SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૦૦ ] પ્રા. ઉપદેશમાલા ગૂજરાવા વનમાં ગયા અને મૃત્યુ પામ્યા. તારી માતાને દ્વીધ રાજાએ ચાંડાલે ના પાડામાં સ્થાપી છે.' તે દુઃખથી ગાંડા બની હું કાંપિયનગર તરફ ચાલ્યું. કાપાલિકનેા વેષ ધારણ કરી કપટથી કાઇ ન જાણે તેવી રીતે ચંડાળના પાડામાંથી માતાનું હરણ કરી દેવ શર્મા નામના પિતાના મિત્ર બ્રાહ્મણના ઘરે મૂકી, તને ખાળતાં ખાળતાં અહિં આવ્યા અને રહેલા છું. મને સુખ-દુઃખની વાતેા કરી રહેલા હતા, તેટલામાં એક મનુષ્ય આવી આ પ્રમાણે કહ્યું કે, હે મહાનુભાવા ! હાલ તમારે બિલકુલ મુસાફી ન કરવી; કારણ કે, દીર્ઘરાજાએ માકલેલા જમ સરખા પુરુષ આવી પહેોંચ્યા છે.’ તે અને મિત્રા ગહન વનમાંથી કોઈ પ્રકારે નીકળીને પૃથ્વી-માઁડલમાં ભ્રમણ કરતા કૌશાંબી પુરીમાં પહેચ્યા છે. 6 6 ત્યાં ઉદ્યાનમાં સાગરદત્ત શેઠ તથા બુદ્ધિલને લાખની શરતવાળુ કૂકડાનું યુદ્ધ કાવતા નેતા હતા. તે કૂકડાએ યુદ્ધ કરતા હતા. તેમાં સાગરદત્તના કૂકડે. સ્મૃતિસુજાત હોવા છતાં પણ તેને બુદ્ધિલના કૂકડાએ હરાવ્યેા. બીજાને કૂકડે અશક્ત હોવા છતાં કેમ જીત્યા ત્યારે વધનુએ કહ્યુ કે, · અરે સાગરદત્ત ! ને તું કહેતા હોય, તા બુદ્ધિલના કૂકડાની તપાસ કરુ કે, તેમાં કેટલું વિજ્ઞાન છે ? તેની સમ્મતિથી બુદ્ધિલના કૂકડાને હાથમાં લઈને જ્યાં દેખે છે, તે તેના નખમાં લેઢાની સાચી આંધેલી દેખી. ત્યારે બુદ્ધિલે જાણ્યું કે, ' મારુ' કૌભાંડ પ્રગટ થશે.' ધીમે ધીમે તેની નજીક જઇ તેણે કહ્યું કે, આ હકીકત પ્રગટ ન કરીશ, તા મારા લાસમાંથી અધા લાભ તને આપીરા. લાખની શરતમાંથી પચાસ હજાર માપીશ.' વધતુએ કહ્યું કે, * આમાં કઈ વિજ્ઞાન નથી. બુદ્ધિલને ખખર ન પડે તેમ કુમારને સેય બધ્યાની હકીકત જણાવી. કુમારે પણ સાચા ખેંચી કાઢી પછી માકાશમાગે" ઉડીને બંને કૂકડા ફ્રી લડવા લાગ્યા, તે પેલા કૂકડી હારી ગયો. બુદ્ધિલના લાખ પણ હારમાં ગયા. ત્યારે બંને સરખા થયા, એટલે સાગરદત્ત ખુશ થયેલ. ત્યાર પછી તે બંનેને સુદર થમાં ભેંસારીને પાતાને ઘરે લઈ ગર્ચા. ઉચિત સરભરા કરી. એમ કેટલાક દિવસે પસાર કર્યો. ત્યાં વરધનુ પાસે આવીને બુદ્ધિલના એક સેવકે એકાંતમાં કહ્યું કે- -રે સાયની હકીકત વિષયમાં શમતમાં બુદ્ધિલે જે વાત સ્વીકારી હતી, તેના અર્ધો લાખ દીનાર માકલ્યા છે, પચાસ હેારની કિમતના આહાર મકલ્યા છે. એમ કહી આપણુ કરી ચાલ્યો ગમ્યો. કરડકમાંથી હાર બહાર કાઢā;. શરદચંદ્રનાં કિરણેાના સમૂહ સરખે ઉંજજવલ કરેલ દિશા સમૂહવાળા આમલા જેવડાં મોટાં અનુપમ નિ લ મુક્તાકળાના તે હાર કુમારને બતાવ્યા. મારીકીથી દેખતાં કુમારે હારના એક પ્રદેશમાં પેાતાના નામના લેખ રહેàા હતા, તે દેખ્યા. વર્ષીનુને પૂછ્યું કે, હું મિત્ર ! આ લેખ ફ્રાનું લખી માકળ્યા હશે?' તેણે કહ્યુ કે, જે કુમા! આ વૃત્તાન્તના પરમાથ કાણુ જાણી શકે? આ પૃથ્વીમાંડલમાં તમારા નામ સરખા અનેક માસે હોય છે. એ પ્રમાણે વાત તેાડી નંખાએલ કુમાર એકદમ મૌન બની ગયા. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy