારતુલા સરખી આ લાગેલા છે કે શું? ઘણું ધન આપવા છતાં જે ધારા-૫૯લામાં સ્થિર થતી નથી. મેં સુવર્ણ તેમ જ બીજા અવ પ્રકારનાં પ્રખ્યા આપ્યાં, છતાં જાણે કંઈ જ આપ્યું નથી. અથવા તો આ વેશ્યા કે અતિશય કુશીલ અને લોભી હોય છે. હું જ ખરેખર મૂખું છું કે, મને બુઝા છતાં હું બુઝ નહિં. કહેલું છે કે – આ વેશ્યા સ્ત્રીઓને સવવ સમર્પણ કરવામાં આવે, કામી પુરુષોની સર્વ સંપત્તિ ક્ષીણ થાય, તો પણ જતાં એવા કામી પાસેથી બાકી રહેલું વસ્ત્ર ખેંચવાની ઇચ્છા કરે છે. મનમાં જુદું, વચનમાં જુદુ, ક્રિયામાં જુદું એમ જે સાધા સ્ત્રી (વેશ્યા)માં હોય છે, તેઓ સુખનું કારણુ શી રીતે થાય ? ધનની લાલચથી કઠીને પણ કામદેવ સમાન માનનારી, કૃત્રિમ સનેહને વિસ્તારતી એવી નેહ વગરની ગણિકાનો ત્યાગ કરે.” તે હવે આજે પણ મોટા અપમાનરૂપ વજથી ભેદે નહિં, ત્યાં સુધીમાં નીકળી જવું અને મારા પરાભવને બદલે લેવો યુક્ત છે. સંધ્યા-સમયે કેઈને કહ્યા સિવાય દૂર દેશાવર ચાલ્યો ગયો અને કુદીને અહંકાર દૂર કરવા માટે તિલક, અંજનાદિના પ્રયોગ ચાલવા ઉદ્યમ કરવા લાગ્યા. વાસગૃહ શણગારી, સજાવટ કરી તયારી કરી પ્રવરસેનની રાહ જોતી માગધિકાની રાત્રિ પસાર થઈ. પછી જોયું કે, માનવનવાળાનું રતન ચેરાયું, એટલે વલભ ચાલ્યા ગયા. તે કારણે ગદ્ગદ્ વરચી રુદન કરતી માનધિષ્ઠા પુત્રીને અક્રાએ કહ્યું કે, તેની પાસેની સારભૂત વસ્તુ આપણે ગ્રહણ કરી લીધી છે, એટલે ઔષધ વગર વ્યાધિ મટી જાય, તેમ વગર ઉપાયે ચાલ્યા ગયે, તે ઠીક થયું. હવે એકાંતમાં રન પાસે હજાર, લાખ સેનાની માગણી કરવા લાગી, પણ દમડી પણ ન મળવાથી પશ્ચાત્તાપ કરતી પોક મૂકવા લાગી. માગધિકાએ કહ્યું “હે અંબા! પતિ ન મળે, વિધિ વગર રત્ન ન ફળ્યું. મહાભ-નદીમાં પ્રવેશ કર્યો, પણ સામે પાર ન પહેાંચી.” - હવે પ્રવરસેનકુમાર શત્રિ-સમયે એક સ્મશાનમાં ગયે. ભૂતરૂપ અતિથિને કહેવા લાગ્યું કે, “અરે! કોઈ મહામાંસ લે.” તે સમયે આકાશમાં વાણી સંભળાઈ , "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy