SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૨ ] પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરાતુવાદળીને આ મુનિ વિચારવા લાગ્યા કે, “ચકીએ આને આ પદે ભણાવ્યો જણાય છે; એટલે મુનિએ તરત બાકીનાં પદે આ પ્રમાણે પૂર્યા. " एषा नौ षष्ठिका जातिरन्योन्याभ्यां वियुक्तयोः ॥" એકબીજાને વિગ પામેલા એવી આપણી આ છઠ્ઠી જિંદગી છે. આ પદ ગોખીને તે રટવાળો એકદમ લેમથી બ્રહ્મદર રાજા પાસે ગયા અને જે પ્રમાણે સાંભળ્યું હતું, તે પ્રમાણે અખલિત પદો બોલી ગયે. (૫૦૦) આ સાંભળીને ચકવતી અતિશય હર્ષ પામવાને લીધે આકુલિત ચિત્તવાળે થયે, મૂછ પાયે, જેથી રાજસેવકો તેને હણવા લાગ્યા. અરે! આમ બેલીને સ્વામીને તે આકુળ-વ્યાકુળ કેમ કર્યા ? તારી આકૃતિથી નક્કી તું કઈ ક્રૂર મતિવાળો જણાય છે. પેલાએ કહ્યું કે, પ્રથમ રાજાને સ્વસ્થ કરે, નહિંતર હું તમને હણીશ. તેણે વળી કહ્યું કે, “મને કઈક મુનિએ આ પદે ભણાવ્યાં છે. હું કંઈ આ કરનાર કવિ નથી.” સજાની મૂછ ઉતરી ગઈ. સ્વસ્થ થયા એટલે પારિતોષિક દાન આપી પૂછયું કે, હે. ભદ્ર ! તે મુનિને બતાવ, જેથી તેમને પ્રણામ કરીએ. પૂર્વભવનું શ્રુત પ્રગટ થયું, સ્નેહ-રાગે રંગાએલો આનંદાશ્રુ પૂણે નયનવાળ શાજા ત્યાં જઈને પ્રણામ કરે છે. ધર્મલાભના આશીર્વાદ આપવા પૂર્વક ચિત્ર સાધુસિંહે સંસારથી તારનારી ધર્મદેશના શરુ કરી. આ પાર-વગરના નિસાર ખારા સંસાર-સમુદ્રમાં સારભૂત પદાર્થ હોય, તે માત્ર જિનેશ્વરે કહેલો ધર્મ છે, ધર્મ દુરિત-દુખને બાળવામાં સમર્થ છે, સવ અને મને માર્ગ સાધી આપવામાં સમર્થ, સર્વ ગુણમાં ચડિયાત હોય તો ધર્મ છે, ધરિત્રીમાં પવિત્રોમાં શ્રેષ્ઠ એક (અદ્વિતીય) પવિત્ર ધર્મ છે. સમર્થ પુથમાં તત્પર મનુષ્ય રમ્ય ધર્મનું પરિપાલન કરે છે. હાથીના કાન સરખું ચપળ યૌવન છે, મળેલું રૂપ અસિથર છે, સ્ત્રીનાં કટાક્ષ સરખી લક્ષમી ચંચળ છે, દેખતાં જ નાશ પામનારી છે, સખત પવન- પ્રેરિત નવીન પાંદડાં સરખું અતિ વરાવાળું ચપળ આયુષ્ય છે. કાયા રોગનું ઘર છે. પ્રિયજનનો સંયોગ તે પણ વિયાગ કરાવનાર છે. મહાગુણનું ઘર આ દેહ છે, તે પણ વૃદ્ધાવસ્થા– યોગે જીણું પાંજરા સરખું થાય છે, પાપ કરાવનાર રાજય નરકનું દુઃખ ઉપાર્જન કરાવે છે. હે રાજન! બીજા પણ સર્વ પ્રમાદનાં કાર્યો સંસાર-વૃદ્ધિનાં કારણ થાય છે. માટે સમજ સમજ, સંસારમાં મુંજા નહિં, પ્રમાદ કરે યુક્ત નથી. આ સંસારનાટકભૂમિમાં હજુ તે બહારના વિરીને જિતીને પૃથ્વીનું રાજ્ય મેળવ્યું છે. મોક્ષસુખ સાધવા માટે કામ-ક્રેધાદિક અત્યંતર શત્રુઓને જિતી લે. પાપ કરાવનાર રાજ્યનો ત્યાગ કરીને આજે પ્રત્રજ્યા અંગીકાર કર, જે પ્રમાણે આગળ સનસ્કુમાર ચક્રીએ પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી, તેમ તું પણ દીક્ષા ગ્રહણ કર. બ્રહ્મદત્ત-જે તમે ભાગો ભાગો અને આ રાજ્ય ગ્રહણ કરે છે તેથી કૃતાર્થ થઈ. તમારો દાસ બનીશ અને રાજ્યને ત્યાગ કરીશ. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy