SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ મહેશ્વર કથાનક [ ૧૫૩ } જ બૃ કુમાર પ્રભાવને કહ્યું કે, “આ વાત તે સત્ય કહી નથી. કોઈ પણ જીવની ગતિ પિતે કરેલાં કમને આધીન છે. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પરલોકમાં ગયેલા પિતાદિકને તત્કાલ તૃપ્તિ થાય છે, તે તે જીવને મિથ્યા શાસ્ત્રોના ઉપદેશથી અવળે માર્ગે દોરવનાર પેટે આગ્રહ છે. તેમના શાસ્ત્રોમાં જે એમ કહેવું છે કે-“અનિમુખમાં નાખેલ બલિ અને બ્રાહ્મણનાં મુખમાં નાખેલ માંસ અનુક્રમે દેવગત થયેલા માતા-પિતાની તૃપ્તિ માટે થાય છે. એ વાત કોઈ પ્રકારે ઘટી શકતી નથી. કારણ કે, “ખાધું કોઈકે અને તૃપ્તિ થઈ બીજાને, આ જુદા અધિકરણમાં કેવી રીતે ઘટી શકે?” મહેશ્વર-કથાનક પુત્રે પિતાનું રક્ષણ કર્યું, તે વિષયમાં એક કથાનક સાંભળ. તાપ્રલિપ્તી નગરીમાં મહેશ્વરદત્ત નામને વેપારી રહેતો હતો. તેને સમુદ્ર નામના પિતા અને બહુલા નામની માતા હતી. તે બંને ધનરક્ષણ કરવામાં તત્પર ચિત્તવાળા હતા અને ધર્મની વાત પણ સાંભળતા ન હતા. નિરંતર આતધ્યાનના ચિત્તવાળો પિતા મૃત્યુ પામીને બીજાને ઘેર પાડે થયો અને માતા મરીને તેના ઘરની કૂતરી થઈ. ત્યારપછી એની ગાંગતી નામની પુત્રવધૂ નિરંકુશ વૃત્તિવાળી થઈ પરપુરુષ સાથે વ્યભિચાર કરનારી, અનિલભી અને સ્વચ્છંદી બની ગઈ. કોઈક રાત્રિના સમયે પિતાના મનગમતા પ૨પુરુષ સાથે કીડા કરતી હતી, તેને ગુપ્તપણે પતિએ દેખી, એટલે “આ એને બીજો પતિ છે.” એમ જાણે તેને તલવારથી એ સખત ઘા માર્યો કે અધમુ બની ગયો અને બહાર જવા લાગ્યો. કેટલાંક પગલાં આગળ ચાલીને ગયા, પરંતુ પ્રહારની સખત પીડાથી તે નીચે ઢળી પડયે. મનમાં પશ્ચાત્તાપ કરતા એવા તેને કેટલી વખતે સુંદર ચરિjમ થયા. તે જ વખતે મૃત્યુ પામી કુલટા સાથે કરેલ મૈથુન-ક્રીડામાં પોતાના જ વીર્યમાં પિોતે તેના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયા. તે પુત્ર મહેશ્વરદત્તને ઘણે જ વહાલ થયા. પિતાના સમુદ્ર પિતાની સંવત્સરીના દિવસે સમુદ્ર પિતાનો જે જીવ અત્યારે બીજાને ત્યાં પાડારૂપે છે, તેને ખરીદ કરી હણને સ્વજને માટે તેના માંસનું જન તયાર કરાવ્યું. પેલા કુલટાના પુત્રને ખોળામાં બેસાડી જેટલામાં મહેશ્વર તેનું માંસ ભક્ષણ કરતા હતા અને તેનાં હાડકાં બહુલા નામની કૂતરી તરફ ફેંકતો હતો, તેટલામાં મહિનાના ઉપવાસ કરેલા મુનિવર પારણાની ભિક્ષા માટે ત્યાં આવી પહેચ્યા. શાનવિશેષથી મુનિએ ઉપગ મૂકી તેને યથાર્થ વૃત્તાન્ત જા. મસ્તક ફેલાવી ચપટી વગાડીને ગોચરી વહાર્યા વગર મહાતપસ્વી મુનિ જે માગેથી આવ્યા હતા, તે માગે પાછા ફર્યા. - હવે મહેશ્વરદત્તે મુનિના પગલે પગલે પાછળ જઈ ત્યાં પહોંચી ચરણમાં પડી કુશલ સમાચાર પૂછયા: “હે ભગવંત ! મારે ત્યાંથી આપે શિક્ષા કેમ રહણ ન કરી?” ૨૦ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy