SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૨ ] પ્રા. ઉપદેશમાલાને ગૂંજાનુવાદ * ૧૮ સબધા સૂચવનારી એ ગાથાને અથ નીચે પ્રમાણેઃ— ૧. ભાઇ, ૨ ભત્રીજો, ૩ કાકા, ૪ પૌત્ર, ૫ દિયર અને ૫ પુત્ર. ૧ તારા પિતા તે ૧ દાદા, ૨ પતિ, ૩ ભાઇ, ૪ પુત્ર, ૫ સસ અને ૬ પિતા. હું બાળક! તારી માતા તે મારી ૧ માતા, ૨ સાસુ, ૩ શાક, ૪ વહુ, ૫ ભાભી અને દાદી. આ એક જ જન્મમાં આટલા સમયે થયા છે, * આ સાંભળી સસાર ઉપરથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળા કુબેરદત્ત કુબેસેનાના પ્રતિબંધ માટે કહ્યું કે, “ હે માર્યો ! હું વાત વિશેષથી જાણવાની ઇચ્છાવાળા છું. ત્યારપછી શરમથી સ્તબ્ધ બનેલા વધારે સાંભળવાની ઇચ્છા કરે છે. સાવીજી પણુ સમાન આકારવાળી છે મુદ્રિકા બતાવતી તેમ જ કુબેરસેનાના પેટમાં દુ:ખવું, ત્યાંથી માંડી યુગલજન્મ વગેરેને વૃત્તાન્ત પ્રતિપાદન કર્યો. આ વૃત્તાન્ત સાંભળી કુબેરદત્ત વૈરાગ્યવાસિત અત:કરણવાળા અની ચિતવવા લાગ્યા કે, · માયશ અજ્ઞાનને ધિક્કાર થાએ કે, જેણે આવું અકાર્યોં કરાવ્યું. ક્રોધાદિક સર્વ પાપા કરતાં પશુ અજ્ઞાન ખરેખર મહાદુઃખદાયક છે, જેનાથી માવૃત્ત થયેલ લેક હિતાહિત પદાને જાણતા નથી. આવા પ્રકારનુ' શરમ ઉત્પન્ન કરાવનાર નવીન અંજન સરખા શ્યામ કાદવના લેપ લાગવાથી હવે હું મારું' મુખ પણ બતાવવા સમય નથી, શું હું' આત્મહત્યા કરૂ? હું આર્યો હવે હું સળગતા ભડકાળાવાળા અગ્નિમાં પ્રવેશ કરીશ, નહિતર આવા મહાપાપથી મારા છૂટકારા કેવી રીતે ચાય ?’ સાધ્વીએ કહ્યું કે, હૈ ધર્મશ્રદ્ધાવાળા ઉત્તમ શ્રાવક ! પેાતાના વધ વે, તે પણ અનુચિત છે. પાપના ક્ષય કરવા માટે જિનેશ્વરાએ ઉપદેશેલી દીક્ષા ગહુણુ કર. ત્યારપછી તેણે તેના વચનથી દીક્ષા અંગીકાર કરી, તીવ્રતપ અને ઉત્તમ ચારિત્ર પાલન કરીને સ્વગે ગયા. ખેરસેના પણ મારવ્રતધારી શ્રાવિકા બની. કુબેરદત્તા સાથી પણ અનને પ્રતિધ પમાડી પેાતાની પ્રવૃતિની પાસે પહોંચી સયમ-સામ્રાજ્યની આારા " ધના કરવા લાગી. હું પ્રભવમિત્ર! આ જગત વિષેસવની શાક કરવા લાયક કુચરિત્રની ચેષ્ટાઓને સમ્યક્ પ્રકારે લાંખર વિચાર કર. જો હું તેના વિચાર કરું છું, તે મારુ ચિત્ત પશુ દ્વિત્તામાં પડી જાય છે. તેવા પ્રકારના અનાચરણ કરનારી અને તેવી ાંતવાળી સીએનું મારે શુ પ્રત્યેાજન છે ?' ત્યારે પ્રભવે કહ્યું કે, એક પુત્રને તે ઉત્પન્ન કર, પુત્ર વગરનાની પરલેાકમાં સારી ગતિ નથી નથી, કે અહિં કઈ પિતાનું શ્રાદ્ધ ન કરે, તેા પરલેાકમાં તેને તૃપ્તિ થતી નથી. > * આ હકીકત વસુદેર્વાદુડી અને પરિશિષ્ટ પર્વમાં બીજા સતી ૨૯૩ થી ૭૦૬ ગાથા સુધી સમજાવેલી છે. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy