SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મદત્ત ચકીની કથા [ ૧૧૩ ] મુનિ-મને પણ ભોગે મળેલા હતા, ભવથી ભય પામેલા મેં તેનો ત્યાગ કર્યો. હે રાજન્ ! કુતરા સિવાય બીજું કે મેલું પીવાની ઈચ્છા કરે ? બહા-હે પ્રભુ! પ્રવજ્યાથી આગળના ભાવમાં સંપૂર્ણ સુખપ્રાપ્તિ ભેગો મળે છે, તે હાથમાં આવેલા ભેગોને છોડીને શા માટે પ્રવજ્યા અંગીકાર કરવી ? મુનિ-જિનમ મોક્ષફળ અને શાશ્વત સુખ આપનાર જિનેશ્વરે કહે છે. ખેતી કરતાં પલાલ-ઘાસની માફક મનુષ્ય અને દેવલોકનાં સુખે આનુષંગિક-ગૌશફળ આપનાર છે. ખા-આ જગતમાં વિષય- સેવન અને તેમાં પણ માત્ર કામદેવનું મુખ્ય સુખ છે, એને જ મોક્ષ કહે છે, તેના સિવાય બીજો કોઈ મોક્ષ કહેલું નથી. જે શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શનું અલ્પ સુખ હોય તેમાં સુખ નથી, માટે જ્યાં આગળ ભેગ માટે સ્ત્રીઓ છે, એવો સંસાર એ જ સાર છે. સુનિ-સંસાર-સમુદ્રમાં ડૂબતા મારા બંધુને મારા સરખો હસ્તાવલંબન ભાઈ મળવા છતાં આવા મોક્ષનું ફળ આ જન્મમાં મેળવી શકાય તેમ છે, છતાં આ જન્મમાં તે તરફળ મેળવે છે. મહરૂપ મહાપારધીએ ભવારણ્યમાં મનુષ્યરૂપ હરણિયાએને જાળમાં સપડાવવા માટે આ સ્ત્રીરૂપ જાળની રચના કરેલી છે. આંતરડાં, ચરબી, માંસ, લેહી, વિષ્ટા, પિશાબથી ભરેલ કોથળી સરખી તરુણીઓને ચંદ્ર, કમળ, મોગરાનાં પુષ્પો વિગેરેની ઉપમા આપનાર આ લાકમાં મૂખે સમજવા. બ્રા-હે સ્વામી ! આપની પાસે મારી આ પ્રથમ પ્રાર્થના છે અને તે સ્વીકારીને મને કતાર્થ કરશે. રાજ્ય સ્વીકારી પાલન કરે અને પાછળથી દીક્ષા લેજે. હું પણ તમારો અનુચારી થઈશ. મુનિ-તને પાછળથી સંયમ મળવાનું નથી—એ નિશ્ચયની વાત છે. મારો પણ નિશ્ચય છે કે, પાછળથી દીક્ષા લેવાની છે, તે અત્યારે મારે દીક્ષાને ત્યાગ શા માટે કરે? (૨૫) સ્વર્ગમાંથી રથવીને આપણે દુકૃત–પાપથી દાસાદિક થયા, આટલું સ્મરણ કરનાર તારાથી તે વિષય-વિપાકે કેમ ભૂલી જવાય છે? ઉત્તમ કુલ-આગમાદિક સામીવાળે આ મનુષ્યભવ મળ્યો, અમૃતથી પાદશૌચ કરવા સમાન વિષથી આ મનુષ્યભવ ઘરી ન જ. જેણે આગળ નિયાણું કરેલું છે, તે નક્કી દીક્ષા અંગીકાર કરશે નહિં, એમ ચિત્તમાં ચિંતવીને ચિત્રમુનિ ત્યાંથી વિહાર કરી ગયા. ઘાતકમને નાશ કરી કેવળજ્ઞાન ઉતપન્ન કરી, લાંબા કાળ સુધી વિચરી, સમગ્ર કર્મ-મલનું પ્રક્ષાલન કરી, તેમણે પરમપદને પ્રાપ્ત કર્યું, સંસારના ઈન્દ્રિયોના વિષયસુખ ભેગવવાની તૃષ્ણાવાળો, તેના જ ચિત્તવાળે, તેની જ રયાવાળ બ્રાદત્ત સાત વર્ષ પસાર કરે છે. (૩૦) ૧૫ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy